કોડીનારમાં ભીમસેના દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

Dalit News: કોડીનારમાં 6ઠ્ઠી ડિસેમ્બરના રોજ ભીમસેના દ્વારા અનુસૂચિત જાતિ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો.
Kodinar news

Dalit News કોડીનારમાં 6ઠ્ઠી ડિસેમ્બરના રોજ ભીમસેના(Bhim Sena) દ્વારા અનુસૂચિત જાતિ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન(sc brilliant students) કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં એસસી સમાજના આગેવાનો, વિદ્યાર્થીઓ અને આગેવાનોએ ઉપસ્થિત રહીને સમાજના વિદ્યાર્થીઓનું સન્માન કર્યું હતું.

Kodinar news

ભીમસેના કોડીનાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં કોડીનાર તાલુકાના એસસી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓની સાથે કોઈપણ ક્ષેત્રમાં ખાસ સેવા પ્રદાન કરી હોય તેવા વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: સાહિલ પરમારના કાવ્યસંગ્રહ ‘તળ ભાતીગળ’નો વિમોચન કાર્યક્રમ યોજાયો

Kodinar news

આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ગુજરાતના શિક્ષણ તથા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ.પ્રદ્યુમન વાજા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું ઉદ્ઘાટન પૂર્વ સંસદીય સચિવ જેઠાભાઈ સોલંકી અને કોડીનારના પૂર્વ ધારાસભ્ય મોહનભાઈ વાળાએ કહ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે પ્રોફેસર ડો. સુનિલ જાદવ અને વેરાવળ મહિલા કૉલેજના પ્રોફેસર ડો.પુષ્પાબેન વાઢેળ ઉપસ્થિત રહ્યા હતા.

Kodinar news

આ કાર્યક્રમમાં એનએસયુઆઈ ગુજરાતના પ્રમુખ નરેન્દ્ર સોલંકી, ગીર સોમનાથ જિલ્લા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અરસીભાઈ ચાવડા, ગુજરાત એસસી ઉત્કર્ષ મંડળના પ્રમુખ ડી.ડી. મકવાણા, પ્રો. પી.પી. રાઠોડ, સુત્રાપાડાના ટીપીઈઓ પ્રતાપભાઈ રાઠોડ અને સામાજિક અગ્રણી ભરતભાઈ સોસા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોડીનાર પંથકના અનુસૂચિત જાતિ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદમાં ‘આધુનિકતા અને બૌદ્ધ ધર્મ’ પર પરિસંવાદ યોજાયો

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x