બનાસકાંઠાના ઉચોસણમાં દલિત સરપંચને ખુરશી પર બેસતા અટકાવાયા

બનાસકાંઠાના ઉચોસણમાં દલિત સરપંચને જાતિવાદી ગુંડાઓએ ખુરશી પર બેસતા અટકાવી, જાતિસૂચક અપમાન કરી જાનથી મારવાની ધમકી આપી. 7 સામે એટ્રોસિટી નોંધાઈ.
Dalit sarpanch stopped from sitting on chair in Uchosan
Dalit sarpanch stopped from sitting on chair in Uchosan

સુઇગામ: બનાસકાંઠા જિલ્લાના સુઇગામ તાલુકામાં સામાજિક ભેદભાવ અને બંધારણીય પદના અનાદરની એક ગંભીર ઘટના સામે આવી છે. અહીંના ઉચોસણ ગામમાં અનુસૂચિત જાતિ (SC) માટે અનામત બેઠક પરથી ચૂંટાયેલા સરપંચને ગામના જાતિવાદી ગુંડાઓએ ગ્રામ પંચાયતની ખુરશી પર બેસતા અટકાવવામાં આવ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીઓએ દલિત સરપંચને જાતિસૂચક અપશબ્દો કહી જાહેરમાં અપમાનિત કર્યા હતા. આ મામલે સરપંચની ફરિયાદના આધારે સુઇગામ પોલીસે ગામના 7 શખ્સો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

મામલો શું હતો

ઉચોસણ ગામના સરપંચ બનાભાઈ દેવાભાઈ વાલ્મીકીએ નોંધાવેલી પોલીસ ફરિયાદ અનુસાર, તેઓ અનુસૂચિત જાતિ અનામત બેઠક પરથી લોકશાહી ઢબે સરપંચ તરીકે ચૂંટાયા હતા. ચૂંટણી જીત્યા બાદ જ્યારે તેઓ પ્રથમ વખત વહીવટી કામકાજ અર્થે ગ્રામ પંચાયત કચેરીએ પહોંચ્યા ત્યારે કચેરીમાં હાજર બોર ઓપરેટર સહિત સાત સ્થાનિક શખ્સોએ તેમને સરપંચની મુખ્ય ખુરશી પર બેસતા રોક્યા હતા. આરોપીઓએ સરપંચને કહ્યું હતું કે, “તું સરપંચ તરીકે ભલે ચૂંટાયો હોય, પરંતુ તારે પંચાયતની ખુરશી પર બેસવાનું નહીં, તારે નીચે જ બેસવાનું, કારણ કે તું અનુસુચિત જાતિનો છે.” આ દરમિયાન કચેરીમાં જ જાહેરમાં જાતિસૂચક શબ્દોનો પ્રયોગ કરીને તેમનું અપમાન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ દલિત સરપંચના પતિને મોં કાળું કરી, જૂતા પહેરાવી ગામમાં ફેરવ્યા

રાજીનામું આપવા દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી

સરપંચ બનાભાઈ વાલ્મીકીએ પોલીસ સમક્ષ કરેલા ખુલાસા મુજબ, આરોપીઓ દ્વારા લાંબા સમયથી હેરાનગતિ કરવામાં આવી રહી હતી. ચાર મહિના અગાઉ જ્યારે તેઓ ગામની દૂધની ડેરી પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પણ આ શખ્સોએ તેમનો રસ્તો રોકીને સરપંચ પદેથી રાજીનામું આપી દેવા માટે દબાણ કર્યું હતું. આરોપીઓએ ધમકી આપી હતી કે જો તેઓ રાજીનામું નહીં આપે તો તેમને ખોટી ફરિયાદોમાં ફસાવી દેવામાં આવશે અને જાનથી મારી નાખવામાં આવશે. ગામમાં સામાજિક સૌહાર્દ અને ભાઈચારો જળવાઈ રહે તેમજ વેરભાવ ન વધે તેવા ઉદ્દેશ્યથી સરપંચ અત્યાર સુધી આ અપમાન અને ત્રાસ સહન કરતા રહ્યા હતા. જોકે, સમય જતાં આરોપીઓની ધમકીઓ અને ત્રાસ અસહ્ય બનતાં આખરે તેમણે કાયદાનો આશરો લીધો હતો.

સાત જાતિવાદી ગુંડાઓ સામે એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ

સુઇગામ પોલીસે પીડિત સરપંચની ફરિયાદને આધારે ઘટનાની ગંભીરતા નોંધીને તમામ સાત આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ ચોપડે નોંધાયેલા આરોપીઓમાં જોરાભાઈ ખેગારભાઈ ઠાકોર, દિનેશભાઈ ગોવિંદભાઈ માળી, ઉકાભાઈ વિરમભાઈ પટેલ, ભરતભાઈ પબાભાઈ પટેલ, રાભાભાઈ હરદાસભાઈ રાઠોડ, અમરાભાઈ હરદાસભાઈ રાઠોડ અને વેરશીભાઈ હરદાસભાઈ રાઠોડ (તમામ રહેવાસી, ઉચોસણ, તાલુકો સુઇગામ) નો સમાવેશ થાય છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ SC-ST Act અંતર્ગત તેમજ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ડીસામાં દલિત સરપંચે 20 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x