‘શરૂઆત પબ્લિકેશન’ એ અમદાવાદ બુક ફેરમાં ઈતિહાસ રચ્યો

શરૂઆત પબ્લિકેશનનો અમદાવાદ આંતરરાષ્ટ્રીય બુક ફેરમાં 700થી વધુ બુકસ્ટોર વચ્ચે બહુજન સમાજનો એકમાત્ર બૂક સ્ટોલ.
દલિત સમાચાર

શરૂઆત પબ્લિકેશન- આ નામથી હવે ગુજરાતમાં બહુજન સમાજની વાંચનમાં રસ ધરાવતી કોઈ વ્યક્તિ ભાગ્યે જ અજાણ હશે. આ પબ્લિકેશને અમદાવાદમાં ચાલી રહેલા પુસ્તક મેળામાં ઈતિહાસ રચી દીધો છે. અમદાવાદ ખાતે સાબરમતી રિવરફ્રન્ટ પર હાલમાં આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળો ચાલી રહ્યો છે, જેમાં દેશભરમાંથી વિવિધ નામાંકિત પ્રકાશનો અને અસંખ્ય બુકસ્ટોર્સે ભાગ લીધો છે. આ પુસ્તક મેળામાં અંદાજે 700 થી વધુ બુકસ્ટોર્સ ઉપસ્થિત છે, પરંતુ આ વિશાળ મેળાની ભીડ વચ્ચે એક એવો સ્ટોર છે જેણે સાચા અર્થમાં ઇતિહાસ રચી દીધો છે. અમદાવાદમાં અત્યાર સુધી જેટલા પણ આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળા યોજાયા છે, તેમાં ક્યારેય પણ બહુજન સમાજના વિચારો, ઇતિહાસ અને સાહિત્યને સમર્પિત કોઈ રાષ્ટ્રીય કે સ્થાનિક સ્તરના પબ્લિકેશનનો સ્ટોલ જોવા મળ્યો ન હતો. આ ઇતિહાસને બદલતા “શરૂઆત પબ્લિકેશન અને બુક સ્ટોર” પહેલું એવું બહુજન પબ્લિકેશન બન્યું છે, જેણે આંતરરાષ્ટ્રીય બુક ફેરમાં પોતાનો અધિકૃત સ્ટોલ સ્થાપિત કરીને એક નવો માઈલસ્ટોન સ્થાપિત કર્યો છે.

આ પણ વાંચોઃ લોકશાહી પરનું સંકટ ગુજરાતીઓ 30 વર્ષથી અનુભવે છેઃ ડૉ. લક્ષ્મણ યાદવ

આ પણ વાંચોઃ શરૂઆત પબ્લિકેશનના પાંચ પુસ્તકોનો વિમોચન કાર્યક્રમ યોજાયો

શરૂઆત પબ્લિકેશન અને બુકસ્ટોર્સ માત્ર એક દુકાન નથી, પરંતુ તે વંચિતો, શોષિતો, એસસી, એસટી અને ઓબીસી સમાજના હકો તથા વિચારોની સશક્ત અભિવ્યક્તિ છે. આ સ્ટોર ભારતના મહાન પ્રણેતાઓ અને મહાપુરુષો જેવા કે ડૉ. બાબાસાહેબ આંબેડકર, મહાત્મા ગૌતમ બુદ્ધ, મહાત્મા ફુલે, પેરિયાર ઈ.વી. રામાસ્વામી અને અન્ય બહુજન મહાપુરુષોના જીવન, દર્શન અને સાહિત્યને સમર્પિત છે. આ મેળામાં આવનાર પુસ્તક પ્રેમીઓ માટે ડૉ. બાબાસાહેબ આંબેડકરના અંગ્રેજી, ગુજરાતી તેમજ હિન્દી ભાષાના વિવિધ ગ્રંથો અને પુસ્તકો એક જ છત નીચે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. પરિવાર સાથે પધારતા વાચકો માટે આ સ્ટોર જ્ઞાન અને સમાનતાના પ્રસારનું મુખ્ય કેન્દ્ર બની રહ્યો છે. પુસ્તક મેળો આગામી 1 નવેમ્બર સુધી ખુલ્લો રહેવાનો છે, જ્યાં સાબરમતી રિવરફ્રન્ટ પર C 19 નંબરના સ્ટોલ પર (ઠાકોર હોલ પાછળ, અટલ બ્રિજ પાસે, પાલડી, અમદાવાદ) મુલાકાત લઈ શકાય છે તેમજ www.sharuaatbookstore.com વેબસાઇટ દ્વારા ઘરે બેઠા પણ પુસ્તકો મંગાવી શકાય છે.

આ પણ વાંચોઃ શરૂઆત બુકસ્ટોર : જ્ઞાન અને જાગૃતિનું એક અનોખું સ્થળ

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x