છત્તીસગઢમાં નક્સલવાદીઓ સાથેની અથડામણમાં ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના દેવગાણા ગામના 30 વર્ષીય યુવાન મેહુલ નંદલાલ સોલંકીએ શહીદી વહોરી છે. છત્તીસગઢમાં નક્સલવાદીઓ સામે ચાલી રહેલા ઓપરેશન દરમિયાન મેહુલ સોલંકીને ગોળી વાગી હતી. તેઓ સીઆરપીએફમાં બ્લેક કોબ્રા કમાન્ડો તરીકે દેશસેવા કરી રહ્યા હતા.
છત્તીસગઢના બીજાપુર જિલ્લાના સરહદી વિસ્તારના સુકમામાં નક્સલવાદીઓ છૂપાયા હોવાની માહિતીના આધારે સીઆરપીએફની ટીમ પહોંચતા નક્સલવાદીઓએ અચાનક જ ગોળીબાર શરૂ કર્યો હતો. સીઆરપીએફ અને નક્સલીઓ વચ્ચે અથડામણ દરમિયાન સીઆરપીએફની બ્લેક કોબ્રા કમાન્ડોની ટીમના જવાન મેહુલ નંદલાલ સોલંકી (ઉ.વ.આ.૩૩)ને ગોળી વાગી જતાં ગંભીર રીતે ઘાયલ થતાં વીરગતિ પામ્યા હતા.
આ પણ વાંચો: ઉઘાડા પગે સ્કૂલે જતો દલિત બાળક ગામનો પહેલો 10મું પાસ વિદ્યાર્થી બન્યો
ઉલેલેખનીય છે કે, સિહોરના દેવગાણાના વતની અને અપરણિત જવાન મેહુલભાઈ છેલ્લાં 10 વર્ષથી સૈન્યમાં જોડાયેલાં હતા. શહીદ જવાનની વીરગતિની જાણ દેવગાણા સ્થિત તેમના પરિવારને થતાં સમગ્ર સોલંકી પરિવાર પર આભ તૂટી પડયું હતું. જયારે ગામમાં પણ શોક છવાઈ ગયો હતો.
શહીદના પાર્થિવદેહને આજે ચંદીગઢથી પ્લેન મારફતે અમદાવાદ લવાશે. ત્યાંથી સાંજના સમયે બાયરોડ તેમના વતન દેવગાણા લાવી સૈન્ય સન્માન સાથે અંતિમવિધ કરવામાં આવશે. દરમિયાનમાં બ્લેક કોબ્રા કમાન્ડો શહીદ થયાના વાયુવેગે સમાચાર પ્રસરતા દલિત સમાજના આગેવાનો, યુવાનો સહિતનાઓ મોટી સંખ્યામાં દેવગાણા દોડી ગયા હતા. અને પરિવારને સાંત્વના આપી હતી. વીર શહીદની અંતિમયાત્રામાં વિશાળ સંખ્યામાં રાજકીય-સામાજિક આગેવાનો, યુવાઓ અને ગ્રામજનો જોડાશે.
આ પણ વાંચો: પોલીસે દલિત મહિલાઓને શેરીમાં દોડાવીને માર માર્યો











Users Today : 1660
Jay Hind, Vande Mataram
કોટી કોટી વંદન શહીદ વીર જવાન નેં,
પરંતુ હવે પછી ના પરિવાર ને મળતા લાભો માટે જાતિવાદ નો સામનો કરવો પડે નહીં તો તંત્ર અને સરકાર નો ખૂબ ખૂબ આભાર…