દલિત યુવતી પર ચાલતી કારમાં 5 યુવકોનો ગેંગરેપ

દલિત યુવતી સાથે સોશિયલ મીડિયામાં ઓળખાણ થયા બાદ મળવા બોલાવી નશીલો પદાર્થ પીવડાવી ચાલતી કારમાં દુષ્કર્મ આચર્યું.
Dalit girl gang raped in a moving car in Ujjain
Dalit minor kidnapped and gang-raped by 5 men

દલિત યુવતી પર બળાત્કારની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મૂળ ઇન્દોરની રહેવાસી અને છેલ્લા કેટલાક સમયથી પોતાના પરિવારથી અલગ રહેતી એક યુવતીની ઓળખાણ આશરે બે થી ત્રણ મહિના પહેલાં ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ઉજ્જૈનના જયસિંગપુરા વિસ્તારમાં રહેતા ચક્રેશ જૈન નામના શખ્સ સાથે થઈ હતી. બંને વચ્ચે સોશિયલ મીડિયા પર વાતચીત શરૂ થયા બાદ મુલાકાતોનો સિલસિલો શરૂ થયો હતો અને અગાઉ પણ તેઓ એક-બે વાર મળી ચૂક્યા હતા. આ ઓળખાણના આધારે સોમવારે સાંજે યુવતી ઇન્દોરથી બસમાં બેસીને ઉજ્જૈન આવી હતી.

યુવતીને નશીલો પદાર્થ પીવડાવી કારમાં બેસાડી

પીડિતાએ પોલીસ સમક્ષ આપેલી લેખિત ફરિયાદમાં જણાવ્યા મુજબ, સોમવારે રાત્રે તે ઇન્દોર-ઉજ્જૈન રોડ પર આવેલી મેઘદૂત હોટેલ પાસે બસમાંથી નીચે ઊતરી હતી. ત્યાં અગાઉથી નક્કી થયા મુજબ ચક્રેશ જૈન પોતાની કાર લઈને તેને લેવા આવ્યો હતો, જેની સાથે તેનો એક સાથીદાર પણ હાજર હતો. યુવતી કારમાં બેઠા બાદ આરોપીઓ તેને ઉજ્જૈનના વિવિધ વિસ્તારોમાં કારમાં ફેરવતા રહ્યા હતા. મુસાફરી દરમિયાન આરોપીઓએ યુવતીને કોફી પીવા માટે આપી હતી. પીડિતાનો આરોપ છે કે આ કોફીમાં કોઈ નશીલો પદાર્થ કે દવા ભેળવવામાં આવી હતી. કોફી પીધાના થોડા જ સમયમાં તેને ચક્કર આવવા લાગ્યા હતા અને તેની શારીરિક સ્થિતિ ઝડપથી બિગડવા લાગી હતી અને તે અર્ધબેભાન અવસ્થામાં સરકી ગઈ હતી.

કારમાં પાંચ લોકોએ દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ

ફરિયાદમાં કરાયેલા ગંભીર આક્ષેપો મુજબ, યુવતીની સ્થિતિ અર્ધબેભાન જેવી થઈ ગયા બાદ ચાલુ કારમાં જ અન્ય કેટલાક શખ્સો પણ આવીને બેસી ગયા હતા. પીડિતાનો દાવો છે કે કારમાં સવાર તમામ લોકોએ તેની સાથે વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાએ પોતાના કપડાં ફાડી નાખવાના અને ગુપ્ત ભાગોમાં પ્લાસ્ટિકની પાઇપ અથવા ડંડો નાખીને ઈજા પહોંચાડવાના પણ આરોપ લગાવ્યા છે. કૃત્ય આચર્યા બાદ આરોપીઓ અર્ધબેભાન હાલતમાં યુવતીને કારમાં જ ઇન્દોર તરફ લઈ ગયા હતા અને ત્યાં આવેલી અરબિંદો હોસ્પિટલની બહાર રોડ ઉપર છોડીને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

યુવતી ભાનમાં આવ્યા બાદ પોલીસ સ્ટેશન પહોંચી

ઘટના બાદ ભાનમાં આવ્યા પછી યુવતી મોડી રાત્રે આશરે 12 વાગ્યે ઇન્દોરથી ઉજ્જૈન પહોંચી હતી અને નાનખેડા પોલીસ સ્ટેશનમાં હાજર થઈને સમગ્ર ઘટનાક્રમ અંગે લેખિત ફરિયાદ દાખલ કરાવી હતી. આ મામલે પીડિતાનો એક વિડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં તે પોતાની સાથે બનેલી આપવીતી, કોફીમાં નશો આપવાની બાબત અને કારમાં થયેલા કૃત્ય વિશે માહિતી આપી રહી છે. પોલીસ દ્વારા ફરિયાદના આધારે ત્વરિત કાર્યવાહી કરીને પીડિતાનું સરકારી હોસ્પિટલમાં મેડિકલ પરીક્ષણ કરાવવામાં આવ્યું હતું અને કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

પોલીસે તપાસ હાથ ધરી

આ ઘટના અંગે ઉજ્જૈનના સીએસપી શ્વેતા ગુપ્તા અને નાનખેડા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, પીડિતાની ફરિયાદના આધારે ચક્રેશ જૈન અને તેના એક અન્ય સાથીદાર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની ગેંગરેપ અને અન્ય સંબંધિત ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. મેડિકલ રિપોર્ટ અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે, પ્રાથમિક શારીરિક પરીક્ષણમાં પીડિતાના ગુપ્ત ભાગો પર કોઈ ગંભીર બાહ્ય કે આંતરિક ઈજાના નિશાનો મળ્યા નથી. જોકે, પોલીસે સ્પષ્ટ કર્યું છે કે ઈજાના નિશાન ન મળવાનો અર્થ એવો નથી કે ઘટના બની નથી. પોલીસે પીડિતાના નિવેદનો, મેડિકલ તપાસના વિગતવાર રિપોર્ટ, ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ, કારમાં હાજર અન્ય લોકોની સંખ્યા અને કોલ ડિટેલ્સના આધારે તપાસ આગળ ધપાવી છે. હાલમાં આરોપીઓની શોધખોળ ચાલુ છે.

આ પણ વાંચોઃ 13 વર્ષની દલિત સગીરા પર 5 કિશોરોએ ગેંગરેપ ગુજાર્યો

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x