જિગ્નેશ મેવાણીના મતવિસ્તારમાં જ પોલીસે તેમની ફરિયાદ ન નોંધી!

જિગ્નેશ મેવાણીના મત વિસ્તારમાં જ પોલીસે તેમની માતા અને બહેન વિરુદ્ધ અશોભનીય પોસ્ટ કરનાર ભાજપના નેતા વિરુદ્ધ ફરિયાદ ન નોંધી.
jignesh mevani

ગુજરાતમાં પોલીસ માત્ર ભાજપના નેતાઓ માટે જ કામ કરતી હોય તેવી સ્થિતિ પેદા થઈ રહી છે. વડગામના ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશ મેવાણીની બહેન અને માતા વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અત્યંત અશોભનીય અને અપમાનજનક પોસ્ટ કરનાર ભાજપના નેતા સામે ફરિયાદ નોંધાવવા ગયેલા કોંગ્રેસ કાર્યકરોને પોલીસ તરફથી ઠંડો પ્રતિસાદ મળ્યો છે. પોતાના જ વિસ્તારના પોલીસ મથકે ધારાસભ્ય અને તેમના સમર્થકોને કલાકો સુધી રાહ જોવડાવ્યા બાદ પણ પોલીસે ટેકનિકલ તપાસનું બહાનું ધરીને FIR નોંધવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. સત્તાધારી પક્ષના ઈશારે પોલીસ પક્ષપાતી વલણ અપનાવી રહી હોવાનો આક્ષેપ કરીને નારાજ કોંગ્રેસ કાર્યકરોએ વડગામ પોલીસને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે.

ભાજપ જિલ્લા પ્રભારી ધવલ દવે સામે ગંભીર આક્ષેપો

આ સમગ્ર વિવાદની શરૂઆત ભાજપના બનાસકાંઠા જિલ્લા પ્રભારી ધવલ દવે અને અન્ય ભાજપ કાર્યકરો દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી આપત્તિજનક પોસ્ટથી થઈ હતી. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો આક્ષેપ છે કે ભાજપના નેતાઓએ તેમની બહેન અને માતા વિરુદ્ધ અત્યંત નીચલા સ્તરની ભાષાનો ઉપયોગ કરીને સામાજિક રીતે અપમાનિત કરવાનો પ્રયાસ કર્યો છે.

આ પણ વાંચો: 14 ગૌરક્ષકોને સજા સંભળાવનાર મુસ્લિમ જજને ધમકી મળી, સુરક્ષા વધારાઈ

આ મામલે જિગ્નેશ મેવાણીએ પત્રકાર પરિષદ સંબોધીને ભાજપના મહિલા સન્માનના દાવાઓની પોલ ખોલી હતી અને પ્રભારી ધવલ દવે સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે ‘બેટી બચાવો’ અને મહિલા સુરક્ષાની વાતો કરતી ભાજપ પોતાના જ નેતાઓ દ્વારા એક મહિલા અને દલિત જનપ્રતિનિધિના પરિવાર વિરુદ્ધ આચરવામાં આવતી આવી વિકૃત માનસિકતા પર કેમ મૌન છે?

ગુજરાતભરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ફરિયાદોનો દોર

જિગ્નેશ મેવાણીના માતા-બહેન વિરુદ્ધ ભાજપના કાર્યકરો દ્વારા કરાયેલી આ અભદ્ર પોસ્ટ સામે સમગ્ર દલિત સમાજ અને કોંગ્રેસ પક્ષમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. માત્ર બનાસકાંઠા જ નહીં, પરંતુ આ મનુવાદી માનસિકતા સામે ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને વિવિધ પોલીસ સ્ટેશનોમાં ભાજપના જવાબદાર નેતાઓ તથા કાર્યકરો વિરુદ્ધ એટ્રોસિટી અને આઈટી એક્ટ હેઠળ ગુના નોંધાવવા માટે લેખિત ફરિયાદોની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: ખાતરનો ઉપયોગ ‘ખાતર ઉપર દિવેલ’ તો સાબિત નહીં થાય ને?

રાજ્યના ખૂણે-ખૂણેથી દલિત સંગઠનો અને સમર્થકો પોલીસ મથકોએ પહોંચીને ભાજપના આ ફેસબુક/સોશિયલ મીડિયા હેન્ડલ્સ અને નેતાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે.

વડગામ પોલીસનું પક્ષપાતી વલણ, 24 કલાકનું અલ્ટીમેટમ

વડગામ પોલીસ મથકે જ્યારે મહિલા મોરચાના પ્રમુખ આશાબેન રાવલ અને મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો ફરિયાદ નોંધાવવા પહોંચ્યા, ત્યારે વડગામ PI એ ટેકનિકલ તપાસ બાદ જ આગળ વધવાનું કહીને તાત્કાલિક FIR નોંધવાની ના પાડી દીધી હતી. આશાબેન રાવલે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ભાજપવાળાઓ કોઈ પણ ટોળા વગર કે પુરાવા વગર ફરિયાદ કરવા જાય તો પોલીસ મિનિટોમાં ગુનો નોંધી લે છે, જ્યારે વિપક્ષના પ્રતિનિધિ અને મહિલાના સન્માનની વાત હોય ત્યારે કાયદાના પાઠ ભણાવવામાં આવે છે.

પોલીસના આ બહાનાબાજીથી ગુસ્સે થયેલા કોંગી કાર્યકરોએ વડગામ પોલીસને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. જો 24 કલાકમાં ભાજપ નેતા સામે FIR નહીં થાય તો જિલ્લા પોલીસ વડા (SP) કચેરી ખાતે અચોક્કસ મુદતના ધરણા પર બેસવાની અને કાયદાકીય લડત આપવાની ચીમકી આપી છે.

આ પણ વાંચો: SC-ST એક્ટના 3 દાયકા: કાયદો બદલાયો, મનોવૃત્તિ નહીં?

ટોકરીયા ગામનો વિવાદ અને રાજકીય કાવાદાવા

બીજી તરફ, વડગામ તાલુકાના ટોકરીયા ગામે સભા દરમિયાન જિગ્નેશ મેવાણી સામે 4 લાખ રૂપિયા લીધા હોવાના આક્ષેપો કરતો વિડિયો વાયરલ કરીને ભાજપ સમગ્ર મામલાને ડાયવર્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યો હોવાનો કોંગ્રેસનો આરોપ છે. ટોકરીયા ગામના પૂર્વ સરપંચ યાકૂબ શેરસિયાએ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે મેવાણી વિરુદ્ધ લેખિત અરજી આપી છે.

આ પણ વાંચો: આલ્બર્ટ આઈન્સ્ટાઈનના જીવનનો વણઉકેલાયેલો કોયડો!

જોકે, જિગ્નેશ મેવાણીએ આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવીને સ્પષ્ટ કર્યું છે કે તેમને બદનામ કરવા માટે ભાજપ નીચલા સ્તરનું રાજકારણ રમી રહ્યો છે. બહેન-માતાના સન્માનની લડાઈને દબાવવા માટે આવા ખોટા સ્ટેંટ કરવામાં આવી રહ્યા છે.

મહિલા સન્માન અને મનુવાદી માનસિકતા સામે સવાલો

કોઈ પણ સામાન્ય નાગરિક કે જનપ્રતિનિધિના પરિવારની મહિલાઓ વિરુદ્ધ આવી ગંદી માનસિકતા દર્શાવવી એ સત્તાના નશામાં અંધ થયેલી માનસિકતા દર્શાવે છે. જિગ્નેશ મેવાણીના પરિવાર પર થયેલા આ પ્રહાર સામે હવે સમગ્ર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.

જો આગામી 24 કલાકમાં વડગામ પોલીસ અને રાજ્ય તંત્ર ભાજપના નેતા સામે યોગ્ય પગલાં નહીં ભરે, તો આ મામલો માત્ર વડગામ પૂરતો સીમિત ન રહેતા સમગ્ર ગુજરાતમાં ઉગ્ર આંદોલનનું રૂપ ધારણ કરશે.

આ પણ વાંચો: સુઈગામ રતાભાઈ પરમાર કસ્ટોડિયલ ડેથમાં 13 લોકો સામે FIR

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x