ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 22 વર્ષની કુંવારી દલિત દીકરી માતા બની છે.
આ સમગ્ર મામલો હલિયા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામનો છે, જ્યાં યુવતીની પડોશમાં રહેતા યુવકે લગ્નના બહાને બે વર્ષ સુધી તેના પર બળાત્કાર ગુજાર્યો. એ દરમિયાન યુવતી ગર્ભવતી થઈ ગઈ, એ પછી તેના બોયફ્રેન્ડે તેનાથી અંતર જાળવી લીધું. યુવતીને લાગી આવતા તે પ્રેમીના ઘરની બહાર 9 મહિનાના બાળકને ગર્ભમાં ઉછેરતી વખતે ધરણા પર બેઠી હતી. 5 દિવસ સુધી ધરણા પર બેઠેલી યુવતીની તબિયત બગડી અને તેને નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવી, જ્યાં તેણે એક છોકરાને જન્મ આપ્યો છે. હવે યુવતી ન્યાયની ગુહાર લગાવી રહી છે.
હાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની 22 વર્ષીય દલિત યુવતીને તે જ ગામના એક યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. આરોપ છે કે યુવકે લગ્નના બહાને બે વર્ષ સુધી તેની સાથે શરીર સંબંધ રાખ્યો હતો. પણ જેવી યુવતી ગર્ભવતી બની કે તરત તેણે તેનાથી દૂર રહેવાનું શરૂ કરી દીધું અને તેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો. પીડિત યુવતીનો આરોપ છે કે હાલિયા પોલીસમાં ફરિયાદ કર્યા બાદ પોલીસે 30 ઓગસ્ટ 2024ના રોજ યુવકને સામાન્ય કલમો હેઠળ જેલમાં મોકલી દીધો હતો, જ્યાંથી તે થોડા દિવસો પછી જામીન પર બહાર આવી ગયો હતો.
5 દિવસથી યુવકના ઘર બહાર ધરણા પર બેઠી હતી
યુવકે તરછોડી દીધાં બાદ ન્યાય માટે યુવતી પાંચ દિવસથી ગર્ભવતી હોવા છતાં યુવકના ઘરની બહાર ધરમા પર બેઠી હતી. પોલીસે આવીને યુવતીને અનેકવાર સમજાવી, તેને ધમકી આપી અને ઘરે પાછા જવાનું કહ્યું. તેમ છતાં યુવતી સંમત ન થઈ. તે તેના પ્રેમીના ઘરની બહાર બેઠી રહી. જ્યાં કોઈ સહારો કે છાંયો ન મળતાં તેની હાલત બગડવા લાગી. માહિતી મળતાં જ ગામની મહિલા આરોગ્ય કાર્યકર તેને પેટા આરોગ્ય કેન્દ્ર લઈ ગઈ, જ્યાં તેણે મોડી રાત્રે એક બાળકને જન્મ આપ્યો હતો.
આરોપી યુવક ફરાર
પાડોશી યુવકે યુવતીને પ્રેમ જાળમાં ફસાવી અને લગ્નના બહાને તેના પર અનેક વખત શરીરસંબંધ બાંધ્યો હતો. જ્યારે યુવતી ગર્ભવતી થઈ ત્યારે તેના પરિવારે તેને ઘરમાંથી કાઢી મૂકી, તેથી પીડિતા આરોપી યુવકના ઘરે પહોંચી ગઈ. પરંતુ યુવકના પરિવારે પણ તેને ધક્કો મારીને બહાર કાઢી મૂકી. હાલ આરોપી યુવક ઘરેથી ભાગી ગયો છે. આવી સ્થિતિમાં યુવતી લાચાર સમજીને છેલ્લા 4-5 દિવસથી યુવકના ઘરની બહાર ધરણાં પર બેઠી હતી. પણ ત્યાં જ તેની તબિયત બગડતા દવાખાનામાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં બાળકનો જન્મ થયો હતો.
🚨 ब्रेकिंग: मिर्जापुर 🚨
शादी का झांसा देकर युवक ने किया दुष्कर्म
वर्षों तक किया शोषण, युवती हुई गर्भवती। न्याय की मांग को लेकर पीड़िता युवक के घर के बाहर धरने पर बैठी। परिजनों ने युवती को घर से धक्का देकर निकाला बाहर। 4 दिन से पीड़िता घर के बाहर बैठी, प्रशासन से गुहार।
— भारत समाचार | Bharat Samachar (@bstvlive) March 7, 2025
બાળકને જન્મ આપ્યા પછી યુવતી કહી રહી છે કે તે તેના છેલ્લા શ્વાસ સુધી તેના અધિકારો માટે લડશે. પીડિત યુવતી અને તેના પરિવારનો આરોપ છે કે પોલીસ ન્યાય અપાવવાને બદલે તેમને ધમકાવી રહી છે. જ્યાં સુધી તેને ન્યાય નહીં મળે ત્યાં સુધી તે પાછળ હટવાનો નથી.
પોલીસ શું કહે છે?
લાલગંજના સીઓ અશોક કુમાર સિંહે જણાવ્યું કે આ મામલો તેમના ધ્યાનમાં આવ્યો છે. આ મામલે અગાઉ પણ કેસ નોંધવામાં આવ્યો હતો અને યુવકને પણ જેલમાં મોકલવામાં આવ્યો. જો પરિવાર તેને રાખી રહ્યો નથી, તો તેને નારી નિકેતન મોકલવામાં આવશે જેથી યુવતી અને બાળકને સુરક્ષિત રાખી શકાય. હાલ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: 5 પોલીસ સ્ટેશનના કાફલા વચ્ચે દલિત વરરાજાનો વરઘોડો નીકળ્યો