ડૉ.આંબેડકરના વતન મહારાષ્ટ્રમાંથી એક દલિત યુવક સાથે જાતિવાદી તત્વોએ જબરો ખેલ કરી નાખ્યો. અહીંના પુણેમાં તાજેતરમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. સસેક્સ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલા દલિત યુવક પ્રેમ બિરહાડેને લંડનના હીથ્રો એરપોર્ટ પર નોકરી ન મળી. કેમ કે, તેની પૂર્વ કોલેજ દ્વારા તેને તેના જાતિના પ્રમાણપત્ર સહિતના દસ્તાવેજોની ચકાસણીનો ઈનકાર કરી દેવામાં આવ્યો હતો.
કોલેજે દસ્તાવેજો કેમ ન ચકાસ્યા?
દલિત યુવક પ્રેમ બિરહાડેએ વર્ષ 2020થી 2024 દરમિયાન પુણેની મોર્ડન કોલેજ ઓફ આર્ટ્સ, સાયન્સ એન્ડ કોમર્સમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. જ્યારે તેને યુકેમાં નોકરી માટે પોતાના દસ્તાવેજો સબમિટ કરવાના હતા, ત્યારે કોલેજે તેના જાતિના પ્રમાણપત્રની ચકાસણી કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. રસપ્રદ વાત એ છે કે, પ્રેમ જ્યારે પહેલી વાર યુકે ગયો ત્યારે તે જ કોલેજે તેનું જાતિનું પ્રમાણપત્ર સ્વીકાર્યું હતું. હવે, જ્યારે નોકરી માટે તે જ દસ્તાવેજો ફરી માંગવામાં આવ્યા ત્યારે કોલેજે તે આપવાનો ઇનકાર કરી દીધો હતો.
આ પણ વાંચો: AAP ધારાસભ્ય મનજિંદરસિંહ દલિત મહિલાની છેડતી અને હુમલાના કેસમાં દોષી જાહેર
પ્રકાશ આંબેડકરે ગંભીર સવાલો કર્યા
એડવોકેટ પ્રકાશ આંબેડકરે આ મામલે કોલેજ મેનેજમેન્ટ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમનો દાવો છે કે કોલેજના પ્રિન્સિપાલ ડૉ. નિવેદિતા ગજાનનનો ભાજપ સાથે રાજકીય અને વૈચારિક સંબંધ હોવાથી તેમના રાજકીય જોડાણો અને માનસિકતા દલિત અને પછાત વિદ્યાર્થીઓ સામે પૂર્વગ્રહ તરફ દોરી ગઈ હશે.
Prem Birhade, a young Dalit who recently graduated from the prestigious University of Sussex, was forced to forfeit a hard-earned employment opportunity at Heathrow Airport in London.
The reason? His former college, Modern College of Arts, Science and Commerce in Pune, refused… pic.twitter.com/vYi5wi8j98— Prakash Ambedkar (@Prksh_Ambedkar) October 16, 2025
પ્રકાશ આંબેડકરે કહ્યું, “પ્રેમ બિરહાડેનો કેસ દર્શાવે છે કે જાતિ ભેદભાવ કેવી રીતે આશાસ્પદ યુવાનોના જીવનમાં અવરોધ ઉભો કરે છે. તેમણે દરેક સામાજિક અને આર્થિક અવરોધને પાર કર્યો અને આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતા મેળવી, પરંતુ તેમની જાતિને કારણે તેમણે નોકરી ગુમાવી. આ ફક્ત પ્રેમની વાર્તા નથી, પરંતુ લાખો વિદ્યાર્થીઓની વાર્તા છે જેમની મહત્વાકાંક્ષાઓ દબાઈ ગઈ છે.”
પ્રેમ બિરહાડેએ શું કહ્યું?
પ્રેમ કહે છે કે આ સંઘર્ષ તેમનો એકલાનો નથી. તેણે સોશિયલ મીડિયા પર કોલેજ મેનેજમેન્ટ પર આરોપ લગાવતા કહ્યું કે, ઘણા લોકો પોતાના અનુભવો તેની શેર કરી રહ્યા છે. લોકોના નિવેદનો કોલેજની છબીને અસર કરી રહ્યા છે.
આ પણ વાંચો: દલિત પરિવાર દુર્ગાના દર્શન કરવા ગયો, સવર્ણોએ ધક્કા મારી કાઢી મૂક્યો
પ્રેમ સમજાવે છે કે કોલેજ વહીવટીતંત્રે અગાઉ પણ તેના વર્તન સામે ઘણી ફરિયાદો નોંધાવી હતી. તેથી, કોલેજે નિયમો મુજબ તેમને રેફરન્સ આપવાનો ઇનકાર કરી દીધો હતો.
કોલેજે શું સ્પષ્ટતા કરી?
મોર્ડન કોલેજે આ બાબતમાં સ્પષ્ટતા કરતા કહ્યું કે, પ્રેમના આરોપો વિદ્યાર્થીઓમાં મૂંઝવણ પેદા કરી રહ્યા છે અને કોલેજની છબીને નુકસાન પહોંચાડી રહ્યા છે. કોલેજનો દાવો છે કે તેણે નિયમો અનુસાર કાર્ય કર્યું છે અને જાતિ ભેદભાવના કોઈપણ આરોપો સાચા નથી. જો કે, હાલ જે રીતે દેશભરમાં શિક્ષણ તંત્ર પર ચોક્કસ જાતિ અને પક્ષના લોકો પકડ જમાવીને બેસી ગયા છે, તે જોતા આ આરોપોમાં દમ હોય તેમ જણાતું નથી. જો કે, સાચી હકીકત આ મામલે યોગ્ય તપાસ થાય તો જ સામે આવી શકે તેમ છે.
આ પણ વાંચો: 100 વર્ષમાં એક પણ દલિત RSS પ્રમુખ કેમ નથી બન્યો?











Users Today : 782
*બુદ્ધિશાળી, બુદ્ધિજીવી, ઈમાનદાર નેકદિલ દલિતો આદિવાસીઓ અલ્પસંખ્યકો ઓબીસી સમાજનાં ક્રિમ આગેવાનોનું Intelligence Social Awaken Group બાબતે મજબૂત સંગઠનનુ આયોજન કરવામાં આવશે, તો ક્રૂર જાતિવાદને ડામવાનુ અને મૂળીયા માંથી ખતમ કરવાનું સાહસ પેદા થશે, એમા કોઈ સંદેહ રહશે નહિ. ધન્યવાદ સાધુવાદ જયભીમ નમો બુદ્ધાય!