દલિત યુવકને ચોર સમજી ટોળાએ માર મારી મોતને ઘાટ ઉતારી દીધો

દલિત યુવક તેની પત્નીને મળવા માટે જઈ રહ્યો હતો. ટોળાએ તેને ચોર સમજી ઘેરી લીધો અને માર મારી-મારીને હત્યા કરી લાશ રેલવે ટ્રેક પાસે ફેંકી દીધી.
dalit news

હિંદુત્વવાદી મોદી સરકારના રાજમાં ટોળા દ્વારા દલિતોની હત્યાનું પ્રમાણ વધ્યું છે. આવી જ એક ઘટના ગાંધી જયંતિની રાત્રે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના મત વિસ્તાર રાયબરેલીમાં બની છે. જેમાં ટોળાએ એક માનસિક અસ્વસ્થ દલિત યુવકને ચોર સમજી તેને માર મારી મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

દલિત યુવક તેની સફાઈકર્મી પત્નીને મળવા જઈ રહ્યો હતો. પરંતુ તે રસ્તો ભટકીને અન્ય કોઈ મહોલ્લામાં જતો રહ્યો હતો. જ્યાં લોકોએ તેને ચોર સમજીને પકડી લીધો હતો. યુવક માનસિક અસ્વસ્થ હોવાથી લોકોના સવાલોના યોગ્ય જવાબ આપી શક્યો નહોતો. જેના કારણે ટોળું તેના પર તૂટી પડ્યું હતું અને તેને માર મારી-મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. એ પછી તેની લાશને રેલવે ટ્રેક પાસે ફેંકી દીધી હતી. જો કે, યુવકને માર મારવાનો વીડિયો વાયરલ થઈ જતા પોલીસને યુવકની હત્યા થઈ હોવાનો ખ્યાલ આવ્યો હતો. પોલીસે આ મામલે પાંચ લોકોની ધરપકડ કરી છે.

રાહુલ ગાંધીના મત વિસ્તાર રાયબરેલીની ઘટના

મામલો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના મત વિસ્તાર એવા ઉત્તરપ્રદેશના રાયબરેલીનો છે. અહીં 2 ઓક્ટોબરની રાત્રે, ઊંચાહર પોલીસ સ્ટેશન વિસ્તારમાં, ગામલોકોએ દલિત યુવક હરિઓમને ચોર સમજીને નિર્દયતાથી માર માર્યો હતો. હરિઓમને ક્રૂરતાપૂર્વક માર મારવાનો વીડિયો વાયરલ થતાં આ ઘટના પ્રકાશમાં આવી હતી. ફરજમાં બેદરકારીની આ ઘટના બાદ પોલીસે સ્ટેશન પીઆઈ સંજય કુમારને તાત્કાલિક હટાવી દેવામાં આવ્યા છે અને પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો: દલિત યુવતી પર મંદિર પરિસર પાસે 4 યુવકોએ ગેંગરેપ કર્યો

મામલો શું હતો?

આ ઘટના ઊંચાહાર પોલીસ સ્ટેશનના ઈશ્વર દાસપુરમાં બની હતી. ફતેહપુરો રહેવાસી 38 વર્ષીય હરિઓમ આ વિસ્તારમાં ભટકતો હતો. તેની પત્ની NTPC નજીકની એક બેંકમાં સફાઈ કામદાર તરીકે કામ કરે છે, અને તે તેને મળવા જઈ રહ્યો હતો. હરિઓમ થોડો માનસિક રીતે અસ્થિર હોવાથી ગામલોકો અચાનક ધસી આવ્યા હોવાથી તે ગભરાઈ ગયો હતો અને તેમના સવાલોના જવાબ આપી શક્યો નહોતો. આથી ગામલોકોએ તેને ચોર સમજી લીધો હતો. ચોર પકડાયો હોવાની અફવા ફેલાતા લોકોનું મોટું ટોળું ભેગું થઈ ગયું હતું અને હરિઓમ પર તૂટી પડ્યું હતું. જેમાં તેનું મોત થઈ ગયું હતું.

હરિઓમની લાશ રેલ્વે ટ્રેક પાસે ફેંકી દીધી

હરિઓમના મોતથી ગભરાઈને ગામલોકોએ તેનો અર્ધનગ્ન મૃતદેહ પ્રયાગરાજ-લખનૌ રેલવે લાઇન પર ઈશ્વરદાસપુર હોલ્ટ પાસે ફેંકી દીધો હતો. પોલીસે એ મૃતદેહની ઓળખ માટે તપાસ કરી હતી, એ દરમિયાન કોઈએ હરિઓમ સાથે થયેલી મારપીટનો વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દીધો હતો. એ વાયરલ વીડિયોના આધારે પોલીસે મૃતકની ઓળખ કરી અને તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને તપાસ શરૂ કરી હતી. રવિવારે આ કેસમાં પાંચ લોકોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.

રાહુલ ગાંધીએ મૃતકના પરિવાર સાથે વાતચીત કરી

આ ઘટનાને લઈને હવે રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મૃતકના પિતા અને ભાઈ સાથે વ્યક્તિગત રીતે વાત કરી છે અને અસહ્ય દુઃખના આ સમયમાં તેમની સાથે ઉભા હોવાનો દિલાસો આપ્યો હતો. સાથે જ તેમણે દેશમાં મોબ લિંચીંગની ખતરનાક ઘટનાઓમાં સતત થઈ રહેલા વધારા અંગે પણ ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. સાથે જ આવા હિંસક તત્વોને કાયદેસર રીતે સજા થવી જોઈએ તેમ જણાવ્યું હતું. તેમણે મૃતકના પરિવારને ન્યાયની આ લડતમાં તેઓ તેમની સાથે હોવાની ખાતરી આપી હતી.

AAP નેતા સંજય સિંહે પણ યોગી સરકારને ઘેરી

આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહે પણ યોગી સરકારને ઘેરી હતી. તેમણે એક્સ પર પોસ્ટ કરી હતી કે, “રાયબરેલીની ઘટનાએ ફરી એકવાર એક ગંભીર પ્રશ્ન ઉઠાવ્યો છે: સરકાર જે “એકતા અને સમરસતા” ની વારંવાર વાત કરે છે તે જમીન પર કેમ દેખાતી નથી?દલિત યુવાન હરિઓમની ટોળાએ માર મારીને હત્યા કરી નાખી, એ દર્શાવે છે કે સમાજમાં નફરત અને ટોળાશાહીનું ઝેર વધુ ઘેરું બની રહ્યું છે અને સરકાર ફક્ત નારાબાજી અને બનાવટી એકતાને પ્રોત્સાહન આપવામાં વ્યસ્ત છે. જ્યાં ન્યાય, સમાનતા અને સુરક્ષાની ખાતરી હોવી જોઈતી હતી, ત્યાં જાતિ અને શંકાના આધારે કોઈ જીવ લેવામાં આવી રહ્યો છે. તો પ્રશ્ન એ ઊભો થાય છે: “એકતા અને ન્યાય ક્યાં ગયા?”

આ પણ વાંચો: “કાર પર ‘વસાવા’ કેમ લખ્યું છે?” કહી ટોળાંએ ભાજપ નેતાના પુત્રને માર્યો

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Parmanandtiwari1107@gmail.com
Parmanandtiwari1107@gmail.com
1 month ago

Very sad incident after 79 year of independance

CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x