દલિત સગીરાને ટોળાએ ‘જાદુગરણી’ કહી ઝાડ સાથે બાંધીને મારી

દલિત સગીરાને ટોળાએ 'જાદુગરણી' માની ઝાડ સાથે બાંધીને નિર્દયતાથી માર માર્યો. સગીરા અધમરી થઈ જતા ખેતરમાં ફેંકી દીધી.
Dalit girl beaten by a mob

કથિત વિશ્વગુરુ આપણા દેશમાં એકબાજુ મહિલાઓના સન્માનની મસમોટી વાતો થાય છે, દીકરીઓને ભણાવવાની અને તેમના સશક્તિકરણની ડીંગો હાંકવામાં આવે છે, પરંતુ જમીની વાસ્તવિકતા તેનાથી સાવ જુદી છે. ટોળાશાહીમાં પરિવર્તિત થઈ રહેલા આપણા દેશમાં ગમે તે વ્યક્તિ કાયદો હાથમાં લઈને કોઈને પણ ડાકણ, ચૂડેલ કે ભૂત જાહેર કરીને તૂટી પડે છે. જેમાં નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ જાય છે.

આવી જ એક ઘટનામાં એક 16 વર્ષની દલિત સગીરાને ટોળાએ જાદુગરણી કહીને તેને ઝાડ સાથે બાંધીને ઢોર માર માર્યો હતો. ટોળાએ સગીરાને એટલી બધો માર માર્યો હતો કે તે અધમરી થઈ ગઈ હતી. એ પછી ટોળું તેને ખેતરમાં ફેંકીને જતું રહ્યું હતું.

મામલો બિહારના ખગડિયા જિલ્લાના ચૌથમ પોલીસ સ્ટેશનનો છે. અહીંના એક ગામમાં અંધશ્રદ્ધાની આડમાં ટોળાએ એક16 વર્ષની દલિત સગીરા પર ‘મૂરકટ્ટા’ એટલે કે વાળ કાપનારી જાદુગરણી હોવાનો પાયાવિહોણો આરોપ લગાવી તેને તાલિબાની સજા કરી હતી. આ બર્બરતાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર પંથકમાં ભારે રોષ અને તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક તંત્ર અને પોલીસ પર હવે આ મામલે કડક કાર્યવાહી કરવાનું ભારે દબાણ જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો: અયોધ્યામાં મહાયજ્ઞમાં ભીષણ આગ લાગી, 1251 હવન કુંડ બળીને ખાખ

અંધવિશ્વાસ અને ભીડની ક્રૂરતા

સમગ્ર મામલો અંધવિશ્વાસ અને સામાજિક પછાતપણા સાથે જોડાયેલો હોવાનું જણાય છે. ઘટનાની વિગત એવી છે કે ગામના કેટલાક અસામાજિક તત્વોએ સગીરા પર જાદુ-ટોણા કરવાનો ખોટો આરોપ મૂકી તેને પકડી લીધી હતી. ટોળાએ કાયદો હાથમાં લઈને સગીરાને દોરડા વડે એક ઝાડ સાથે બાંધી દીધી હતી. ત્યારબાદ ઉશ્કેરાયેલા લોકોએ લાકડીઓ અને દંડા વડે તેને નિર્દયતાથી માર માર્યો હતો. સગીરા સતત દયાની ભીખ માંગતી રહી પરંતુ લોહી તરસ્યા બનેલા ટોળા પર તેની કોઈ અસર થઈ નહોતી. જ્યારે સગીરા માર સહન ન કરી શકતા બેભાન થઈ ગઈ, ત્યારે આરોપીઓ તેને મરેલી સમજીને નજીકના મકાઈના ખેતરમાં ફેંકીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

સગીરાની માસીના ઘેર ઘટના બની

પીડિતાના પિતા જેઓ મૂળ માનસી પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી છે, તેમણે જણાવ્યું કે તેમની પુત્રી 20 એપ્રિલના રોજ તેના માસાના ઘરે ગઈ હતી. આ મુલાકાત દરમિયાન જ તેના પર આ જઘન્ય હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા પરિવારે 22 એપ્રિલના રોજ ચૌથમ પોલીસ મથકે પહોંચી ન્યાયની માંગ કરી હતી અને લેખિત ફરિયાદ નોંધાવી હતી. પીડિત પરિવાર હાલમાં અત્યંત ભયભીત છે અને તમામ આરોપીઓની વહેલી તકે ધરપકડ કરીને તેમને આકરી સજા ફટકારવાની માંગ કરી રહ્યો છે. આ ઘટનાએ ગ્રામીણ વિસ્તારોમાં ફેલાયેલા જડ અંધવિશ્વાસની વરવી વાસ્તવિકતા ફરી એકવાર સામે લાવી છે.

આ પણ વાંચો: રાજામૌલીના પિતા અને ભાજપ સાંસદ વિજયેન્દ્ર પ્રસાદે ડો.આંબેડકરનું અપમાન કર્યું

પોલીસ પર ત્વરીત કાર્યવાહીનું દબાણ

પોલીસે મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ચૌથમ પોલીસ સ્ટેશનમાં કાંડ સંખ્યા 135/26 હેઠળ પ્રાથમિક ગુનો (FIR) નોંધી લીધો છે. પોલીસ સ્ટેશનના અધિકારી અજીત કુમારે સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે આ કેસમાં અડધા ડઝન જેટલા નામજોગ આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસની વિશેષ ટીમોની રચના કરવામાં આવી છે અને દોષિતોને પકડવા માટે સંભવિત ઠેકાણાઓ પર સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે. પોલીસે ગામલોકોને ખાતરી આપી છે કે કોઈપણ ગુનેગારને છોડવામાં આવશે નહીં અને પુરાવા તરીકે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોનો પણ ઉપયોગ કરવામાં આવશે.

આ પણ વાંચો: “તમેય લગ્નમાં કંકોતરી છપાવવા માંડ્યા?” કહી દલિત યુવકને ફટકાર્યો

મુખ્ય આરોપી હજુ પણ ફરાર

ઘટનાના ઘણા દિવસો વીતી ગયા હોવા છતાં મુખ્ય આરોપીઓની ધરપકડ ન થવાને કારણે સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોએ લોકોના ગુસ્સામાં વધારો કર્યો છે, જેમાં સગીરાની લાચારી અને હુમલાખોરોની બર્બરતા સ્પષ્ટપણે જોઈ શકાય છે. નાગરિક સમાજ અને માનવાધિકાર સંગઠનોએ પણ ખગડિયા પ્રશાસન પાસે આ મામલે ત્વરિત અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.

આ ઘટનાએ સાબિત કર્યું છે કે આજના ડિજિટલ યુગમાં પણ અંધવિશ્વાસના નામે થતી હિંસા અટકી નથી, જે કાયદો અને વ્યવસ્થા માટે મોટો પડકાર છે. પોલીસ હાલ આ મામલે ફરાર આરોપીઓને પકડવા માટે ટેકનિકલ સર્વેલન્સની પણ મદદ લઈ રહી છે.

આ પણ વાંચો: સરકારી શાળામાં ‘ભટકતી આત્મા’ની શાંતિ માટે શિક્ષકોએ ‘ભૂત મંદિર’ બનાવ્યું

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x