દલિત મહિલાને ઘરે બોલાવી બંદૂક બતાવી ધર્મ પરિવર્તન કરાવાયું!

દલિત મહિલાને ઘરે બોલાવી આરોપીઓએ બંદૂક બતાવી ધર્મ પરિવર્તન કરી નિકાહ કરવાનું દબાણ કર્યું. પોલીસે આરોપી દંપતીની ધરપકડ કરી.
dali news

ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લાના મઝોલામાં એક અનુસૂચિત જાતિ (SC) ની મહિલાને દગાથી ઘરે બોલાવી, પિસ્તોલના નાળચે બળજબરીપૂર્વક તેનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું હોવાનો આક્ષેપ થયો છે. પીડિત મહિલાએ પોતાની આપવીતી સંભળાવતા જણાવ્યું કે તેને બંદૂકની નાળચે કલમા વાંચવાની ફરજ પાડવામાં આવી હતી, તેમજ ધર્મ પરિવર્તન કરી નિકાહ કરવા માટે ભારે દબાણ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, મહિલાને કેટલાય દિવસો સુધી બંધક બનાવીને શારીરિક-માનસિક રીતે પરેશાન પણ કરવામાં આવી હતી. પીડિતાની ફરિયાદના આધારે મઝોલા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મુખ્ય આરોપી સુલ્તાન સલાઉદ્દીન અને તેની પત્ની મેહનાઝ બેગમની ધરપકડ કરી જેલભેગા કરી દીધા છે.

વિશ્વાસનો ફાયદો ઉઠાવી ઘરમાં જ બંધક બનાવી

પીડિત મહિલાએ નોંધાવેલી એફઆઈઆર (FIR) મુજબ, મઝોલા વિસ્તારના પીર કા બજાર (જયંતીપુર)માં રહેતા સુલ્તાન સલાઉદ્દીન અને તેની પત્ની મેહનાઝ બેગમ સાથે પીડિતાના છેલ્લા 3 વર્ષથી ખૂબ જ સારા અને નજીકના કૌટુંબિક સંબંધો હતા. બંને પરિવારો એકબીજાના ઘરે આવતા-જતા હતા અને સાથે મળીને તહેવારો પણ ઉજવતા હતા.

આ પણ વાંચો: અમરેલીના જશવંતગઢમાં ડૉ. આંબેડકર કોલોનીનું ભવન જર્જરિત

પરંતુ આરોપી સુલ્તાન સલાઉદ્દીન આ દલિત મહિલા પર લાંબા સમયથી ખરાબ દાનત રાખતો હતો. ગત 6 ફેબ્રુઆરી 2026ના રોજ મેહનાઝ બેગમે મહિલાને વિશ્વાસમાં લઈને પોતાના ઘરે બોલાવી હતી. પીડિતા જ્યારે ત્યાં પહોંચી ત્યારે ઘરમાં પહેલાથી જ સુલ્તાન, એક મૌલવી અને અન્ય બે અજાણ્યા શખ્સો હાજર હતા. મહિલા ઘરમાં પ્રવેશતાની સાથે જ આરોપીઓએ તેને બળજબરીપૂર્વક બંધક બનાવી લીધી હતી.

આ પણ વાંચો: કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષ ગુટખા ખાઈને પક્ષના વાલ્મિકી નેતા પર થૂંક્યા

પિસ્તોલના નાળચે કલમા પઢાવ્યા અને દુષ્કર્મ ગુજાર્યું

મહિલાએ આક્ષેપ કર્યો છે કે લાયસન્સવાળી પિસ્તોલ બતાવીને તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી અને ત્યાં હાજર મૌલવી દ્વારા બળજબરીથી તેનું ધર્માંતરણ કરાવી કલમા પઢાવવામાં આવ્યા હતા. જ્યારે મહિલા પર નિકાહ કરવાનું દબાણ કરાયું, ત્યારે તેણે આ કૃત્યનો સખત વિરોધ કર્યો હતો. વિરોધ કરવા પર આરોપીઓએ તેને જાતિસૂચક શબ્દો કહીને અપમાનિત કરી, ગંદી ગાળો આપી હતી.

એસપી સિટી કુમાર રણવિજય સિંહે જણાવ્યું કે, આરોપી સુલ્તાન સલાઉદ્દીને સંબંધોનો ગેરફાયદો ઉઠાવી મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તેને ગેરકાયદેસર રીતે કેદ કરીને રાખી હતી. આરોપી સુલ્તાન રીઢો ગુનેગાર છે અને તેની સામે બદાયુમાં પણ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયેલો છે. હાલ પોલીસ આ ઘટનામાં સામેલ મૌલવી અને અન્ય બે અજાણ્યા આરોપીઓને પકડવા માટે સતત દરોડા પાડી રહી છે.

આ પણ વાંચો: અમરેલીના જશવંતગઢમાં ડૉ. આંબેડકર કોલોનીનું ભવન જર્જરિત

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x