દલિત યુવતીની દુષ્કર્મ બાદ હત્યા, લાશ કૂવામાં ફેંકી દીધી

દલિત યુવતી શૌચક્રિયા માટે નીકળી હતી એ દરમિયાન ઘાત લગાવીને બેઠેલા આરોપીઓએ તેની સાથે દુષ્કર્મ આચર્યું. હત્યા કરી લાશ કૂવામાં ફેંકી દીધી.
21-year-old Dalit girl raped and murdered in Raichur

ભારતમાં દલિત મહિલાઓ, યુવતીઓ પર દુષ્કર્મની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. દરરોજ દેશના કોઈને કોઈ ખૂણેથી આવી ઘટના સામે આવતી રહે છે. આવી જ વધુ એક ઘટના કર્નાટકના રાયચૂર જિલ્લામાંથી સામે આવી છે. અહીંના શિરવાર તાલુકામાં આવેલા હોકરાની ગામમાં માત્ર 21 વર્ષની એક દલિત યુવતી જ્યારે પોતાના ઘરની બહાર શૌચક્રિયા માટે ગઈ હતી, ત્યારે ઘાત લગાવીને બેઠેલા નરાધમોએ તેને પોતાની હવસનો શિકાર બનાવી હતી. ત્યારબાદ પુરાવાનો નાશ કરવાના આશયથી નરાધમોએ યુવતીની બેરહેમીથી હત્યા કરી નાખી હતી અને તેના મૃતદેહને ગામના જ એક કૂવામાં ફેંકી દીધો હતો. દેશમાં એક તરફ આધુનિકતાના દાવો કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ ગ્રામીણ વિસ્તારોમાં શૌચાલય જેવા મૂળભૂત અધિકારો અને સુરક્ષાના અભાવે આવી નિર્દોષ દલિત દીકરીઓને પોતાના પ્રાણ ગુમાવવા પડે છે. આ ઘટનાએ ફરી એકવાર દલિતો પર થતા અત્યાચારો અને મહિલા સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

શૌચક્રિયા માટે ગયેલી યુવતી પર નરાધમોની ઘાત

પ્રાપ્ત વિગતો અનુસાર, 21 વર્ષીય દલિત યુવતી પોતાના ઘરની નજીક ખેતર વિસ્તારમાં શૌચક્રિયા માટે ગઈ હતી. આ સમયગાળા દરમિયાન પહેલેથી જ ઘાત લગાવીને બેઠેલા નરાધમોએ નિર્જન જગ્યાનો લાભ ઉઠાવીને યુવતીને આંતરી લીધી હતી. યુવતીએ પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હોવા છતાં, હવસખોરોએ તેના પર અત્યાચાર ગુજારી દુષ્કર્મ આચર્યું હતું. ઘટના બાદ યુવતી મોડે સુધી ઘરે પરત ન ફરતાં તેના પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. પરિવારે આસપાસના વિસ્તારમાં અને ખેતરોમાં શોધખોળ શરૂ કરી હતી.
શોધખોળ દરમિયાન પરિવારજનો અને ગ્રામજનોને ગામના જ એક ઊંડા કૂવામાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ દ્રશ્ય જોઈને સમગ્ર પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની જાણ તુરંત જ સ્થાનિક પોલીસને કરવામાં આવતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને કૂવામાંથી મૃતદેહ બહાર કાઢીને કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ ત્રણ યુવકોઓ મૂકબધિર દલિત યુવતી પર ગેંગરેપ કર્યો, પીડિતાએ ગળેફાંસો ખાધો

પોલીસ તપાસ બાદ મુખ્ય શંકાસ્પદની અટકાયત

બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને રાયચૂર પોલીસે ત્વરિત તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. સીન ઓફ ક્રાઈમ અને આસપાસના વિસ્તારમાંથી પુરાવા એકત્ર કરીને પોલીસે કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ કરી હતી અને તેમની અટકાયત કરી સઘન પૂછપરછ હાથ ધરી છે. આ મામલે માહિતી આપતાં એક સિનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, પોલીસે આ ઘટનામાં સામેલ મુખ્ય શંકાસ્પદ વ્યક્તિની પિછાણ કરી લીધી છે અને તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

પોલીસ હાલમાં તમામ પાસાઓ પર પૂછપરછ કરી રહી છે જેથી આખી ઘટનાનું સત્ય સામે આવી શકે. પ્રાથમિક તબક્કે આ એક વ્યક્તિ દ્વારા આચરાયેલું દુષ્કર્મ છે કે ગેંગરેપ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ ઘટનાની સંપૂર્ણ અને સ્પષ્ટ માહિતી સામે આવશે.

મહિલા સુરક્ષા અને સામાજિક માનસિકતા પર સવાલો

આ ઘટના માત્ર એક ગુનાહિત કિસ્સો નથી પરંતુ સામાજિક કલંક છે. આજે પણ દેશના અનેક ગ્રામીણ વિસ્તારોમાં વંચિત અને દલિત વર્ગની મહિલાઓ માટે શૌચાલય અને સુરક્ષાના સવાલો વિકટ બનેલા છે. શૌચક્રિયા જેવી નિત્યક્રમની બાબત માટે બહાર જતી વખતે મહિલાઓ આવી બર્બરતાનો ભોગ બને તે અત્યંત શરમજનક બાબત છે. જાતિવાદી માનસિકતા અને વિકૃતિના કારણે એક 21 વર્ષીય યુવતીની જિંદગી છીનવાઈ ગઈ છે.

હાલમાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે અને રિપોર્ટ આવ્યા બાદ કેસમાં વધુ કડક કલમો ઉમેરવામાં આવશે. પીડિત પરિવારે આરોપીઓ સામે કડકમાં કડક પગલાં ભરી તેમને ફાંસીની સજા આપવાની માંગ કરી છે.

આ પણ વાંચોઃ દલિત યુવતીની હત્યા કરી લાશ ઝાડ પર લટકાવી, ગેંગરેપની આશંકા

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Soma parmar
Soma parmar
1 month ago

Aa nradhamo jatankvadi o ne fanshi thavi oea

GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x