દલિત યુવકે પાણી પીતા દુકાનદારે એટલો માર્યો કે 12 દિવસ સારવાર લેવી પડી

દલિત યુવકે ક્લિનિક બહાર રાખેલા વાસણમાંથી પાણી પીતા દુકાનદારે એટલો માર માર્યો કે 12 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર લેવી પડી.
dalit news

સાર્વજનિક જગ્યાઓ પર આજે પણ દલિતો સાથે કેટલી હદે ભેદભાવ દાખવવામાં આવે છે તેની આ વાત છે. એક દલિત યુવકે દુકાનની બહાર રાખવામાં આવેલા વાસણમાંથી પાણી પીતા દુકાનદારે તેને એટલો માર માર્યો કે દલિત યુવકને 12 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર માટે રાખવો પડ્યો હતો.

મામલો ઉત્તર પ્રદેશના ભદોહીનો છે. અહીં એક 23 વર્ષના દલિત યુવકને પાણી પીવા બદલ એક દુકાનદારે ઢોર માર માર્યો હતો. ભોલા ગૌતમ અને તેનો સાથી ઓમ પ્રકાશ વિશ્વકર્મા મકાન રંગવાનું કામ પતાવીને ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ભોલાને માથામાં અસહ્ય દુખાવો થતાં તેઓ દવા લેવા માટે એક ખાનગી ક્લિનિક પર રોકાયા હતા.

આ પણ વાંચો: ડૉ.આંબેડકર આદિવાસીઓ વિશે શું માનતા હતા?

ક્લિનિકના સ્ટાફની મંજૂરીથી ભોલાએ દવા ગળવા માટે બહાર રાખેલા વાસણમાંથી પાણી પીધું હતું. આ જોતાં જ બાજુની દુકાન ધરાવતા સુભાષ બિંદ નામના શખ્સે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને જાતિસૂચક ગાળો આપવાનું શરૂ કર્યું હતું. આરોપીનું કહેવું હતું કે “નીચી જાતિ” ભોલાએ આ વાસણને અડકીને તેને ‘દૂષિત’ કરી નાખ્યું છે.

પીડિત 12 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહ્યો

આરોપી સુભાષ બિંદે ઉશ્કેરાઈને લાકડી વડે ભોલા ગૌતમ પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ભોલાને માથા, પેટ, પીઠ અને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. આરોપીએ તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આસપાસના લોકો અને તેના સાથીદારે તેને માંડ-માંડ બચાવીને સ્થાનિક જિલ્લા હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

આ પણ વાંચો: દલિત ડેપ્યુટી CMના જિલ્લામાં જ દલિતો પાસે હાથથી મેલું ઉપડાવાયું!

જોકે, ઈજાઓ અતિ ગંભીર હોવાના કારણે તેને વારાણસીની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો, જ્યાં તે સતત 12 દિવસ સુધી જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતો રહ્યો હતો. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પીડિતે 05 જુલાઈએ પોલીસનો સંપર્ક કર્યો હતો અને 06 જુલાઈએ આ મામલે FIR નોંધવામાં આવી હતી.

ભદોહીના એએસપી (ASP) શુભમ અગ્રવાલે જણાવ્યું કે, પીડિત યુવકના નિવેદનના આધારે સોમવાર, 06 જુલાઈએ કાયદેસરની એફઆઈઆર (FIR) દાખલ કરવામાં આવી છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આ ગુનામાં મુખ્ય આરોપી સુભાષ બિંદ સહિત અન્ય એક વ્યક્તિની ધરપકડ કરી લીધી છે અને કાયદેસરની કલમો હેઠળ આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: દલિત મહિલા રસોઈયા બનતા ગામલોકોએ આંગણવાડીને તાળું મારી દીધું

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x