કુંવારી માતા બનેલી દલિત દીકરી યુવકના ઘરે ધરણાં પર બેઠી
22 વર્ષની દલિત યુવતી કુંવારી ગર્ભવતી બન્યા બાદ યુવકના ઘર બહાર 5 દિવસથી ધરણાં પર બેઠી હતી. એ દરમિયાન પ્રસવ પીડા ઉપડી અને બાળકને જન્મ આપ્યો. હજુ તે ન્યાય માટે મક્કમ છે.
22 વર્ષની દલિત યુવતી કુંવારી ગર્ભવતી બન્યા બાદ યુવકના ઘર બહાર 5 દિવસથી ધરણાં પર બેઠી હતી. એ દરમિયાન પ્રસવ પીડા ઉપડી અને બાળકને જન્મ આપ્યો. હજુ તે ન્યાય માટે મક્કમ છે.
દલિત વરરાજા ઘોડી પર બેસીને નીકળતા મુસ્લિમ સમાજના લોકોએ વરઘોડો અટકાવતા હોબાળો મચી ગયો હતો. મામલો વધુ વકરતા 5 પોલીસ સ્ટેશનની પોલીસ બોલાવવી પડી ત્યારે વરઘોડો નીકળ્યો.
જાતિવાદીઓએ દલિત બહેનોની જાનને ઘોડી પર બેસીને ગામમાં પ્રવેશવા નહીં દેવાની ધમકી આપી હતી. પણ ભીમ આર્મીના કાર્યકરોએ જાતિવાદીઓનું નાક કાપી લીધું.
ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ જાતિવાદીઓનો ભોગ બનેલી મથુરાની બંને બહેનોને મળવા જઈ રહ્યા હતા. એ દરમિયાન તોફાની તત્વોએ તેમની કાર પર હુમલો કર્યો છે.
ગામના માથાભારે મુખીને શંકા હતી કે દલિતોએ તેમને મત નથી આપ્યા માટે તેઓ હારી ગયા છે. હારનો બદલો લેવા તેણે સાગરિતો સાથે હુમલો કર્યો. પોલીસે હજુ મુખીની ધરપકડ કરી નથી.
આરોપીએ સ્થાનિક પીએસઆઈ સાથે મળીને દલિતોનું આખું સ્માશન પચાવી પાડ્યું. ખેતી કરતી વખતે જૂના મૃતદેહ નીકળ્યાં તો તેને બીજી જગ્યાએ દફનાવવા દબાણ કર્યું.
એક વ્યક્તિના ઘરે લાગેલી આગ વાસના અન્ય લોકોના ઘરો સુધી પહોંચી ગઈ. ફાયર ફાઈટરો સમયસર ન પહોંચતા 50 થી વધુ દલિત પરિવારોના ઘર બળીને રાખ થઈ ગયા.
દલિત સગીરા બજારમાં સામાન ખરીદવા ગઈ હતી. સરપંચે તેને ઢસડીને ઝાડીમાં ખેંચી જવા પ્રયત્ન કર્યો. સગીરાએ વિરોધ કરતા ગળું દબાવી જાતિસૂચક અપશબ્દો કહ્યા.