કથાકારે સગીરા પર રેપ કર્યો  અને બે વાર ગર્ભપાત કરાવ્યો!

કથાકારે સગીરાને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું. સગીરા ગર્ભવતી થઈ જતા ગર્ભાપાત કરાવી ભાગી ગયો!
kathakar raped minor

ઢોંગી બાબાઓ અને કથાવાચકોને ભગવાન સમજી સર્વસ્વ અર્પણ કરી દેતા ધર્માંધ લોકોની આંખ ખોલતો એક કિસ્સો સામે આવ્યો છે. દરભંગામાં એક કથાકાર પર લગ્નના બહાને સગીરા પર બળાત્કાર કરવાનો આરોપ લાગ્યો છે. પીડિતાની માતાની ફરિયાદના આધારે કથાકાર શ્રવણ દાસ મહારાજ અને મહંત રામ ઉદિત દાસ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે. આરોપ છે કે, આ કથાકારોએ મળીને સગીરાનો બળાત્કાર પછી બેવાર ગર્ભપાત પણ કરાવ્યો હતો.

કથાકાર શ્રવણ દાસ મહારાજ ઉર્ફે શ્રવણ ઠાકુર અને શ્રી રામ જાનકી મંદિર, પચાઢી છાવણી બલભદ્રપુરના મહંત રામ ઉદિત દાસ ઉર્ફે મૌની બાબા વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. અહેવાલ મુજબ, આ કેસમાં આરોપી તરીકે નામ આપવામાં આવેલ કથાકાર ફરાર છે.

પીડિતાની માતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે કથાકાર શ્રવણ દાસે સગીરાને લગ્નનું વચન આપીને પ્રભાવિત કરી હતી. એવો આરોપ છે કે તેણે લગભગ એક વર્ષ સુધી તેનું શારીરિક શોષણ કર્યું હતું, જે દરમિયાન પીડિતા ગર્ભવતી થઈ હતી. ફરિયાદમાં જણાવાયું છે કે તેણીને ગર્ભવતી હોવાની જાણ થતાં, આરોપીએ દવાનો ઉપયોગ કરીને બે ગર્ભપાત કરાવ્યા હતા, જેના કારણે છોકરીનું સ્વાસ્થ્ય વધુ ખરાબ થયું હતું. જ્યારે તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ, ત્યારે તેના પરિવારે તેને હોસ્પિટલમાં દાખલ કરી, જ્યાં સારવાર બાદ તે સ્વસ્થ થઈ.

આ પણ વાંચો: ઈન્દોરમાં એકસાથે 20 કિન્નરોનો ફિનાઈલ પી સામૂહિક આપઘાતનો પ્રયાસ

kathakar raped minor

આરોપી કથાકાર ભાડાના રૂમમાં રહેતો હતો

અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કથાકારે પીડિતાના ઘરમાં એક રૂમ ભાડે રાખ્યો હતો. પરિવારના અન્ય સભ્યો ગેરહાજર હતા ત્યારે તે પીડિતા સાથે એકલો રહેતો હતો. જ્યારે પરિવારને ઘટનાની જાણ થઈ અને મંદિરના મહંત મૌની બાબાને જાણ કરી, ત્યારે તેણે છોકરી પુખ્ત થયા પછી તેના લગ્ન ગોઠવવાનું વચન આપ્યું હતું.

આ કેસમાં એક કથિત વીડિયો પણ સામે આવી છે, જેમાં કથાકાર અને સગીરાના લગ્ન બંધ રૂમમાં કરાવ્યાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, આ વીડિયોની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. એવો આરોપ છે કે આ કથિત લગ્ન 29 નવેમ્બર, 2024 ના રોજ થયા હતા અને ત્યારબાદ પીડિતાના પરિવાર પર કેસ ન નોંધાવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: ‘રેપ થયો તો શું થયું? આ 1 લાખ લઈને સમાધાન કરી લે..’

પીડિતાના પરિવારને ધમકીઓ મળી

પીડિતની માતાનો એવો પણ આરોપ છે કે કથાકારે સગીરાના વાંધાજનક ફોટા અને વીડિયો બનાવીને તેને ડરાવી હતી અને પરિવારને ધમકી આપવામાં આવી હતી. ફરિયાદ મુજબ, ઘણા લોકો ઘરે પણ આવ્યા હતા અને કેસ ન કરવા માટે દબાણ કર્યું હતું.

આ મામલે SDPO એ જણાવ્યું હતું કે મહિલા પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે અને તપાસ શરૂ થઈ ગઈ છે. પીડિતાની તબીબી તપાસ ચાલી રહી છે અને કોર્ટમાં તેનું નિવેદન નોંધવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. પોલીસ કહે છે કે તમામ આરોપોની નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે.

આ પણ વાંચો: કચ્છમાં તાંત્રિકે વિધિના નામે મહિલાને બેભાન કરી કપડાં ઉતાર્યા

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
0
Would love your thoughts, please comment.x
()
x