‘દૈનિક જાગરણ’ (Dainik Jagran)ના મુખ્ય સંપાદક સંજય ગુપ્તા(Sanjay Gupta)એ નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વિજયાદશમી કાર્યક્રમમાં આપેલું ઉપર મુજબનું નિવેદન ભારતીય હિન્દી પત્રકારત્વની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઊભા કરે છે. RSS ના 100 વર્ષના (શતાબ્દી વર્ષ) કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેલા સંજય ગુપ્તાએ ખુલ્લેઆમ એ વાત સ્વીકારી કે તેમનું ન્યૂઝ પેપર અને RSS એક જ વિચારધારાથી પ્રેરિત છે. સવાલ એ થાય છે કે જે મીડિયા હાઉસ ખુલ્લેઆમ કોઈ કટ્ટર મનુવાદી કે સાંપ્રદાયિક વિચારધારાનું સમર્થન કરતું હોય, તે દેશની જનતાને નિષ્પક્ષ અને તટસ્થ સમાચાર કેવી રીતે આપી શકે? આ કોઈ સામાન્ય નિવેદન નથી, પરંતુ ભારતીય લોકશાહીના ચોથા સ્તંભ ગણાતી પત્રકારિતાની વિશ્વસનિયતા અને નિષ્પક્ષતા પર સીધો ઘા છે.
વૈચારિક ગુલામી અને નિષ્પક્ષ પત્રકારત્વનો દંભ
લોકશાહીમાં અખબારનો મુખ્ય ઉદ્દેશ્ય સત્તા, સરકાર અને પ્રભાવશાળી સંગઠનોની નિષ્પક્ષ તપાસ કરવાનો અને સત્યને જનતા સમક્ષ ઉજાગર કરવાનો હોય છે. પરંતુ જ્યારે કોઈ મુખ્ય પ્રવાહનું અખબાર પોતાની ઓળખ માત્ર એક સ્વતંત્ર ન્યૂઝ પ્લેટફોર્મ તરીકે નહીં, પરંતુ કોઈ ચોક્કસ વૈચારિક સંગઠનના પ્રચારક તરીકે રજૂ કરે, ત્યારે પત્રકારિતાના મૂળ સિદ્ધાંતો દમ તોડી દે છે. સંજય ગુપ્તાએ પોતાના ભાષણમાં દૈનિક જાગરણના સંસ્કારોને સનાતન અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ સાથે જોડી દીધા. જ્યારે કોઈ મીડિયા આવી કટ્ટર માનસિકતા કે વિશેષ વિચારધારાથી પ્રભાવિત થઈ જાય, ત્યારે તેના સમાચારોમાં દલિતો, વંચિતો, લઘુમતીઓ અને સરકાર સામે સવાલ ઉઠાવતા વિરોધી સ્વરો વિરુદ્ધ પક્ષપાતી વલણ જોવા મળે તે સ્વાભાવિક છે.

આ પણ વાંચોઃ શું સોશિયલ મીડિયા ભારતમાં જાતિ ભેદભાવને પ્રોત્સાહન આપે છે?
जागरण के संजय गुप्ता स्पष्ट रूप से अपनी विचारधारा की बात कह रहे हैं,वह भी RSS के मंच से…
यानि कि दैनिक जागरण अखबार नहीं संघ का मुख्य पत्र है https://t.co/XXFnfCgxPq— yogeshh sharma.. (@yogeshsh2135) October 20, 2026
કઠુઆ કેસ અને 2017ના એક્ઝિટ પોલનો વિવાદાસ્પદ ઇતિહાસ
દૈનિક જાગરણની આ પક્ષપાતી અને શંકાસ્પદ ભૂમિકાનો ઇતિહાસ ખૂબ જૂનો છે અને તેના પુરાવા અગાઉ પણ સપાટી પર આવ્યા છે. વર્ષ 2018માં જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં 8 વર્ષની માસૂમ બાળકી પર થયેલા અત્યાચાર અને હત્યાના સંવેદનશીલ કેસમાં અખબારે જે પ્રકારનું વલણ અપનાવ્યું હતું તે અત્યંત શરમજનક હતું. ન્યૂઝ પેપરે પ્રથમ પાનાં પર એવો ભ્રામક દાવો કરતા સમાચાર છાપ્યા હતા કે બાળકી સાથે દુષ્કર્મ થયું જ નથી, જેણે સમગ્ર દેશમાં એક ખાસ આરોપી માનસિકતાને બચાવવાનો પ્રયાસ કર્યો હોવાની ગંધ આપી હતી.
આ ઉપરાંત, વર્ષ 2017ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી આચારસંહિતાનું ઉલ્લંઘન કરીને વેબસાઈટ પર એક્ઝિટ પોલ પ્રસારિત કરવાના મામલે ચૂંટણી પંચને કડક કાર્યવાહી કરવી પડી હતી અને એફઆઈઆર નોંધાવવી પડી હતી. આ તમામ ઘટનાઓ સાબિત કરે છે કે આ મીડિયા હાઉસ માટે પત્રકારત્વના નૈતિક નીતિનિયમો કરતાં પોતાનો વૈચારિક એજન્ડા વધુ મહત્વનો રહ્યો છે.
આ પણ વાંચોઃ 80 વર્ષ અગાઉ ડૉ.આંબેડકરે ભારતીય મીડિયા વિશે શું કહ્યું હતું?
‘दैनिक जागरण’ अख़बार के मालिक संजय गुप्ता की घोषणा बहुत ध्यान से सुने जाने योग्य है । संजय गुप्ता ने सामूहिक रूप से दैनिक जागरण की संपादकीय नीति को RSS के अनुरूप बताया है।
‘भारतीय मीडिया IT सेल का एक्सटेंशन है।’
मैं कहता हूँ तो मीडिया के साथी नाराज़ हो जाते हैं।संजय गुप्ता ने स्वयं सब कुछ साफ़ कर दिया। हिंदी का सबसे बड़ा अख़बार स्वयं को RSS के विचारों का अनुरागी बता रहा है। RSS का स्वयं सेवक, समर्थक बता रहा है।
RSS और संविधान साथ-साथ नहीं चल सकते।
ज़्यादातर अख़बार यही कर रहे हैं।
सवाल है, इनका स्पष्ट विरोध, बहिष्कार कब आरम्भ होगा? भारत के लोग अगर ‘दैनिक जागरण’ पढ़ते रहेंगे तो उनके संवैधानिक मूल्य कितने दिन शेष रहेंगे ! ‘दैनिक जागरण’ सबसे ज़्यादा लोकसभा सीटों को ‘कवर’ करने वाला अख़बार है । उत्तर प्रदेश से लेकर बिहार तक हिंदी पट्टी को सबसे ज़्यादा प्रभावित करने की क्षमता रखता है। संजय गुप्ता ने स्वीकार कर लिया । बाक़ी अख़बार अपनी संपादकीय नीति की घोषणा इस तरह करेंगे, यह मुश्किल हैं लेकिन उनकी नीति संजय गुप्ता से अलग नहीं है,हम सब यह जानते हैं ।— Dayashankar Mishra (@DayashankarMi) October 20, 2026
અખિલેશ યાદવે જાગરણનો બહિષ્કાર કર્યો હતો
કોરોના કાળથી લઈને ઉત્તર પ્રદેશના બુલડોઝર મોડેલની એકપક્ષીય પ્રશંસા સુધી, જાગરણે હંમેશાં સત્તાધારી પક્ષ અને દમનકારી નીતિઓનું ખુલ્લેઆમ સમર્થન કર્યું છે. આ જ કારણ છે કે વર્ષ 2025માં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે આ અખબારના બહિષ્કારની સત્તાવાર અપીલ કરવી પડી હતી. જ્યારે 8.30 કરોડથી વધુ વાચકો સુધી પહોંચતું કોઈ પ્રભાવશાળી માધ્યમ પ્રજાને શુદ્ધ તથ્યો પીરસવાને બદલે ચોક્કસ વૈચારિક ગુલામીનું ઝેર ફેલાવે, ત્યારે દેશના નાગરિકો માટે લોકશાહી ખતરામાં મુકાઈ જાય છે.

જવાબદારી કોની?
આજે સમય આવી ગયો છે કે પત્રકારત્વને આવી કટ્ટર મનુવાદી અને પક્ષપાતી માનસિકતામાંથી મુક્ત કરાવવામાં આવે. જો કોઈ મીડિયા હાઉસ ખુદ કોઈ કટ્ટર સંગઠનની વિચારધારાનું ગુણગાન કરવા લાગે, તો સામાન્ય જનતાએ તેવા અખબારોની વિશ્વસનીયતા સામે સવાલ ઉઠાવવા જ પડશે. લોકશાહીમાં નાગરિકોનો માત્ર એ જ અધિકાર નથી કે તેઓ રાષ્ટ્ર પ્રત્યેના પોતાના કર્તવ્યો નિભાવે, પરંતુ શાસકો અને પ્રભાવશાળી સંગઠનોને સવાલ પૂછવા એ પણ પત્રકારિતા અને જનતાની સૌથી મોટી જવાબદારી છે. દૈનિક જાગરણે તેની વર્ષોની વિશ્વનિયતા ગુમાવી દીધી છે.
આ પણ વાંચોઃ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર વૈશ્વિક મીડિયાએ શું લખ્યું?











