ફાઈનલી! દલિત વિદ્યાર્થી શિવમ સોનકરને BHUમાં પ્રવેશ મળ્યો

બનારસ હિંદુ યુનિવર્સિટી(BHU)માં PhD પ્રવેશને લઈને છેલ્લા 20 દિવસથી હડતાળ પર બેઠેલા દલિત વિદ્યાર્થી Shivam Sonkar ને આખરે યુનિવર્સિટીએ પ્રવેશ આપ્યો છે.
bhu

Shivam Sonkar BHU PhD Admission: બનારસ હિંદુ યુનિવર્સિટી(BHU)માં PhD પ્રવેશને લઈને છેલ્લા 20 દિવસથી હડતાળ પર બેઠેલા દલિત વિદ્યાર્થી શિવમ સોનકર(Shivam Sonkar)ની માંગણીઓ સામે યુનિવર્સિટી તંત્રે ઝૂકવું પડ્યું છે અને તેને પીએચડીમાં પ્રવેશ આપવો પડ્યો છે. વિપક્ષના દબાણ બાદ, શિક્ષણ મંત્રાલયે આ મામલે હસ્તક્ષેપ કર્યો અને યુજીસી(UGC)એ બાકીની બેઠકો પર પ્રવેશની મંજૂરી આપી.

યુનિવર્સિટીએ તરત જ આદેશનું પાલન કર્યું અને પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી હતી અને શિવમ સોનકરને પહેલા જ દિવસે પ્રવેશ મળી ગયો હતો.
પ્રવેશ મળ્યા બાદ શિવમ સોનકરે મહાનાયક ડો.ભીમરાવ આંબેડકરના સંઘર્ષને યાદ કર્યો અને આંદોલનમાં તેનો સાથ આપનાર દરેક લોકોનો આભાર માન્યો. તેમણે આ સમગ્ર આંદોલનમાં સાથ આપનાર મિત્રો, પ્રોફેસરોનો આભાર માનતા કહ્યું કે, આ સત્યનો વિજય છે.

આ પણ વાંચો:  એક સમયે ઘરનું વાયરીંગ કરતા આ બહુજન યુવક પાસે આજે IIM-A, AMUL, Indian Railway જેવા ક્લાયન્ટ્સ છે!

bhu

શિવમ સોનકરે કહ્યું કે યુનિવર્સિટીએ ખોટું કર્યું હતું અને તેથી જ મારો સંઘર્ષ ચાલુ હતો. મને ખુશી છે કે મારી સાથે બીજા વિદ્યાર્થીઓ પણ પ્રવેશ મેળવી રહ્યા છે, જેમને આ નિયમને કારણે દર વર્ષે પ્રવેશ મળતો નહોતો.

પીએડીમાં પ્રવેશ મળ્યાં પછી શિવમ સોનકરે કહ્યું કે હવે હું માલવિયા રિસર્ચ સ્ટડી સેન્ટરનો રિસર્ચ સ્ટુડન્ટ બની ગયો છું. મેં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, ત્યારબાદ યુનિવર્સિટીએ મને ફી જમા કરાવવા માટે એક લિંક મોકલી હતી, મેં ફી જમા કરાવી અને મને એડમિશન મળી ગયું.

શિવમે કહ્યું કે 20 દિવસ સુધી મને જમવાનું આપીને ટેકો આપનાર મિત્રોનો હું આભાર માનું છું. વધારે ખુશી એ વાતની છે કે તેમની મદદ બેકાર નથી ગઈ, આ તેમના સંઘર્ષની જીત છે.

આ પણ વાંચો: ઠાકુર મહિલા નકલી SC સર્ટિફિકેટ પર ચૂંટણી જીતી મંત્રી બની ગઈ?

3.7 3 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x