NEET-UG 2024 પેપર લીકમાં મુખ્ય આરોપીને CBIએ નિર્દોષ છોડ્યો!

NEET-UG 2024 પેપર લીક કેસમાં CBI એ મુખ્ય આરોપી સંજીવ મુખિયાને ક્લિન આપી. સીબીઆઈએ કહ્યું, કોઈ પુરાવા ન મળ્યાં.
NEET-UG 2024 paper leak

NEET-UG 2024 પેપર લીક કેસમાં CBI એ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એજન્સીએ કોર્ટમાં કહ્યું છે કે કેસની શરૂઆતમાં આરોપી બનાવવામાં આવેલા સંજીવ કુમાર ઉર્ફે સંજીવ મુખિયાનો આ કેસમાં કોઈ હાથ નહોતો. સીબીઆઈ અધિકારીનું માનીએ તો 2 વર્ષની તપાસમાં એવો કોઈ પુરાવો નથી મળ્યો જેનાથી સાબિત થાય કે મુખિયાએ પેપર ચોરી કર્યું કે તેને આગળ વેચ્યું. આ કેસમાં સંજીવ કુમારને ઘણાં સમય પહેલાં જ જામીન મળી ચૂક્યા છે.

5 મે 2024 ના રોજ NEET UG 2024 ના પેપર લીકના સમાચારના લીધે લગભગ 24 લાખ વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા હતા. પેપર લીકના સમાચારથી આખા દેશમાં હડકંપ મચી ગયો હતો. NEET UG પરીક્ષાનું આયોજન કરનારી સંસ્થા નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) સામે પણ બાળકો અને વાલીઓમાં ગુસ્સો હતો. બિહાર પોલીસે NEET-UG 2024 ના પ્રશ્નપત્રની ચોરીનો પત્તો લગાવ્યો અને કેસ નોંધ્યો.

આ પણ વાંચો: ઉના કાંડના 10 વર્ષે અમદાવાદમાં યોજાયેલી સભામાં શું નિર્ણય લેવાયો?

જ્યારે આ કેસની તપાસ શરૂ થઈ ત્યારે સંજીવ કુમાર ઉર્ફે સંજીવ મુખિયાનું નામ પેપર લીકના માસ્ટરમાઈન્ડ તરીકે રજૂ કરવામાં આવ્યું અને બિહાર પોલીસે સંજીવને કેસમાં આરોપી બનાવતા FIR નોંધી. નામ સામે આવ્યા પછી સંજીવ મુખિયા ફરાર રહ્યા. પાછળથી બિહાર પોલીસે તેમની ધરપકડ કરી લીધી.

પાછળથી આ આખો કેસ CBI ને સોંપી દેવામાં આવ્યો. તપાસ દરમિયાન CBI એ પેપર ચોરી કરવામાં અને તેને આગળ વેચવામાં સામેલ આરોપીઓની ઓળખ શરૂ કરી. CBI એ પટનાની એક અદાલતમાં 45 લોકો સામે કેટલીક ચાર્જશીટ જમા કરાવતા તપાસ આગળ ચાલુ રાખી.

આ પણ વાંચો: આદિવાસીઓએ મોંમાં ઘાસ રાખી ભાજપ નેતા સામે વિરોધ પ્રદર્શન કર્યું

હવે લગભગ બે વર્ષ પછી CBI પ્રવક્તાનું આ કેસમાં નિવેદન આવ્યું છે. તેમનું કહેવું છે કે પોતાની તપાસ દરમિયાન ‘CBI ને 2024 માં ચોરી થયેલા NEET-UG પ્રશ્નપત્રને લીક કરવા કે વેચવામાં સંજીવ કુમાર ઉર્ફે સંજીવ મુખિયાની ભાગીદારી સાબિત કરનારો કોઈ પુરાવો નથી મળ્યો.’ તપાસ પછી એજન્સી આ વાતથી સંતુષ્ટ છે કે આખી કાવતરાખોરી અને તેમાં સામેલ વ્યક્તિઓની ઓળખ કરી લેવામાં આવી છે. CBI ના નિવેદન મુજબ તપાસમાં સંજીવ મુખિયાની ભાગીદારીનો કોઈ પુરાવો નથી મળ્યો.

સીબીઆઈનું કહેવું છે કે પુરાવા ન હોવાના કારણે એજન્સીએ તેમની સામે ચાર્જશીટ દાખલ નથી કરી. ચાર્જશીટ ન હોવાના કારણે સંજીવ મુખિયાને NEET-UG 2024 કેસમાં પહેલાં જ જામીન મળી ચૂક્યા છે.

આ પણ વાંચો: 7 વર્ષની દલિત બાળકી પર શિક્ષકે રેપ કર્યો, પોલીસે SC-ST એક્ટ ન લગાડ્યો

અન્ય કેસોના કારણે જેલમાં રહ્યો સંજીવ મુખિયા

CBI એ જણાવ્યું કે NEET-UG 2024 કેસમાં જામીન મળવા છતાં સંજીવ મુખિયા જેલમાં જ રહ્યો હતો. તેનું કારણ એ હતું કે તેઓ બિહાર પોલીસના કેટલાક અન્ય કેસોમાં પણ આરોપી હતા. CBI ના નિવેદનમાં કહેવામાં આવ્યું, “અમે NEET-UG 2024 પેપર ચોરી કેસની ઊંડી તપાસ કરી. તેમાં સામેલ તમામ લોકોની ઓળખ કરવામાં આવી અને તેની ખાતરી કરવામાં આવી કે કોઈ પણ કાયદાની પકડથી બચી ન શકે.”

સીબીઆઈ NEET UG 2024 ની સાથે આ જ વર્ષે ફરીથી થયેલા NEET-UG 2026 પેપર લીક કેસની પણ તપાસ કરી રહી છે. દેશભરમાં આને લઈને કેટલાક પ્રદર્શનો થઈ રહ્યા છે. જંતર-મંતર પર હજારો લોકો ધરણા આપીને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છે. આ નિર્ણયથી આંદોલનકારીઓ પર ચોક્કસ અસર પડશે.

આ પણ વાંચો: વેપારી પિતા-પુત્રે દલિત યુવકને ઢોર માર મારતા હોસ્પિટલમાં મોત

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x