મુંદ્રામાં દલિત વૃદ્ધને દરબાર શખ્સે ગાળો ભાંડી થપ્પડ મારી

મુંદ્રાના દલિત વૃદ્ધને દરબાર શખ્સે વિરાણીયા પાટિયા પાસે જૂની અદાવતમાં હુમલો કરી થપ્પડ મારી દીધી. મુંદ્રા પોલીસે એટ્રોસિટી હેઠળ ગુનો નોંધ્યો.
Dalit elderly man abused mundra

કચ્છ જિલ્લાના મુંદ્રા પોલીસ મથક હેઠળ આવતા વિરાણીયા પાટિયા (ભોરારા) નજીક એક દલિત વૃદ્ધને દરબાર શખ્સે જૂના ઝઘડાની અદાવત રાખીને જાતિસૂચક અપશબ્દો બોલીને થપ્પડ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનારની ફરિયાદના આધારે મુંદરા પોલીસે આરોપી સામે એટ્રોસિટી એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

બપોરના સમયે રસ્તા વચ્ચે બોલાચાલી થઈ

મળતી વિગતો અનુસાર, વિરાણીયા ગામે જૂની શાળા પાસે રહેતા અને ખેતીકામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા 61 વર્ષીય રાઘવજીભાઈ ગગરાભાઈ પાતારીયા (મહેશ્વરી) તારીખ 15 ઓગસ્ટના રોજ બપોરે 2:00 વાગ્યાના અરસામાં વિરાણીયા પાટિયા પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે વિરાણીયા ગામના જ રહીશ મયુરસિંહ ધીરૂભા રતનજી જાડેજા નામના શખ્સે રાઘવજીભાઈને રસ્તામાં રોક્યા હતા.

આ પણ વાંચો: આંતરજ્ઞાતિય લગ્ન કરનાર વકીલ દંપતીનો સામાજિક બહિષ્કાર કરાયો

આરોપીએ પોતાના પરિવારના અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખીને રાઘવજીભાઈ સાથે અચાનક બોલાચાલી અને ઝઘડો શરૂ કર્યો હતો.

જાતિ વિષયક અપમાન અને જાનથી મારવાની ધમકી

આરોપી મયુરસિંહ જાડેજા, રાઘવજીભાઈ અનુસૂચિત જાતિ સમાજમાંથી આવે છે તે બાબત જાણતો હોવા છતાં, તેણે ઉશ્કેરાઈને રાઘવજીભાઈને થપ્પડ મારી દીધી હતી. આટલું જ નહીં, આરોપીએ જાહેરમાં તેમને અપમાનજનક ગાળો આપી હતી અને ભવિષ્યમાં જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઘટનાને પગલે વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરી અને તનાવનો વાતાવરણ સર્જાયો હતો.

આ પણ વાંચો: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર વૈશ્વિક મીડિયાએ શું લખ્યું?

મુંદરા પોલીસ મથકે ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ

આ હુમલા અને ધમકીના બનાવ બાદ ભોગ બનનાર રાઘવજીભાઈ પાતારીયાએ મુંદ્રા પોલીસ સ્ટેશન પહોંચીને આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી. રાઘવજીભાઈની ફરિયાદના આધારે મુંદ્રા પોલીસે આરોપી મયુરસિંહ જાડેજા સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 115(2), 296(B), 351(3) તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ (એટ્રોસિટી એક્ટ) ની કલમ 3(1)(R) અને 3(2)(5-A) મુજબ ગુનો નોંધી લીધો છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેસની વધુ તપાસ ભુજના ડીવાયએસપી (DySP) એમ. જે. ક્રિશ્ચન ચલાવી રહ્યા છે. પોલીસ અધિકારી દ્વારા બનાવ સ્થળની મુલાકાત લઈને વધુ પુરાવા એકત્ર કરવાની અને આરોપી સામે વહેલી તકે કાનૂની કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે.

આ પણ વાંચો: મંદિરમાં દલિતો પર જાતિવાદી હુમલો, 42 સામે ફરિયાદ

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
  • Add your answer
0
Would love your thoughts, please comment.x
()
x