Coimbatore: પેરિયારની ભૂમિ તમિલનાડુના કોઈમ્બતુર(Coimbatore:)માં એક શરમજનક ઘટના સામે આવી છે. અહીં એક ખાનગી શાળામાં ભણતી દલિત વિદ્યાર્થીની(Dalit girl student)ને માસિક (period) આવતા તેને વર્ગખંડમાંથી કાઢી મૂકવામાં આવી હતી. દલિત દીકરી ધોરણ આઠની પરીક્ષા (exam) આપવા માટે સ્કૂલમાં ગઈ હતી. એ દરમિયાન તેને માસિક આવી જતા શાળાએ તેને સ્કૂલમાંથી બહાર નીકળી જવા કહ્યું હતું. જો કે, પરીક્ષા ચાલું હોવાથી તેને વર્ગખંડની બહાર બેસીને પરીક્ષા આપવા માટે આદેશ કરાયો હતો. એ પછી વિદ્યાર્થીનીએ વર્ગખંડના દરવાજા પાસે બેસીને પરીક્ષા આપવી (sit outside school for exams) પડી હતી. પીડિતા આઠમા ધોરણની વિદ્યાર્થીની છે. છોકરીની માતાએ આ અંગે શિક્ષણ વિભાગના અધિકારીઓને ફરિયાદ કરી છે. ગામના કેટલાક લોકો આ બાબતે ડેપ્યૂટી કલેક્ટરને મળવાની યોજના બનાવી રહ્યાં છે. તેઓ ઇચ્છે છે કે જિલ્લા વહીવટીતંત્ર શાળા સામે કડક કાર્યવાહી કરે. જાગૃત આ લોકોનું કહેવું છે કે શાળાએ છોકરી સાથે ખરાબ વર્તન કર્યું છે એટલે તેની સામે કાર્યવાહી થવી જોઈએ.
#TamilNadu: A video has emerged from a private school near Kinathukadavu in the #Coimbatore district, where a Class 8 girl belonging to the Arundhathiyar community was made to sit outside the classroom and write her exam during her menstrual period.
The incident took place at… pic.twitter.com/nTjnm1Zmad
— South First (@TheSouthfirst) April 10, 2025
વિદ્યાર્થીનીની માતાએ ફરિયાદ કરી હતી
દલિત વિદ્યાર્થીની સ્વામી ચિદભવાનંદ મેટ્રિક ઉચ્ચ માધ્યમિક શાળામાં અભ્યાસ કરે છે. આ શાળા સેંગુટ્ટઇપલાયમ ગામમાં છે. આરોપ છે કે શાળાએ તેને 7 એપ્રિલે વિજ્ઞાનની પરીક્ષા અને બુધવારે સામાજિક વિજ્ઞાનની પરીક્ષા વર્ગખંડની બહાર આપવા મજબૂર કરી હતી. એક દલિત કાર્યકર્તાએ જણાવ્યું કે વિદ્યાર્થીનીએ 7 એપ્રિલની સાંજે તેની માતાને આ વિશે કહ્યું એ પછી તેની માતા બુધવારે શાળાએ ગઈ હતી. તેણે જોયું કે તેની દીકરીને વર્ગખંડની બહાર બેસીને પરીક્ષા આપવી પડી રહી છે. તેણે પોતાના મોબાઈલ ફોનથી તેનો વીડિયો બનાવ્યો. આ વીડિયો બુધવારે રાત્રે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. એ પછી સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.
તપાસના આદેશ અપાયા
કોઈમ્બતુર જિલ્લા કલેક્ટર પવનકુમાર જી ગિરિયપ્પનવે જણાવ્યું હતું કે પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. મેટ્રિક સ્કૂલના નિરીક્ષકને જિલ્લા વહીવટીતંત્રને વિગતવાર અહેવાલ સુપરત કરવા માટે કહેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે શાળા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના બાદ લોકોમાં ગુસ્સો છે. લોકો સોશિયલ મીડિયા પર સ્કૂલની ટીકા કરી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે શાળા સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
આ પણ વાંચોઃ ફી ન ભરી શકતા સ્કૂલે પરીક્ષા દેતા રોકી, દલિત દીકરીનો આપઘાત
*વર્ગની શિક્ષિકા માસિકમાં હોય ત્યારે શું પ્રિન્સિપાલ ને
ખબર પડે છે? ખરી? શા માટે ગરીબ વિદ્યાર્થીનીઓને
પરેશાન કરવામાં આવે છે? જયભીમ!