14 વર્ષની દલિત દીકરી 13 યુવકોએ રેપ કરતા ગર્ભવતી બની

નવમા ધોરણમાં ભણતી દલિત દીકરી પર તેના પ્રેમી અને તેના મિત્રોએ વારાફરતી બળાત્કાર ગુજાર્યો. સગીરાને 6 માસનો ગર્ભ રહી જતા ભાંડો ફૂટ્યો.
Dalit minor gangraped kept tied up for 20 days in Varanasi
Dalit minor gangraped kept tied up for 20 days in Varanasi

આંધ્રપ્રદેશના સત્ય સાંઈ જિલ્લાના રામાગિરી તાલુકાના એદુગુર્રાલપલ્લી ગામમાં જાતીય શોષણનો એક ભયાનક મામલો પ્રકાશમાં આવ્યો છે. અહીં ધોરણ 9 માં ભણતી એક દલિત વિદ્યાર્થિની પર તેના બોયફ્રેન્ડ અને તેના 12 મિત્રોએ બળાત્કાર ગુજારતા તેને છ મહિનાનો ગર્ભ રહી ગયો છે. હવે પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને આરોપીઓની ધરપકડ કરવા માંડી છે.

માતાપિતા હોસ્પિટલ લઈ ગયા અને ભાંડો ફૂટ્યો

ચાર દિવસ પહેલા વિદ્યાર્થીની વારંવાર બીમાર પડતી હોવાથી તેના માતાપિતા તેને સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં ઉપસ્થિત ડોક્ટરે તેમને વિદ્યાર્થીની 6 મહિનાની ગર્ભવતી હોવાની માહિતી આપી હતી. ત્યારબાદ રામગિરી પોલીસે માતા-પિતાની હાજરીમાં સગીરાની પૂછપરછ કરી હતી. જેમાં તેણીએ ખુલાસો કર્યો કે 13 યુવાનોએ સમયાંતરે તેના પર બળાત્કાર કર્યો હતો.

પ્રેમીએ રેપ કરી વીડિયો બનાવી મિત્રોને બતાવ્યો

મુખ્ય આરોપીની ઓળખ તે જ ગામના અભિષેક તરીકે થઈ છે. જેણે કથિત રીતે છોકરીને પ્રેમનું નાટક કરી જાળમાં ફસાવી હતી. અભિષેક વિદ્યાર્થીનીને એકાંત સ્થળે લઈ ગયો હતો અને તેના પર બળાત્કાર કર્યો હતો. બાદમાં તેણે તેના એક નજીકના મિત્રને આ ઘટનાની જાણ કરી હતી અને તેણે પણ છોકરીને એકાંત સ્થળે લઈ જઈને બળાત્કાર કર્યો અને તેના મોબાઈલ ફોનમાં વીડિયો બનાવી લીધો અને આ વિડિઓ તેના મિત્રો સાથે શેર કર્યો. ત્યારબાદ 12 અન્ય યુવાનોએ વિડિઓ વાયરલ કરવાની ધમકી આપીને વિદ્યાર્થીની પર બળાત્કાર કર્યો. ધમકીઓ છતાં આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જેમાં આરોપીઓના નામ જાહેર થયા છે.

પીડિતાના પરિવાર પર સમાધાન કરી લેવા દબાણ કરાયું

આ મામલે આરોપી યુવકોના પરિવારજનો અને કેટલાક માથાભારે તત્વો દ્વારા પીડિતાના પરિવારને પૈસા આપીને સમાધાન કરી લેવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાનો પણ આરોપ લાગ્યો છે. ચાર દિવસ પહેલા ગામના માથાભારે સમાજના વડીલોએ પીડિતાના પરિવાર અને આરોપીઓને મામલો પૈસા આપીને ઉકેલવા દબાણ કર્યું હતું.

આ પણ વાંચો:  દલિત યુવકને જાતિ નડી, સવર્ણ પત્નીએ ઝેર આપી હત્યા કરી

સોશિયલ મીડિયા પર આરોપ મૂકવામાં આવ્યો છે કે આરોપીઓ સત્તાધારી તેલુગુ દેશમ પાર્ટી (TDP) સાથે સંકળાયેલા કાર્યકરોના સંતાનો છે અને રાજકીય પ્રભાવનો દુરુપયોગ કરી રહ્યા છે. જવાબમાં સત્ય સાંઈ પોલીસ અધિક્ષક પી.વી. રત્નાએ સ્થાનિક પોલીસ સાથે મળીને પીડિતાના પરિવારની ઓળખ કરીને શુક્રવારે કેસ નોંધ્યો હતો.

પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ કેસ નોંધાયો

રામગિરીના ઇન્સ્પેક્ટર શ્રીધરે જણાવ્યું હતું કે, સગીરને સારવાર માટે ધર્મવરમ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. 13 આરોપીઓ – અભિષેક, પ્રતીક, મહેશ, વર્ધન, ગિરી, રાજેશ, જક્કુ, અંજી, મુરલી, હેમંત, કાર્તિક, નંદા અને એચ. નાગરાજુ – તેમજ મામલો દબાવવાનો પ્રયાસ કરનારા બે ગામના વડીલો સામે POCSO એક્ટ અને SC/ST (અત્યાચાર નિવારણ) એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે.

રેપ મામલે રાજકારણ પણ શરૂ થઈ ગયું

આ મામલે રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. વાયએસઆર કોંગ્રેસના પ્રભારી ટી. પ્રકાશ રેડ્ડીએ આરોપ લગાવ્યો છે કે, આ ઘૃણાસ્પદ કૃત્ય પાછળ TDP સમર્થકોના સંતાનોનો હાથ છે અને ધારાસભ્ય પરિતાલા સુનિતા આરોપીઓને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. સુનિતાએ આ આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે તેમણે પોલીસને તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે અને અધિકારીઓ પીડિતાને ન્યાય મળે તે માટે કડક કાર્યવાહીની ખાતરી આપી રહ્યા છે.

આ પણ વાંચો: સુરતના માંગરોળમાં ટાંકી સાફ કરવા ઉતરેલા બે શ્રમિકોના મોત

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x