તમિલનાડુમાં હિન્દી વિરુદ્ધ તમિલ ભાષાનું યુદ્ધ છેડનાર સીએમ એમકે સ્ટાલિન (MK Stalin) સતત આક્રમક વલણ અપનાવી રહ્યા છે. હવે તેમણે ફરી એકવાર પુનરાવર્તન કર્યું છે કે અમે તમિલનાડુ પર હિન્દી થોપવાનો વિરોધ કરીશું. તેમણે એમ પણ કહ્યું કે હિન્દીના કારણે ઉત્તર ભારતની 25 થી વધુ ભાષાઓનો નાશ થયો છે અને અમે તમિલનાડુમાં એવું નહીં થવા દઈએ.
તમિલનાડુના મુખ્યમંત્રી (CM MK Stalin) એ કહ્યું કે તમિલનાડુ હિન્દી ભાષાને “થોપવા” નહીં દે અને તમિલો અને તેની સંસ્કૃતિનું રક્ષણ કરશે. પાર્ટી કાર્યકરોને સંબોધિત પત્રમાં સ્ટાલિને કહ્યું, ‘અમે હિન્દી થોપવાનો વિરોધ કરીશું. હિન્દી તો માત્ર એક મહોરું છે, તેની પાછળ છુપાયેલો અસલી ચહેરો સંસ્કૃત છે.’ ડીએમકેએ આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઇપી) માં ત્રિભાષી ફોર્મ્યુલા દ્વારા હિન્દી લાદવાનો પ્રયાસ કરી રહ્યું છે. જોકે, કેન્દ્ર સરકારે આ આરોપને નકારી કાઢ્યો છે.
આ પણ વાંચોઃ Pa. Ranjith એ તમિલનાડુ સરકાર પર દલિતો મુદ્દે નિશાન સાધ્યું
પત્રમાં સ્ટાલિને દાવો કર્યો હતો કે બિહાર, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં બોલાતી મૈથિલી, બ્રજ ભાષા, બુંદેલખંડી અને અવધી જેવી ઘણી ઉત્તર ભારતીય ભાષાઓ “આધિપત્યવાદી હિન્દીએ નષ્ટ કરી દીધી છે.”
My dear sisters and brothers from other states,
Ever wondered how many Indian languages Hindi has swallowed? Bhojpuri, Maithili, Awadhi, Braj, Bundeli, Garhwali, Kumaoni, Magahi, Marwari, Malvi, Chhattisgarhi, Santhali, Angika, Ho, Kharia, Khortha, Kurmali, Kurukh, Mundari and… pic.twitter.com/VhkWtCDHV9
— M.K.Stalin (@mkstalin) February 27, 2025
ડીએમકે વડા(DMK Chief) એ કહ્યું, “આધિપત્યવાદી હિન્દી-સંસ્કૃત ભાષાઓના હસ્તક્ષેપને કારણે 25 થી વધુ ઉત્તર ભારતીય સ્વદેશી ભાષાઓનો નાશ થયો છે. જાગૃતિને કારણે સદીઓ જૂના દ્રવિડ આંદોલન અને વિવિધ ચળવળોએ તમિલો અને તેમની સંસ્કૃતિનું રક્ષણ કર્યું છે.” તેમણે કહ્યું કે તમિલનાડુ NEP નો વિરોધ કરી રહ્યું છે કારણ કે કેન્દ્ર શિક્ષણ નીતિ દ્વારા હિન્દી અને સંસ્કૃત લાદવાનો પ્રયાસ કરી રહ્યું છે.
આ પણ વાંચોઃ ગોડસેના વખાણ કરનાર પ્રોફેસરને પ્રમોશન આપી સીધા ડીન બનાવાયા
NEP મુજબ, ત્રીજી ભાષા વિદેશી પણ હોઈ શકે છે. ભાજપના દાવાનો વિરોધ કરતા સ્ટાલિને દાવો કર્યો કે ત્રિભાષા નીતિ કાર્યક્રમ મુજબ, “ઘણા રાજ્યોમાં ફક્ત સંસ્કૃતનો પ્રચાર થઈ રહ્યો છે”. તેમણે દાવો કર્યો કે ભાજપ શાસિત રાજસ્થાન ઉર્દૂ પ્રશિક્ષકોને બદલે સંસ્કૃત શિક્ષકોની નિમણૂક કરી રહ્યું છે.
તેમણે કહ્યું, “જો તમિલનાડુ ત્રિભાષા નીતિ સ્વીકારે છે, તો માતૃભાષાને અવગણવામાં આવશે અને ભવિષ્યમાં સંસ્કૃતીકરણ થશે.” તેમણે દાવો કર્યો હતો કે NEP જોગવાઈઓ જણાવે છે કે “સંસ્કૃત સિવાય” અન્ય ભારતીય ભાષાઓ શાળાઓમાં શીખવવામાં આવશે અને તમિલ જેવી અન્ય ભાષાઓ ઓનલાઈન શીખવી શકાય છે.
સ્ટાલિને આરોપ લગાવ્યો કે, “આ સ્પષ્ટ કરે છે કે કેન્દ્રએ તમિલ જેવી ભાષાઓને નાબૂદ કરવાની અને સંસ્કૃત થોપવાની યોજના બનાવી છે” વધુમાં તેમમે કહ્યું કે દ્રવિડિયન નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી સીએન અન્નાદુરાઈએ દાયકાઓ પહેલા રાજ્યમાં બે ભાષા નીતિ લાગુ કરી હતી, જેથી સ્પષ્ટ થઈ શકે કે “હિન્દી-સંસ્કૃત દ્વારા આર્ય સંસ્કૃતિ લાદવા અને તમિલ સંસ્કૃતિનો નાશ કરવા માટે અહીં કોઈ સ્થાન નથી.”
આ પણ વાંચોઃ ‘તમે બ્રાહ્મણ નથી એટલે કથા ન કરી શકો’ કહી મહિલાની કથા અટકાવી











Users Today : 1663