બિહારની ચૂંટણીમાં આખરે બહેનજીની એન્ટ્રી થઈ ચૂકી છે. આજે એકબાજુ બિહારમાં પ્રથમ તબક્કાનું મતદાન યોજાયું હતું, તો બીજી તરફ અહીંના કૈમૂર જિલ્લાના ભભુઆમાં બીએસપી સુપ્રીમો માયાવતીએ પોતાના પક્ષના ઉમેદવારો માટે પ્રચાર કર્યો હતો. બિહાર વિધાનસભા ચૂંટણીમાં આ તેમની પહેલી સભા હતી. રેલીમાં હજારો લોકો કોઈપણ પ્રકારની લાલચ વિના માત્ર બીએસપી પ્રત્યેની પ્રતિબદ્ધાને કારણે ઉમટી પડ્યા હતા. સમગ્ર મેદાન “જય ભીમ,” “જય બસપા,” અને “જય માયાવતી” ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. સભાને પગલે વહીવટીતંત્રે શહેરમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો હતો. મેજિસ્ટ્રેટ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે મોટી પોલીસ ફોર્સ હાજર રહી હતી.
માયાવતીએ ભભુઆથી બસપા ઉમેદવારો વિકાસ સિંહ, મોહનિયાથી ઓમ પ્રકાશ દીવાના, રામગઢથી સતીશ ઉર્ફે પિન્ટુ યાદવ અને ચૈનપુરથી ધીરજ સિંહ માટે મત માંગ્યા હતા. રેલી દરમિયાન રોહતાસ જિલ્લાના ચેનારી ઉમેદવાર શ્વેતા કુમારી સહિત અનેક બસપા કાર્યકરો હાજર રહ્યા હતા.
બહુજન સમાજ માટે આ લોકોએ કશું નથી કર્યુઃ માયાવતી
જાહેર સભાને સંબોધતા બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું કે, દેશને આઝાદી મળ્યાને 70 વર્ષથી વધુ સમય થઈ ગયો છે, કોંગ્રેસ 60 વર્ષથી વધુ સમયથી શાસન કરી રહી છે. ત્યારબાદ ભાજપ અને એનડીએ સત્તામાં છે. જોકે, આ સરકારે પછાત, અતિ પછાત, આદિવાસી અને મુસ્લિમ લઘુમતી સમાજનો કોઈ વિકાસ થઈ શક્યો નથી. આ સમાજના લોકો હજુ પણ તે જ યુગમાં જીવવા માટે મજબૂર છે.
આ પણ વાંચો: OBC ને આકર્ષવા BSP એ બનાવ્યો પ્લાન, જાણો શું છે DMP ફોર્મ્યુલા?
અમારી શરતો પર સમર્થન આપીશું
માયાવતીએ જણાવ્યું હતું કે, જો ચૂંટણી પરિણામો પછી બસપા નોંધપાત્ર સંખ્યામાં બેઠકો જીતે છે, તો અમે અમારી શરતો પર નવી સરકારને સમર્થન આપીશું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પાર્ટીએ ઉચ્ચ જાતિના ઘણા સભ્યોને ટિકિટ આપી છે, અને તેમને હંમેશા બસપા સાથે રહેવાના વચન પર ટિકિટ આપી છે.
आज भभुआ (कैमूर) के हवाई अड्डा मैदान में बहन कु.@Mayawati जी की महासभा में उमड़ा नीला जनसैलाब।
जनता ने दिखाया,#बिहार बदलाव चाहता है और बसपा अब मज़बूत विकल्प बन चुकी है।बसपा सामाजिक न्याय,भाईचारा, सम्मान और विकास की राजनीति को आगे बढ़ाने का लिए दृढ़संकल्पित।#बिहार_में_बहनजी pic.twitter.com/V7HE8Mbjz6— BSP Bihar (@BSP4Bihar) November 6, 2025
બસપા સરકાર બનાવવાની અપીલ કરી
માયાવતીએ જણાવ્યું હતું કે જ્યારે તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે ગરીબ, અતિ પછાત, આદિવાસી અને લઘુમતી સમાજ માટે જબરદસ્ત કામ કર્યું હતું, જે આખો દેશ જાણે છે. તેથી, તેઓ બિહારના લોકોને અપીલ કરે છે કે કૈમૂરની ચારેય બેઠકો પર બસપા ઉમેદવારો માટે જંગી વિજય સુનિશ્ચિત કરે. બિહારમાં એક વાર બસપા સરકાર બનાવો જેથી બિહારનો પણ વિકાસ થઈ શકે.
૭૦ વર્ષ પછી પણ પછાત લોકોનો વિકાસ થયો નથી
માયાવતીએ કહ્યું કે આઝાદીના ૭૦ વર્ષ પછી પણ ગરીબ, અતિ પછાત, આદિવાસી અને લઘુમતી સમાજના લોકોનો વિકાસ થયો નથી. જો આવું જ ચાલતું રહ્યું, તો પછી ભલે તે મહાગઠબંધન હોય કે NDA, તેઓ તમારા મત લેશે પણ તમારો વિકાસ કરશે નહીં, તેઓ ફક્ત પોતાના વિકાસ માટે કામ કરશે. તેથી, આ વખતે જનતાએ પોતાનો વિચાર બદલવો જોઈએ અને બિહારમાં BSP સરકાર બનાવવી જોઈએ.
આ પણ વાંચો: BSP મહારેલીમાં સમર્થકોનું ઘોડાપૂર ઉમટ્યું, માયાવતીએ 1 કલાક સંબોધન કર્યું














Users Today : 277
Jay bhim