બહેને દલિત યુવક સાથે લગ્ન કરતા ભાઈઓએ 5 ગોળી મારી દીધી

Dalit News: બહેને દલિત યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. ત્રણ વર્ષ પછી પણ ભાઈઓનો ગુસ્સો શાંત ન થયો. બહેનની પાંચ ગોળીઓ મારીને હત્યા કરી.
Dalit News

Dalit News: ગુજરાત સહિત દેશભરમાં એકબાજુ જાતિવાદ સતત પોતાનો ભરડો મજબૂત કરી રહ્યો છે, બીજી તરફ તેની આડમાં જાતિનું ગૌરવ જાળવવા ઓનર કિલીંગની ઘટનાઓ પણ વધી રહી છે. આવી જ એક ચોંકાવનારી ઘટનામાં પ્રેમલગ્ન કરનાર બહેનની તેના 4 ભાઈઓએ ત્રણ વર્ષ બાદ પાંચ ગોળી મારીને હત્યા કરી નાખી હતી.

બહેનને દલિત યુવક સાથે લગ્ન કરવાની સજા આપી

ભાઈબહેનના સંબંધને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર માનવામાં આવે છે, પરંતુ હરિયાણાના રોહતક(Rohtak honor killing)માં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેણે ભાઈ-બહેનના સંબંધને તોડી નાખ્યો છે. રોહતકમાં, એક છોકરીને તેના ભાઈઓએ દલિત યુવક (Dalit youth love marriage)સાથે લગ્ન કરવા બદલ એવી ભયાનક સજા આપી છે કે તેનાથી સમગ્ર વિસ્તાર ચોંકી ગયો છે.

આ પણ વાંચો: દલિત યુવકને પ્રેમ કરતી યુવતીની તેની માતાએ હત્યા કરી

લગ્નના ત્રણ વર્ષ બાદ છોકરી તેના પતિ સાથે તેના ગામમાં પરત ફરી હતી, જે તેના ભાઈઓને મંજૂર નહોતું. 23 વર્ષીય સપના, જેણે દલિત યુવક સાથે કોર્ટ મેરેજ કર્યા હતા, તેને તેના જ ભાઈઓએ(Brothers) ગોળી મારીને હત્યા કરી(shoot sister five times) દીધી છે. છોકરીના ભાઈઓને લાગ્યું કે તેની બહેન ગામમાં રહે તે તેમનું અપમાન છે, જેના કારણે તેમણે આ ભયાનક પગલું ભર્યું હતું.

પ્રેમલગ્નમાં પરિવારની નારાજગીએ જીવ લીધો

સપના ઘરેથી ભાગી ગઈ હતી અને કોર્ટમાં દલિત સમાજમાંથી આવતા ઓટો ડ્રાઈવર યુવક સૂરજ સાથે લગ્ન કર્યા હતા. બંને એક જ ગામના રહેવાસી હતા. લગ્ન પછી તેઓ લગભગ ત્રણ વર્ષ ગામની બહાર રહ્યા હતા, પરંતુ તાજેતરમાં પાછા ફર્યા બાદ પરિવારની નારાજગી વધુ તીવ્ર બની હતી. એ દરમિયાન આરોપી ભાઈઓએ ઘરમાં ઘૂસીને સપનાને પાંચ ગોળી મારી દીધી, જેનાથી તેણીનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. જ્યારે તેનો સાળો સાહિલે તેને બચાવવા વચ્ચે પડ્યો, ત્યારે હુમલાખોરોએ તેને પણ છાતીમાં ગોળી મારી દીધી.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, સપનાના ભાઈઓ તેની બહેન એક દલિત યુવક સાથે પ્રેમ લગ્ન કરીને ગામમાં જ રહે તે બાબતથી ભારે ગુસ્સામાં હતા. તેઓ આનાથી સામાજિક રીતે અપમાનિત થયાની લાગણી અનુભવી રહ્યા હતા. આ માનસિકતાએ આ ઘટનાને જન્મ આપ્યો હતો.

આ પણ વાંચો: ‘સૈરાટ’ ફિલ્મ જેવી ઘટનાઃ મુસ્લિમ પ્રેમિકાની હત્યા, દલિત પ્રેમી ગુમ

પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઓનર કિલિંગ કેસમાં ચાર આરોપીઓ ધર્મેન્દ્ર (સપનાનો ભાઈ)નો પુત્ર સંજુ, બલજીતનો પુત્ર રાહુલ, સુભાષનો પુત્ર અંકિત અને સંદીપનો પુત્ર ગૌરવ ફરાર હતા. પોલીસને માહિતી મળી હતી કે આ આરોપીઓ સુનિતાના પતિ સૂરજની હત્યાનું કાવતરું ઘડી રહ્યા છે. પોલીસે તેમને ઘેરી લીધા અને ચેતવણી આપી, પરંતુ આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો. જવાબમાં પોલીસે ગોળીબાર કર્યો, ગોળી તેમના પગમાં વાગી અને ચારેય ઘાયલ થયા.

ઘટના બાદ ગામમાં સુરક્ષા વધારી દેવામાં આવી

આ ઘટના બાદ ગામમાં તણાવને કારણે વધારાનો પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. પોલીસ આ કેસની તાત્કાલિક તપાસ કરી રહી છે અને પીડિત પરિવારની સલામતી પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ ઘટનાએ ફરી એકવાર દેશમાં પ્રેમ લગ્ન અંગે હજુ પણ સમાજમાં કેટલી હદે કટ્ટરતા પ્રવર્તે છે તે જાહેર કરી દીધું છે.

આ પણ વાંચો: દલિત યુવક સાથે પ્રેમલગ્ન કરનાર યુવતીનું પિતાએ માથું વાઢી નાખ્યું

4.7 3 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x