AAP ધારાસભ્ય મનજિંદરસિંહ દલિત મહિલાની છેડતી અને હુમલાના કેસમાં દોષી જાહેર
AAP ધારાસભ્ય મનજિંદરસિંહ દલિત મહિલાની છેડતી અને હુમલાના કેસમાં દોષી ઠર્યા છે. વર્ષ 2013ની ઘટનામાં એડિશનલ સેશન્સ કોર્ટે આ નિર્ણય કર્યો છે.
AAP ધારાસભ્ય મનજિંદરસિંહ દલિત મહિલાની છેડતી અને હુમલાના કેસમાં દોષી ઠર્યા છે. વર્ષ 2013ની ઘટનામાં એડિશનલ સેશન્સ કોર્ટે આ નિર્ણય કર્યો છે.
દલિત અધિકારી સાથે બ્રાહ્મણ યુવકોને થોડા મહિના પહેલા નજીવી બાબતે વિવાદ થયો હતો. જેની દાઝ રાખીને હૃદય પર છરી મારી દીધી.
દલિત દુકાનદારની હોટલે કારમાં આવેલા શખ્સોએ ચાનો ઓર્ડર કર્યો હતો. પરંતુ દુકાનદાર દલિત હોવાનો ખ્યાલ આવતા કહ્યું, ‘અમે નીચી જાતિના લોકોના હાથે બનેલી ચા પીવા માંગતા નથી’
દલિત મહિલા બકરી ચરાવીને પરત ફરી રહી હતી. એ દરમિયાન ગામનો બ્રાહ્મણ શખ્સ ત્યાં આવ્યો હતો અને જાતિસૂચક અપશબ્દો કહી ઢાંકાપાટુનો માર માર્યો.
દલિત યુવક તેના સાથી સાથે મળીને મૃત ગાયનું ચામડું ઉતારી રહ્યો હતો. ટોળું ત્યાં પહોંચી ગયું અને ગૌહત્યાનો આરોપ મૂકી યુવકની માર મારીને હત્યા કરી નાખી.
DMK નેતાએ નગરપાલિકાના દલિત અધિકારીને પગ પકડાવી માફી મગાવી. વાયરલ વીડિયોમાં દલિત અધિકારી કરગરીને માફી માગતા દેખાયા.
ચંદુ મહેરિયા આઝાદી પછી તુરત જ બેંકોના રાષ્ટ્રીયકરણની માંગ ઉઠી હતી. સૌ પહેલા ૧૯૪૮માં તેનો વિચાર થયો હતો. પરંતુ તેનો અમલ કરતાં બે દાયકા થયા. લગભગ છપ્પન વરસ પૂર્વે, ઓગણીસમી જુલાઈ ૧૯૬૯ના દિવસે, ૧૪ બેંકોના રાષ્ટ્રીયકરણનો જે નિર્ણય થયો હતો તે ખૂબ જ નાટકીય હતો. આત્મકથા ‘મારું જીવનવૃત્તાંત’માં મોરારજી દેસાઈ લખે છે: (૧૯મી જુલાઈ ૧૯૬૯ની) … Read more
અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા શકરી તળાવમાં બોટ ઉંધી વળી જતા ત્રણ યુવકોના મોત થયા છે. પ્રાથમિક માહિતીમાં યુવકો દલિત સમાજના હોવાનું કહેવાય છે.
દલિત બાળક ભૂલથી પાણીના ઘડાને અડી જતા જાતિવાદી તત્વોએ તેને પકડીને ઝાડ પરથી ઉંધો લટકાવી ઢોર માર માર્યો. બાળકની માતા અને દાદી પર પણ હુમલો.
‘જય ભીમ’ નો નારો લગાવવા બદલ કોલેજમાં ભણતા 5 દલિત વિદ્યાર્થીઓને ત્રણ શિક્ષકોએ રૂમમાં પુરી, મુર્ગા બનાવી માર માર્યો. પોલીસે હજુ સુધી કોઈ કાર્યવાહી ન કરી.