દેશમાં એકબાજુ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને એનડીએની જીતને લઈને સવર્ણ હિંદુઓ ભારે ઉત્સાહમાં છે. બીજી તરફ ભાજપસાશિત રાજ્યોમાં દલિતો પર અત્યાચાર, ધાક-ધમકીની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે. ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં આઝાદીના 78 વર્ષ પછી પણ દલિત સમાજના વરરાજા ઘોડી પર બેસીને નીકળી શકતા નથી. આવી જ એક ઘટનામાં એક ગામમાં 150 વર્ષ બાદ દલિત વરરાજા ઘોડી પર બેસીને નીકળ્યા હતા. વરરાજાની સુરક્ષામાં ત્રણ પોલીસ સ્ટેશનની પોલીસ ખડકી દેવામાં આવી હતી.
હરિયાણાના રેવાડીના ખેડી દલુ સિંહ ગામની ઘટના
ઘટના ભાજપસાશિત રાજ્ય હરિયાણાનો છે. અહીંના રેવાડીના બાવલ વિસ્તારમાં આવેલા ખેડી દલુ સિંહ ગામમાં, 150 વર્ષ પછી એક દલિત વરરાજા ઘોડી પર બેસીને નીકળ્યા હતા. આ વરઘોડો 13 નવેમ્બર, ગુરુવારના રોજ કાઢવામાં આવ્યો હતો. સરઘસ દરમિયાન ત્રણ પોલીસ સ્ટેશનના પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા હતા, જેની આગેવાની ડીએસપી કરી રહ્યા હતા. વરઘોડો ગામમાંથી નીકળીને પરણવા માટે રવાના થયો હતો.

આ પણ વાંચો: ક્ષત્રિયોએ દલિત વરરાજાને ઘોડી પર બેસાડી ધામધૂમથી પરણાવ્યા
ગામના સ્થાપના કાળથી દલિતોને ઘોડીએ ચડવાની મનાઈ
મીડિયા રિપોર્ટ મુજબ, આ ગામના ઈતિહાસમાં ક્યારેય કોઈ અનુસૂચિત જાતિનો યુવાન ઘોડી પર બેસીની પરણવા જઈ શક્યો નથી. ગામના સવર્ણ હિંદુઓ જાતિના લોકોની દાદાગીરી એટલી બધી છે કે, દેશ આઝાદ થયો, બંધારણ લાગુ થયું તેમ છતાં આ ગામના 150 વર્ષના ઈતિહાસમાં હજુ સુધી કોઈ દલિત વરરાજા ઘોડીએ ચડીને પરણવા જઈ શક્યા નથી. આ પહેલીવાર છે, જ્યારે અહીં એક દલિત વરરાજા ઘોડી પર બેસીને નીકળ્યા હોય. આવું એટલા માટે શક્ય બન્યું કારણ કે, વરરાજાના પરિવારે બંધારણમાં કરવામાં આવેલી જોગવાઈનો સહારો લીધો હતો. દલિત સમાજમાંથી આવતા વરરાજાના પરિવારજનોને આશંકા હતી કે, વરઘોડા દરમિયાન ગામના જાતિવાદી તત્વો હુમલો કરી શકે છે. આથી તેમણે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. એ પછી વરઘોડાના પોલીસ રક્ષણ પુરું પાડવામાં આવ્યું હતું અને વરઘોડો નીકળ્યો હતો.

પરિવારે પોલીસ અને વહીવટનો આભાર માન્યો હતો.
પશુપાલન વિભાગમાં કામ કરતા વરરાજા અંકિતે જણાવ્યું હતું કે, કે અમારા ગામનો પાયો નખાયો ત્યારથી ગામના સવર્ણ જાતિના લોકોએ પ્રથાને નામે આ દાદાગીરી ચાલુ કરી હતી. જે આજ સુધી કાયમ રહી છે. અંકિતે કહ્યું કે, અગાઉ પણ દલિત સમાજના અનેક લોકોએ ઘોડી પર બેસીને લગ્ન કરવા જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સવર્ણ હિંદુઓની માથાભારે કોમના લોકોની દાદાગીરી અને બીકને કારણે તેઓ ઘોડી પર બેસી શક્યા નહોતા. અમને પણ આ બાબતનો ડર હોવાથી માનવ અધિકાર આયોગ, રેવાડી પોલીસ અને વહીવટીતંત્રમાં ફરિયાદ નોંધાવી હતી અને રક્ષણની અપીલ કરી હતી. ત્યારબાદ, ત્રણ પોલીસ સ્ટેશનની પોલીસ અને ડ્યુટી મેજિસ્ટ્રેટની હાજરીમાં વરઘોડો શાંતિપૂર્ણ રીતે નીકળી શક્યો હતો. આ ઘટના બાદ, પરિવારે પોલીસ અને વહીવટીતંત્રનો આભાર માન્યો.
આ પણ વાંચો: પાટણના ભીલવણમાં લગ્નમાં ડીજે મુદ્દે દલિતો પર મુસ્લિમોનો હુમલો
પોલીસ જાપ્તો જોઈને સવર્ણોની બોલતી બંધ થઈ
બાવલના ડીએસપી સુરેન્દ્ર શ્યોરાણે જણાવ્યું હતું કે ગામમાં કોઈ તણાવ નહોતો. સાવચેતીના પગલા તરીકે પોલીસ હાજર હતી, અને લગ્નનો વરઘોડો શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો.
ગામના સરપંચ નેપાલ સિંહે જણાવ્યું હતું કે ગામમાં કોઈએ વિરોધ કર્યો નથી. ગામમાં દરેક વ્યક્તિ શાંતિ ઇચ્છે છે. પરિવારે પોલીસ વહીવટીતંત્રમાં ફરિયાદ નોંધાવી હતી, જેના કારણે સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હતા. વરઘોડો શાંતિપૂર્ણ રીતે નીકળ્યો હતો.
હરિયાણામાં જાટ જાતિના લોકોની દાદાગીરી
ઉલ્લેખનીય છે કે, હરિયાણામાં જાટ જાતિના લોકોની દાદાગીરીને કારણે અનેક ગામોમાં આજની તારીખે પણ અનુસૂચિત જાતિ સમાજના લોકો ઘોડી પર બેસીને લગ્ન કરવા જઈ શકતા નથી. અગાઉ પણ અનેકવાર રાજ્યમાં દલિત વરરાજાની જાન પર હુમલો થયાની ઘટના બની ચૂકી છે. તેથી સાવચેતીના ભાગરૂપે આ વરઘોડો પોલીસ સુરક્ષા વચ્ચે કાઢવામાં આવ્યો હતો. આઝાદીના 78 વર્ષ બાદ પણ દલિતોની સ્થિતિ કેવી છે તે આ ઘટના પરથી સમજી શકાય છે.
આ પણ વાંચો: ‘તું દલિત છે, બગીમાં બેસીને નીકળ્યો તો ગોળી મારી દઈશું’












इतिहास टकराने वालों का लिखा जाता है…