ABVPએ મુસ્લિમ પ્રિન્સિપાલને રાજીનામું અપાવી કાર્યાલય ‘શુદ્ધ’ કર્યું

ABVP ના કાર્યકરોએ મુસ્લિમ નાયબ પ્રિન્લિપાલને બંધક બનાવી રાજીનામું આપવા મજબૂર કર્યા. ચેમ્બરમાં ગંગાજળ છાંટી 'શુદ્ધિકરણ' કરાયું.
kolkata college vice principal forced resignation

અંકુશ વિનાની રાજનીતિ અને ધાર્મિક કટ્ટરતાએ હવે દેશની પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થાઓને પણ પોતાના ભરડામાં લઈ લીધી છે. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં આવેલી ઐતિહાસિક સુરેન્દ્રનાથ કોલેજમાં એક આઘાતજનક ઘટના સામે આવી છે. 25 વર્ષથી અધ્યાપન ક્ષેત્રે કાર્યરત અને સપ્ટેમ્બર 2007 થી કોલેજના વાઈસ-પ્રિન્સિપલ તેમજ ટીચર-ઈન-ચાર્જ તરીકે ફરજ બજાવતા મુસ્લિમ પ્રોફેસર મોહમ્મદી તરન્નુમ સાથે વિદ્યાર્થીઓના એક જૂથે ગેરવર્તન કર્યું હતું. પોતાની ઓફિસમાં જ સતત 23 કલાક સુધી ઘેરાબંધી અને માનસિક યાતના સહન કર્યા બાદ તેમની પાસે બળજબરીથી રાજીનામા પર સહી કરાવવામાં આવી હતી.

એટલું જ નહીં, તેમના ગયા બાદ ABVP ના નેતૃત્વમાં વિદ્યાર્થીઓએ તેમની ઓફિસમાં અગરબત્તી સળગાવી અને ગંગાજળ છાંટીને ‘શુદ્ધિકરણ’ કર્યું હતું.

અટેન્ડન્સનો નિયમ પાળવો બન્યો ગુનો

આ આખા વિવાદના મૂળમાં કોલેજનો હાજરીને લગતો નિયમ છે. કાયદાના વિદ્યાર્થીઓને સેમેસ્ટર પરીક્ષામાં બેસવા માટે 65% અટેન્ડન્સ ફરજિયાત હોય છે. 29 સપ્ટેમ્બર થી 8મા સેમેસ્ટરની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે અને કેટલાક વિદ્યાર્થીઓની હાજરી પૂરતી નહોતી. વાઈસ-પ્રિન્સિપલ તરન્નુમે સ્પષ્ટ કર્યું કે સરકારી નિયમો મુજબ 65% થી ઓછી અટેન્ડન્સ વાળા વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.

આ પણ વાંચો: ગેસ પર બનેલી રોટલી ખાવાથી પુરુષોમાં દમ નથી રહ્યો’- દેવકીનંદનનો બફાટ

સરકારી કર્મચારી તરીકે નિયમોનું પાલન કરાવવું જ પ્રોફેસર તરન્નુમ માટે મોટો ગુનો બની ગયો. વિદ્યાર્થીઓના એક જૂથે બાકીના વિદ્યાર્થીઓને ક્લાસમાં જતા રોકવાનું શરૂ કર્યું અને અટેન્ડન્સનો નિયમ હટાવવાની માગ સાથે હંગામો મચાવ્યો હતો.

23 કલાક સુધી બંધક બનાવી ગાળો ભાંડી અપમાન કર્યું

વિદ્યાર્થીઓએ વાઈસ-પ્રિન્સિપલને તેમની જ ઓફિસમાં સતત 23 કલાક સુધી બંધક બનાવી રાખ્યા હતા. પ્રોફેસર તરન્નુમે પોતાના દર્દનાક અનુભવ વિશે જણાવતા કહ્યું કે, “મેં વિદ્યાર્થીઓના મોંઢેથી એટલી ગાળો અને જાતિ, ધર્મ તેમજ રાજકારણથી જોડાયેલી એટલી અશ્લીલ અને અપમાનજનક વાતો સાંભળી કે હું 2 દિવસ સુધી બીમાર રહી. તેમણે મારું માનસિક શોષણ કર્યું.” વિદ્યાર્થીઓએ પોતે જ રાજીનામાનો પત્ર તૈયાર કર્યો હતો અને તેમની પાસે સહી કરાવી લીધી હતી.

ત્યારબાદ જ્યારે પોલીસ સુરક્ષા વચ્ચે તેઓ બહાર નીકળ્યા, ત્યારે ABVP થી જોડાયેલા વિદ્યાર્થીઓએ તેમની ચેમ્બરમાં જઈ ગંગાજળ છાંટ્યું અને અગરબત્તીઓ જલાવીને ‘શુદ્ધિકરણ’ કરવાનો દાવો કર્યો. જોકે, આ આંદોલનમાં સામેલ 4th યરના વિદ્યાર્થી રજત અગરે દબાણના આરોપોને નકારી કાઢ્યા છે.

આ પણ વાંચો: અમરેલીના બરવાળા બાવીશીમાં દલિત યુવતીને જીવતી સળગાવવા પ્રયાસ

ઐતિહાસિક કોલેજમાં ભાજપ ધારાસભ્યની ભૂમિકા

1884 માં સ્થપાયેલી આ કોલેજ દેશની અતિ પ્રાચીન શિક્ષણ સંસ્થાઓમાંની એક છે, જેનું નામ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના નેતા સુરેન્દ્રનાથ બેનરજીના નામ પરથી રાખવામાં આવ્યું હતું. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ અને બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી ખાલિદા ઝિયા જેવા દિગ્ગજો આ કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓ રહી ચૂક્યા છે.

હાલમાં આ કોલેજની ગવર્નિંગ બોડીના અધ્યક્ષ ભાજપના વર્તમાન વિધાયક કૌસ્તવ બાગચી છે. ધારાસભ્યે રાજીનામું અમાન્ય હોવાનું કહેવાને બદલે વિદ્યાર્થીઓની ફરિયાદો ઉચ્ચ શિક્ષણ વિભાગને મોકલી આપી છે. 1 સપ્તાહ વીતી ગયા પછી પણ સત્તાવાર રીતે સ્પષ્ટ નહોતું થયું કે વાઈસ-પ્રિન્સિપલ પદ પર કોણ છે.

આ પણ વાંચો: ‘ખુરશીમાં કેમ બેઠો?’ કહી વાળંદે મૂકબધિર દલિત યુવકને ઢોર માર માર્યો

શિક્ષણનું કથળતું સ્તર અને તંત્રની નિષ્ફળતા

સુરેન્દ્રનાથ કોલેજમાં Law ડિપાર્ટમેન્ટમાં 916 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, પરંતુ તેમની પાસે પોતાની કોઈ અલગ ઓફિસ નથી. બીજા વર્ષના વિદ્યાર્થી અનુરાગ રોયે જણાવ્યું કે કોલેજમાં પ્રોફેસરો ક્લાસ લેવા આવતા નથી, જેના કારણે દૂરથી આવતા વિદ્યાર્થીઓને ભણ્યા વિના જ પરત ફરવું પડે છે.

બીજી તરફ, પશ્ચિમ બંગાળ કોલેજ એન્ડ યુનિવર્સિટી ટીચર્સ એસોસિએશનના સેક્રેટરી નિલાય કુમાર સાહાના જણાવ્યા મુજબ COVID-19 બાદ વિદ્યાર્થીઓમાં એડમિશન લીધા પછી ક્લાસ ભરવાને બદલે કામધંધો કે નોકરી કરવાનો ટ્રેન્ડ વધ્યો છે. આટલા અપમાન અને માનસિક ત્રાસ છતાં પ્રોફેસર તરન્નુમે ઉદારતા દાખવીને રવિવારના દિવસે પણ વધારાના ક્લાસનું આયોજન કર્યું છે જેથી વિદ્યાર્થીઓની 65% અટેન્ડન્સ પૂરી થઈ શકે અને તેમનું વર્ષ બગડે નહીં.

આ પણ વાંચો: મહિલાના શરીર પર માત્ર તેનો જ હક કેમ નહીં?

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x