પાટણમાં ઠાકોર સમાજે યુવાનોને અદ્યતન લાઈબ્રેરી ભેટમાં આપી

ઠાકોર સમાજે થોડા દિવસ પહેલા દીકરીઓ માટે લાઈબ્રેરી બનાવી હતી હવે તેણે દીકરાઓને પણ અદ્યતન સુવિધાઓ સાથેની લાઈબ્રેરી ભેટમાં આપી છે.
patran news

ગુજરાતમાં ઓબીસી સમાજમાં સૌથી વધુ વસ્તી ઠાકોર-કોળી સમાજની છે. છતાં સમસ્યા એ છે કે હજુ પણ આ સમાજમાં કુરિવાજો અને શિક્ષણનું પ્રમાણ ઘણું વધારે છે. જેના કારણે મનુવાદી રીતિરિવાજોએ ભરડો લઈ લીધો છે. દોરા-ધાગા, માતાજીના માંડવા કરવા, ભૂવાઓનું સ્વાગત કરવું જેવા બ્રાહ્મણવાદી રીતિરિવાજો વચ્ચે સમાજ ફસાયેલો છે. પરિણામે મોટી વસ્તી હોવા છતાં આ સમાજને તેના હકો મળતા નથી. જો કે સમાજ હવે મનુવાદીઓની આ ચાલ સમજવા માંડ્યો છે અને એટલે જ હવે તેણે શિક્ષણને અગ્રતા આપવાનું શરૂ કરી દીધું છે. અને એટલે જ સમાજના યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તૈયારી કરી નોકરીએ લાગે માટે આયોજન શરૂ કરી દીધું છે.

ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજનો ગઢ ગણાતા પાટણમાં ઠાકોર સમાજ દ્વારા સદારામ ચોક શિવાલિક કોમ્પ્લેક્ષ ખાતે સમસ્ત ક્ષત્રિય ઠાકોર સમાજ પાટણ દ્વારા સંત શ્રી સદારામ કુમાર લાઈબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: ‘અનિરુદ્ધે મને પ્રેગનન્ટ કરી, મામાએ ગન બતાવી ગર્ભપાત કરાવ્યો’

યુવતીઓ બાદ યુવાનો માટે લાઈબ્રેરી ખૂલ્લી મૂકાઈ

ઠાકોર સમાજના યુવાનો આજના સ્પર્ધાત્મક યુગમાં શિક્ષણમાં પાછળ ન રહી જાય તે માટે સંત શ્રી સદારામ પાટણ કમિટી અને સમાજના આગેવાનો ચિંતા કરતાં હતાં. થોડા દિવસ પહેલા સમાજના શિક્ષિત લોકો અને સમાજ સેવકોએ આગળ આવીને યુવા પેઢીને મદદરૂપ થવાના તે હેતુથી સ્પર્ધાત્મક પરીક્ષામાં તૈયારી કરવા માટે 8 જૂને હાઈટેક સંત શ્રી સદારામ કન્યા લાયબ્રેરીની દીકરીઓને ભેટ આપી હતી. હવે તેમણે સંત શ્રી સદારામ કુમાર લાઈબ્રેરીનું ઉદ્ઘાટન કરી સમાજના યુવકોને લાઈબ્રેરી ભેટ આપી છે.

મંગાજી ઠાકોરે 1.21 લાખની રકમ દાન કરી

પાટણના ડેર ગામના ઠાકોર સમાજના ભામાશા ગણાતા મંગાજી ઠાકોરે રૂ.1,21,000ની રકમ લાઈબ્રેરી માટે દાનમાં આપી શિક્ષણની જ્યોત જલાવી છે. તેમના દાનમાં સમાજના અન્ય જાગૃત વડીલો, યુવાનોએ સાથ સહકાર આપીને સમાજના યુવાનો માટે અદ્યતન સુવિધાઓ ધરાવતી લાઈબ્રેરી ખુલ્લી મુકી છે.

ઠાકોર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

લાયબ્રેરીના ઉદ્ઘાટન પ્રસંગે ઠાકોર સમાજના અગ્રણીઓ નવઘણજી ઠાકોર, ડો.મનોજજી ઠાકોર, મેલાજી ઠાકોર, જબરસિંહ ઠાકોર, ભાવસિંહજી ઠાકોર, દિનેશજી ઠાકોર સહિત આગેવાનો-દાતાઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: પાટણવાડા વણકર સમાજે લગ્નમાં DJ-વરઘોડા પર પ્રતિબંધ મૂક્યો

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Prabudh BHARAT
Prabudh BHARAT
11 months ago

Great work….. Salute to leaders of Thakor Samaj who understands the importance of education

1
0
Would love your thoughts, please comment.x
()
x