ડૉ.આંબેડકરનું અપમાન કરનારને દલિતોએ અર્ધનગ્ન ફેરવ્યો!

ડૉ. આંબેડકર અને દલિત સમાજ વિશે વિવાદાસ્પદ નિવેદનો કરી વીડિયો વાયરલ કરનાર શખ્સને દલિતોએ અર્ધનગ્ન હાલતમાં ગામમાં ફેરવ્યો.
dalit news

બિહારના સીવાન જિલ્લાના આંદર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા ઉજ્જૈન બંગરા ગામમાંથી તાજેતરમાં એક વિવાદાસ્પદ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં એક શખ્સને તેના ઘરમાંથી બહાર ખેંચીને અર્ધનગ્ન હાલતમાં શેરીઓમાં ફેરવવામાં આવી રહ્યો છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ શખ્સે ભારત રત્ન ડૉ. ભીમરાવ અંબેડકર અને સમગ્ર દલિત સમાજ વિશે અત્યંત આપત્તિજનક અને નીચ કક્ષાનું નિવેદન કર્યું હતું. બંધારણના શિલ્પી અને દેશના કરોડો લોકોની આસ્થાના પ્રતીક એવા બાબાસાહેબનું જાહેરમાં અપમાન કરવામાં આવતા સ્થાનિક યુવાનો અને સામાજિક તત્વોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો, જેનું પરિણામ આ કડક વિરોધ સ્વરૂપે સામે આવ્યું છે.

ડૉ.આંબેડકરનું અપમાન કરનાર સામે લોકો વિફર્યા

આ ઘટનાના મૂળમાં સંતોષ સિંહ નામના શખ્સની હલકી માનસિકતા જવાબદાર છે. સંતોષ સિંહે થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર લાઇવ આવીને બંધારણ ઘડવૈયા ડૉ. બી.આર. અંબેડકર અને દલિત સમાજ વિરુદ્ધ અત્યંત અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. જે દેશમાં બંધારણ દ્વારા નાગરિકોને સમાનતા અને સન્માનનો અધિકાર મળ્યો છે, તે જ બંધારણના ઘડવૈયા વિશે આવી નફરત ફેલાવતી વાતો કરવી એ કોઈ પણ સંજોગોમાં સહન કરી શકાય નહીં.

આ પણ વાંચો: આંતરજ્ઞાતિય લગ્ન કરનાર વકીલ દંપતીનો સામાજિક બહિષ્કાર કરાયો

જ્યારે કાયદાનું પાલન કરાવનારી પોલીસ અને તંત્ર આવી નફરત ફેલાવનારા તત્વો પર સમયસર સ્વયંભૂ કાર્યવાહી નથી કરતા, ત્યારે જનતામાં અસંતોષ ભડકે છે. જો સોશિયલ મીડિયા પર ઝેર ઓકનારાઓ સામે પોલીસે અગાઉ જ કડક કાનૂની પગલાં લીધા હોત તો કદાચ સ્થિતિ આટલી વણસી ન હોત.

લોકોએ ઘરમાંથી બહાર ખેંચીને બરાબરનો પાઠ ભણાવ્યો

બનાવના દિવસે સંતોષ સિંહ પોતાના ઘરમાં અંડરવેઅરમાં બેઠો હતો, ત્યારે જ ઉશ્કેરાયેલા યુવાનોનું ટોળું તેના ઘરે પહોંચી ગયું હતું. યુવકોએ તેને બળજબરીપૂર્વક ઘરની બહાર ખેંચી ધક્કા મારીને થપ્પડ મારતા મારતા રસ્તા પર લઈ ગયા. આ દરમિયાન રસ્તામાં લોકોએ તેની આકરી ઝાટકણી કાઢી હતી અને તેણે આચરેલા કાયરતાપૂર્ણ કૃત્ય માટે વિરોધ નોંધાવ્યો હતો.

વાયરલ વીડિયોમાં સંતોષ સિંહ ભીડ સામે ધ્રૂજતા અવાજે એવું કહેતો પણ સંભળાય છે કે, તે નશાની હાલતમાં હતો અને નશામાં તેનાથી બોલાઈ ગયું હતું. પરંતુ નશાનું બહાનું કાઢીને બાબાસાહેબકે દલિત સમાજનું અપમાન કરીને છટકી શકાતું નથી. કોઈ પણ વ્યક્તિ નશામાં હોય કે હોશમાં, પરંતુ સામાજિક સૌહાર્દ ડહોળવાનો અને મહાપુરુષો વિરુદ્ધ ઝેર ઓકવાનો અધિકાર કોઈની પાસે નથી. પોતાની જીભ પર મર્યાદા ન રાખનારા તત્વોએ એ સમજવું પડશે કે સમાજ દરેક હદ સહન નથી કરતો.

આ પણ વાંચો: ગાંધીનગરમાં રાઘવજી માધડ પોતાની સાહિત્યયાત્રા રજૂ કરશે

પોલીસે દલિત યુવકની ધરપકડ કરી

આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આંદર થાણા પોલીસ હરકતમાં આવી હતી. પોલીસ અધિકારીઓએ સ્વીકાર્યું કે તેમને આ ઘટના અંગે પહેલાથી કોઈ માહિતી નહોતી, જે સ્થાનિક ઇન્ટેલિજન્સ નેટવર્કની મોટી નિષ્ફળતા દર્શાવે છે. વીડિયો વાયરલ થયા બાદ સંતોષ સિંહે પોલીસ સ્ટેશનમાં જઈને અરજી આપી, જેના આધારે પોલીસે FIR દર્જ કરી છે.


આંદર પોલીસ સ્ટેશના ઈન્ચાર્જ સુનીલ કુમારે જણાવ્યું કે પોલીસે ગામમાં પહોંચીને તપાસ હાથ ધરી છે અને ઘટનામાં સામેલ 1 યુવકની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે અન્ય સામેલ લોકોની શોધખોળ માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: ‘ખુરશીમાં કેમ બેઠો?’ કહી વાળંદે મૂકબધિર દલિત યુવકને ઢોર માર માર્યો

વાણીની મર્યાદા અને કાયદાકીય પાઠ

આ ઘટના એવા લોકો માટે એક મોટો બોધપાઠ છે જેઓ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો ઉપયોગ દેશના મહાપુરુષો અને ચોક્કસ સમાજ વિરુદ્ધ ઝેરીલા વિચારો ફેલાવવા માટે કરે છે. જાહેર જીવનમાં કે સોશિયલ મીડિયા પર બોલતી વખતે પોતાની ભાષા અને વાણીમાં મર્યાદા રાખવી અત્યંત જરૂરી છે.

જો વહીવટીતંત્ર શરૂઆતમાં જ સામાજિક તણાવ ઊભો કરતા તત્વો સામે કડક પગલાં ન ભરે, તો લોકો આવેગમાં આવીને કાયદો હાથમાં લેવા મજબૂર બને છે. આવી સ્થિતિમાં માત્ર કાયદો હાથમાં લેનારા યુવકોનો જ વાંક કાઢવાને બદલે ઘટનાના મૂળ કારણ એવા નફરતી નિવેદનબાજો અને નિષ્ક્રિય પોલીસ તંત્રને પણ સમાન રીતે જવાબદાર ગણવા જોઈએ.

આ પણ વાંચો: ઔદ્યોગિક દુર્ઘટનાઓ અને મજૂરોના મોત ક્યારે અટકશે?

 

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
  • Add your answer
0
Would love your thoughts, please comment.x
()
x