કાજલ મહેરિયાએ લગ્ન અંગે કહ્યું, ‘હું દોઢ વર્ષથી રિલેશનમાં હતી’

ગાયિકા કાજલ મહેરિયાએ અલ્પેશ ઠાકોર સાથેના પ્રેમલગ્ન અંગે મૌન તોડી સુરક્ષાની માંગ કરી છે, બીજી તરફ તેની માતાએ સાસરી પક્ષ પર પૈસા માટે ગેમ રમવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.
Kajal Mehariya alpesh thakor

ગુજરાતની જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયાના અંગત જીવનમાં સર્જાયેલો વંટોળ હવે સામાજિક અને કાયદાકીય જંગમાં ફેરવાઈ ગયો છે. વિસનગરના ગોઠવા ગામની વતની અને ‘મળ્યાં માના આશીર્વાદ’ ફેમ સિંગરે પરિવારની મરજી વિરુદ્ધ આંતરજ્ઞાતિય લગ્ન કરી લેતા ઉત્તર ગુજરાતના રાજકારણ અને સામાજિક ગલિયારામાં ગરમાવો આવી ગયો છે. 21 એપ્રિલના રોજ કાજલે એક વીડિયો સંદેશ જાહેર કરીને તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકવાની સાથે પરિવાર સામે ગંભીર આક્ષેપો કર્યા છે.

‘મારી મરજીથી બંધારણ મુજબ લગ્ન કર્યા છે’

કાજલ મહેરિયાએ સોશિયલ મીડિયા પર જાહેર કરેલા વીડિયોમાં જણાવ્યું હતું કે, “મેં ગત 10 ઓક્ટોબર, 2025ના રોજ અલ્પેશ ઠાકોર સાથે મારી મરજીથી અને પૂરી સ્વસ્થ અવસ્થામાં લગ્ન કર્યા છે.” તેણે વધુમાં ઉમેર્યું કે તે અલ્પેશ સાથે છેલ્લા દોઢ વર્ષથી પ્રેમ સંબંધમાં હતી અને આ અંગે તેણે પોતાના પરિવારને જાણ પણ કરી હતી. જોકે, પરિવારે આ સંબંધનો અસ્વીકાર કર્યો હતો, જેના કારણે તેણે પોતે જ પોતાની જિંદગીનો મહત્વનો નિર્ણય લેવો પડ્યો હતો. કાજલે સ્પષ્ટ કર્યું કે તે સનાતની છે અને તેણે કોઈ ધર્મ પરિવર્તન કર્યું નથી. તેણે સાસરી પક્ષે જઈને ધમકી આપનારાઓ અને સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં હિંદુ યુવતી-મુસ્લિમ યુવકના લગ્ન મુદ્દે VHP-બજરંગદળે ધમાલ મચાવી

માતાના આક્ષેપો: ‘છોકરાનો પરિવાર ગેમ રમી રહ્યો છે’

બીજી તરફ, કાજલની માતા શારદાબેન મહેરિયાએ એક ભાવુક વીડિયો જાહેર કરીને દીકરીના સાસરી પક્ષ એટલે કે અલ્પેશ ઠાકોરના પરિવાર પર પ્રહારો કર્યા છે. શારદાબેને આક્ષેપ કર્યો છે કે, “છોકરાનો પરિવાર માત્ર પૈસા મેળવવા માટે આ બધી રમત રમી રહ્યો છે. અમને અમારી દીકરી સોંપી દેવામાં આવે તેવી વિનંતી કરવા છતાં અમને ઉશ્કેરીને કાઢી મૂકવામાં આવ્યા હતા.” તેમણે દલિત સમાજ અને અઢારે આલમના આગેવાનોને આ વિવાદમાં મધ્યસ્થી કરીને દીકરીને પરત લાવવા અથવા ન્યાય અપાવવા માટે નમ્ર વિનંતી કરી છે.

લગ્નનો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો

આ મામલે છેલ્લા ત્રણ દિવસનો ઘટનાક્રમ અત્યંત નાટ્યાત્મક રહ્યો છે. 21 એપ્રિલે કાજલ મહેરિયાએ વીડિયો જાહેર કરી સુરક્ષાની માંગ કરી અને લગ્નની પુષ્ટિ કરી હતી. 20 એપ્રિલે અડાલજ પોલીસ સ્ટેશનમાં કાજલના લગ્નનું સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં 10 ઓક્ટોબર, 2025ના રોજ લગ્ન થયા હોવાની સત્તાવાર નોંધ છે. 19 એપ્રિલે કાજલના પિયર પક્ષ અને સમાજના અંદાજે 70 જેટલા લોકો ગાડીઓના કાફલા સાથે ગાંધીનગરના શેરથા ગામે કાજલની સાસરીમાં પહોંચ્યા હતા. સાસરી પક્ષે પોલીસ બોલાવતા મામલો અડાલજ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. 18 એપ્રિલે કાજલના ભાઈ સંદીપ મહેરિયાએ સોશિયલ મીડિયા પોસ્ટ કરી સમાજ પાસે મદદ માંગી હતી,

આ પણ વાંચો: ‘તમારો વરઘોડો રોકે તો અમને કંકોતરી આપજો, ધામધૂમથી લગ્ન કરાવીશું’

જેની સાથે જ આ વિવાદ જાહેરમાં આવ્યો હતો.

અડાલજ પોલીસ મથકના પી.આઈ. એસ.જી. દેસાઈના જણાવ્યા અનુસાર, કાજલે મેરેજ સર્ટિફિકેટ રજૂ કરી દીધું હોવાથી અને બંને પક્ષો પુખ્ત વયના હોવાથી હાલમાં કોઈ ગુનો નોંધાયો નથી. આ વિવાદ વચ્ચે પણ કાજલની વ્યાવસાયિક વ્યસ્તતા યથાવત છે. ચાર દિવસ બાદ મહેસાણાના વિજાપુર ખાતે તેનો પ્રોગ્રામ યોજાનાર છે અને મે માસમાં તે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની છે. જો કે, આ ઘટનાએ ફરી એકવાર સમાજના દંભ અને બેવડા ધોરણોને ખૂલ્લાં પાડી દીધાં છે.

આ પણ વાંચો: લોકગાયિકા કાજલ મહેરિયાના પ્રેમલગ્ન બાદ હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
K.K.Jadav shaheb
K.K.Jadav shaheb
3 months ago

દીકરીઓ અને દિકરાઓએ પોતાના માબાપ અને પરિવારની ઇજ્જતને કલંક લાગે તેવું ઉપરવટ જઈને ‘ આપેલી આઝાદી ‘ નો ગેરફાયદો ના ઉઠાવવો જોઈએ.
માબાપે પણ દીકરી દીકરાની ઉંમરને પાંખો આવે તે પહેલાં ઉડી જાય તે ધ્યાનમાં રાખી લગ્નના બંધનની તૈયારીઓ કરવા માંડવી જોઈએ.કારણ કે કુદરત-પ્રકૃતિ પોતાનો સ્વભાવ છોડતી નથી. પેટની ભૂખ અને શરીર ભૂખ પ્રકૃતિનો ગુણ છે એટલે તે એકાંત મળતાં ખોટુ કરતાં રોકી શકતી નથી.

GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
  • આરોપો પાયાવિહોણા છે. GPSC ની કામગીરી પારદર્શક અને નિયમાનુસાર થઈ રહી છે. 0%, 0 votes
    0 votes
    0 votes - 0% of all votes
  • ગંભીરતાથી તપાસ થવી જોઈએ. વિદ્યાર્થીઓ કે વિવિધ વર્ગો દ્વારા ઊભા કરાયેલા પ્રશ્નોની નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે. 0%, 0 votes
    0 votes
    0 votes - 0% of all votes
  • સુધારાની જરૂર છે. ભરતી પ્રક્રિયામાં વધુ સમાનતા અને પારદર્શિતા લાવવાની જરૂર છે. 0%, 0 votes
    0 votes
    0 votes - 0% of all votes
  • કંઈ કહી શકાય નહીં 0%, 0 votes
    0 votes
    0 votes - 0% of all votes
Total Votes: 0
August 10, 2026 - August 31, 2026
Voting is closed
1
0
Would love your thoughts, please comment.x
()
x