દલિત મહિલાની ડોક્ટરોએ ડિલિવરી ન કરી, રસ્તા પર બાળક જણ્યું!

દલિત મહિલાને તેની જાતિના કારણે ડોક્ટરોએ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવા ઈનકાર કરી દીધો. મહિલાએ હોસ્પિટલ બહાર ખૂલ્લામાં બાળકને જન્મ આપ્યો.
bhadohi-dalit-woman-hospital-delivery-caste-discrimination

દલિત હોવું આ દેશમાં કેટલું ભયાનક નીવડી શકે છે તેની એક હૃદયદ્રાવક ઘટના રામરાજ્યવાળા યુપીમાંથી સામે આવી છે. આ ઘટનાએ ‘ડબલ એન્જિન’ સરકારના સુશાસન અને ‘સબકા સાથ, સબકા વિકાસ’ના પોકળ દાવાઓ વચ્ચે દલિતો-આદિવાસીઓ સાથે આચરાતા જાતિવાદનો વધુ એક વરવો ચહેરો દેશ સમક્ષ ખુલ્લો પડ્યો છે. દલિત જાતિની 20 વર્ષની સગર્ભા રાનીને માત્ર તેના દલિત હોવાને કારણે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં ન આવી. જેના કારણે તેણે રસ્તા પર જ બાળકને જન્મ આપવાની નોબત આવી હતી.

“તું મુસહર છે, અમે હોસ્પિટલમાં દાખલ નહીં કરીએ…”

હૃદયદ્રાવક આ ઘટના યુપીના ભદોહી જિલ્લાની છે. અહીંના જોરઈ વિસ્તારની રહેવાસી 20 વર્ષીય રાની 28 સપ્ટેમ્બરે પ્રસવ પીડા ઉપડતાં સારવારની આશાએ મહારાજા ચેતસિંઘ સરકારી જિલ્લા હોસ્પિટલ ખાતે પહોંચી હતી. પરંતુ ત્યાં ફરજ પરના તબીબી સ્ટાફે સંવેદના દાખવવાને બદલે અત્યંત અપમાનજનક શબ્દો કહ્યા હતા. પીડિતાએ મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવતા ખુલાસો કર્યો હતો કે હોસ્પિટલ સ્ટાફે મોં પર જ કહી દીધું હતું કે, “તમે મુસહર (દલિત/આદિવાસી) સમાજમાંથી આવો છો એટલે તમને અહીં ભરતી નહીં કરીએ.”
જે બાદ, તંત્ર દ્વારા હોસ્પિટલમાં જગ્યા કે લોહી ન હોવાનું અને શરીરમાં લોહીની કમી (અનેમિયા) હોવાનું બહાનુ ધરીને તેને મિર્ઝાપુર અને વારાણસી BHU ખાતે રિફર કરવાનો વહીવટી ખેલ ખેલાયો હતો. લાચાર પરિવાર તેને લઈને મિર્ઝાપુર તો ગયો પણ યોગ્ય વ્યવસ્થા ન મળતાં પરત જિલ્લા હોસ્પિટલે આવવું પડ્યું હતું. આખરે 29 સપ્ટેમ્બરે સવારે આસપાસની સ્થાનિક મહિલાઓની મદદથી હોસ્પિટલના દરવાજા બહાર ખુલ્લા રસ્તા પર જ મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો.

આ પણ વાંચોઃ દલિત મહિલાને ડિલિવરીના ત્રણ કલાકમાં હોસ્પિટલે રજા આપી દેતા મોત

યોગી સરકાર અને પ્રવર્તમાન જાતિવાદી માનસિકતા

આ શરમજનક ઘટનાએ સાબિત કરી દીધું છે કે દેશમાં આજે પણ દલિતો, શોષિતો અને આદિવાસીઓ માટે બંધારણીય અધિકારો અને સન્માનજનક આરોગ્ય સેવાઓ માત્ર કાગળ પર જ મર્યાદિત છે. ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકાર હેઠળ કાયદો અને સુશાસનના ગમે તેટલા બ્યુરોક્રેટિક દાવા કરવામાં આવે, પણ ગ્રાઉન્ડ લેવલ પર જાતિવાદી ઝેર સરકારી હોસ્પિટલોના ગેટ સુધી પ્રસરેલું છે.
કોંગ્રેસ સહિતના વિપક્ષો અને સામાજિક સંગઠનોએ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરીને સરકાર સામે સીધો મોરચો માંડ્યો છે. “હરિફાઈ માત્ર મોટી વાતો કરવામાં છે કે ગરીબ-દલિતોને ન્યાય આપવમાં?” જેવા પ્રશ્નો સાથે સરકારની કડક શબ્દોમાં ઝાટકણી કાઢવામાં આવી રહી છે. એક બાજુ સુપર-સ્પેશિયાલિટી હોસ્પિટલોના વિઝન બતાવવામાં આવે છે અને બીજી બાજુ એક દલિત ગર્ભવતી મહિલાને તેની જાતિના કારણે રસ્તા પર ડિલિવરી કરવાની ફરજ પાડવામાં આવે છે, જે મુક્ત ભારતના બંધારણનું ખુલ્લેઆમ અપમાન છે.

4 ડોક્ટરો સામે પગલા લેવાયા

વિડિયો વાયરલ થતાં અને મીડિયાના દબાણ બાદ ઊંઘમાંથી જાગેલા આરોગ્ય વિભાગે ઉતાવળે વહીવટી કાર્યવાહીનો દેખાવ શરૂ કર્યો છે. ચીફ મેડિકલ ઓફિસર સંતોષ કુમાર ચકે તપાસ રિપોર્ટના આધારે ઈમરજન્સી ડ્યુટીમાં બેદરકારી દાખવનાર કોન્ટ્રેક્ટ તબીબ ડો. પંકજ કુમારને બરતરફ કરી દીધા છે. આ ઉપરાંત, ગાયનેકોલોજિસ્ટ ડો. મુકેશ પ્રજાપતિનો એક મહિનાનો પગાર કાપી લેવામાં આવ્યો છે. સ્ટાફ નર્સ નીલમ મૌર્યની ઔરાઈ CHC ખાતે ટ્રાન્સફર કરી દેવાઈ છે.

આ પણ વાંચોઃ ડૉક્ટરે ફોન પર સૂચના આપી ડિલિવરી કરાવતા માતા-બાળકનું મોત

આટલું જ નહીં, હોસ્પિટલના ચીફ મેડિકલ સુપરિટેન્ડન્ટ (CMS) ડો. અજય કુમાર તિવારી અને ગાયનેકોલોજિસ્ટ ડો. નીલિમા ધવન સામે પણ ખાતાકીય પગલાં ભરવાની ભલામણ કરાઈ છે. તપાસમાં બહાર આવ્યું કે આ અધિકારીઓએ રૂબરૂ હોસ્પિટલ જઈને દર્દીની સ્થિતિ જોવાની તસ્દી પણ લીધી નહોતી અને માત્ર ટેલિફોન પર જ આખી ઘટના પતાવી દીધી હતી.

યુપીમાં મુસહર સમાજની દયનિય સ્થિતિ

તંત્ર ભલે આંકડાકીય સફાઈ આપતા કહે કે મહિલાનું હિમોગ્લોબિન 5 ગ્રામ જેટલું ઓછું હતું અને એમ્બ્યુલન્સ 102ની સેવા સમયસર ન મળી શકવાના કારણે આ સ્થિતિ સર્જાઈ, પરંતુ મૂળ પ્રશ્ન તંત્રની દાનતનો છે. મુસહર સમાજ ઉત્તર પ્રદેશનો અતિ-પછાત અને હાંસિયામાં ધકેલાયેલો દલિત-આદિવાસી સમાજ છે. સરકારી અધિકારીઓ અને હોસ્પિટલ સ્ટાફની આવી માનસિકતા દર્શાવે છે કે સદીઓ જૂનો જાતિવાદી ભેદભાવ આજે પણ 21મી સદીમાં સરકારી તબીબી ટેબલો પર હાવી છે. જો સત્વરે આ પ્રકારની જાતિવાદી વિચારસરણી ધરાવતા કર્મચારીઓ અને વહીવટી તંત્ર સામે કઠોર કાનૂની પગલાં લેવાની જરૂર છે. જો કે, ભાજપ અને યોગી આદિત્યનાથ જેવા કટ્ટર જાતિવાદી માનસિકતા ધરાવતા પક્ષ અને નેતા પાસેથી આવી અપેક્ષા રાખવી નકામી છે.

આ પણ વાંચોઃ “તમે પહેલગામના હિંદુઓને માર્યા છે, હું તમારી ડિલિવરી નહીં કરાવું..” 

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x