દલિત મહિલાને શેઠાણી-દીકરીઓએ ખુરશી સાથે બાંધી માર માર્યો!

દલિત મહિલાને ચોરીની આશંકામાં શેઠાણી અને તેમની દીકરીઓએ મળી ખુરશી સાથે બાંધી ચપ્પલ અને ડંડા માર માર્યો. વીડિયો વાયરલ થતા ફરિયાદ.
hardoi dalit domestic help assault viral video

દલિત હોવું ભારત દેશમાં કેટલું દોહ્યલું બનતું જઈ રહ્યું તેનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઘટના યુપીના હરદોઈ જિલ્લાની છે. અહીંના ગ્રામ્ય પોલીસ સ્ટેશનની નેક્સરા કોલોનીમાં ચોરીની આશંકા માત્રથી ઘરકામ કરતી એક દલિત મહિલાને ઘરની મહિલાઓએ મળીને ખુરશી સાથે બાંધી ચપ્પલ, થપ્પડ અને ડંડા વડે ઢોર માર માર્યો હતો.

આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં એક મહિલા લાકડી વડે દલિત મહિલાનું ગળું દબાવતી પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે. ક્રૂરતાનો આ વીડિયો વાયરલ થતાં જ વહીવટીતંત્રમાં દોડધામ મચી ગઈ છે અને પોલીસે પાંચ આરોપીઓ સામે SC/ST એક્ટ અને BNS ની કલમો હેઠળ FIR નોંધી છે.

દાગીના ગાયબ થતા ચોરીની આશંકામાં હુમલો કર્યો

મળતી માહિતી મુજબ, આ આઘાતજનક ઘટના 30 સપ્ટેમ્બર 2026 ની સાંજે લગભગ 5 વાગ્યે બની હતી. મૂળ બેહટા ગોકુલ વિસ્તારના ઉમરનપુર બૌરા ગામની નિવાસી અને દલિત સમાજની 20 વર્ષની ઉપાસના છેલ્લા અઢી મહિનાથી આકાંક્ષા સિંહના ઘરમાં ઘરકામ કરતી હતી.

આ પણ વાંચો: પ્રવીણ ગઢવી સાહેબની પુણ્યતિથિએ બે સ્મરણ કાર્યક્રમો યોજાશે

ઘરમાંથી સોનાની ચેઈન અને અન્ય ઝવેરાત ગાયબ થઈ જતાં ઘરના લોકોને ઉપાસના પર શંકા ગઈ હતી. એ પછી કોઈપણ પુરાવા વગર આકાંક્ષા સિંહ અને તેના પરિવારની મહિલાઓએ ઉપાસનાને એક રૂમમાં બંધક બનાવી લીધી હતી. તેમણે તેને ખુરશી સાથે દોરડા અને દુપટ્ટા વડે બાંધી દીધી હતી અને ચોરીની બળજબરીથી કબૂલાત કરાવવા માટે તેના પર અત્યાચાર ગુજારવાનું શરૂ કર્યું હતું.

ચપ્પલ, થપ્પડ અને ડંડાથી ગળું દબાવવાનો વીડિયો વાયરલ

આ ઘટનાનો 1 ઓક્ટોબરથી સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો અત્યંત વિચરિત કરનારો છે. તેમાં કેટલીક મહિલાઓ અસહાય અને બાંધેલી હાલતમાં રહેલી દલિત યુવતીને ચપ્પલ અને થપ્પડથી મારી રહી છે. એટલું જ નહીં, એક મહિલા ડંડા વડે તેનું ગળું દબાવતી દેખાય છે, જ્યારે અન્ય લોકો તેને સતત ગાળો આપી રહ્યા છે.

પીડિતા ઉપાસના આખી ઘટના દરમિયાન ચોરીના આરોપોને નકારતી રહી અને દયાની ભીખ માગતી રહી, પરંતુ માથાભારે મહિલાઓએ અને તેની દીકરીઓએ તેની એકેય વાત સાંભળી નહોતી. ચોરી કબૂલ કરાવવા માટે તેને તાલિબાની ઢબે સજા આપવામાં આવી હતી.

આ પણ વાંચો: ડૉ.આંબેડકરનો એ ઐતિહાસિક કેસ, જેણે 47 ગરીબોને ફાંસીથી બચાવ્યા

પોલીસે પાંચ લોકો સામે ગુનો નોંધ્યો

આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં જ હર્દોઈ પોલીસ અને સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું હતું. પીડિતાની લેખિત ફરિયાદના આધારે આકાંક્ષા સિંહ, તેના પતિ આશીષ સિંહ, દીપિકા, સોની અને વાણી સહિત 5 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

આ કેસમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો તેમજ એટ્રોસિટી એક્ટ (SC/ST Act) ની કલમો ઉમેરવામાં આવી છે. પોલીસે પીડિતાનું મેડિકલ પરીક્ષણ કરાવ્યું છે.

આ પણ વાંચો: દલિત યુવકે સવર્ણ યુવતી સાથે પ્રેમ લગ્ન કરતા ઘર તોડી નાખ્યું

ધરપકડ માટે પોલીસની ટીમ તૈનાત

હર્દોઈ પોલીસના સત્તાવાર એકાઉન્ટ અને પોલીસ અધિકારી અજીત ચૌહાણે પુષ્ટિ કરી છે કે વીડિયો નેક્સરા કોલોનીનો જ છે અને કાનૂની કાર્યવાહી ઝડપથી ચાલી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમની રચના કરવામાં આવી છે અને સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.

આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી હજુ સુધી આરોપીઓની સત્તાવાર ધરપકડ થઈ શકી નથી, પરંતુ પોલીસે આશ્વાસન આપ્યું છે કે તમામ પુરાવાઓ અને વાયરલ વીડિયોના આધારે પીડિતાને સંપૂર્ણ ન્યાય અપાશે. આ ઘટનાએ ફરી એકવાર ઘરેલુ કામદારોના રક્ષણ અને સમાજમાં પ્રવર્તતા જાતિવાદી ભેદભાવ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.

આ પણ વાંચો: દલિત વિદ્યાર્થીને ‘તારે ક્યાં અનામતની જરૂર છે?’ કહેનાર HOD સામે કેસ

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x