છોટાઉદેપુરની દીકરી રાઠવા આદિવાસી સમાજની પહેલી પાયલોટ બની

છોટાઉદેપુરના કેલદરા ગામની શીતલ રાઠવાએ આર્થિક તંગી અને પડકારો વચ્ચે આદિવાસી સમાજની પ્રથમ પાયલોટ બનવાની સિદ્ધિ હાંસલ કરી છે.
Chhota Udepur

પાયાની સુવિધાઓથી વંચિત અને અંતરિયાળ ગણાતા છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના કેલદરા ગામની એક આદિવાસી દીકરીએ પોતાની અડગ હિંમત અને મહેનતના બળે ઇતિહાસ રચી દીધો છે. ખેતી અને પશુ ચિકિત્સક તરીકે નાનું-મોટું કામ કરતા સામાન્ય પરિવારમાંથી આવતી શીતલ જસવંતભાઈ રાઠવાએ તમામ આર્થિક અને સામાજિક વિષમતાઓને પરાસ્ત કરીને પાયલોટ બનવાની દિશામાં સફળ ઉડાન ભરી છે. પોતાના સમાજની પ્રથમ મહિલા પાયલોટ બનીને શીતલે સાબિત કરી દીધું છે કે સંકલ્પ શક્તિ આગળ ગરીબી કે અંતરિયાળ વિસ્તારના પડકારો ક્યારેય બાધક બની શકતા નથી.

મુખ્યમંત્રીના હેલિકોપ્ટરનું લેન્ડિંગ જોઈને સેવેલું સપનું

શીતલ રાઠવાની આ પ્રેરણાદાયી સફર પાછળ એક રસપ્રદ કિસ્સો જોડાયેલો છે. શીતલ જ્યારે મધ્ય પ્રદેશના અલીરાજપુર ખાતે જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 12 સુધીનો અભ્યાસ કરી રહી હતી, ત્યારે મધ્ય પ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ છકતલા ગામે એક કાર્યક્રમમાં હેલિકોપ્ટરમાં આવ્યા હતા. તે સમયે તેમની સાથે આવેલું હેલિકોપ્ટર જોવા શીતલ તેની સહેલીઓ સાથે ગઈ હતી.

હેલિકોપ્ટરને હવામાં ઊડતું જોઈને સહેલીઓ આગળ શીતલે મક્કમતાથી કહ્યું હતું કે, “બીજા લોકો હેલિકોપ્ટર ઉડાવે તે હું કેમ જોઉં, હું પોતે જ હેલિકોપ્ટર ઉડાવીશ!” તે સમયે સહેલીઓએ આ વાતને રમુજમાં લીધી હતી, પરંતુ શીતલે તે જ ક્ષણે પોતાના જીવનનું આખરી લક્ષ્ય નક્કી કરી લીધું હતું.

આ પણ વાંચો: સંકલ્પ ભૂમિ વડોદરાને ફાળવાયેલી કરોડોની ગ્રાન્ટ ક્યાં ગઈ?

પૂણેથી એન્જિનિયરિંગ બાદ સાઉથ આફ્રિકામાં પાયલોટની તાલીમ

શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યા પછી શીતલે પૂણેથી એન્જિનિયરિંગનો કોર્સ સફળતાપૂર્વક પૂરો કર્યો હતો. ત્યારબાદ તેણે પોતાના પાયલોટ બનવાના સપનાને સાકાર કરવા માટે વિદેશમાં સાઉથ આફ્રિકા ખાતેના પાયલોટ કોર્સમાં એડમિશન મેળવ્યું હતું. જોકે, આ તાલીમ માટે અંદાજે રૂ. 50 લાખ જેટલો મંગી ખર્ચ સામે ઊભો હતો, જે એક સામાન્ય આદિવાસી પરિવાર માટે અશક્ય સમાન હતો.

માતાના ઘરેણાં અને જમીન ગીરવે મૂકી પિતાએ પૂરું કર્યું સપનું

દીકરીના દ્રઢ મનોબળ આગળ તેના માતા-પિતાએ પણ હાર ન માની. શીતલના પિતા જસવંત રાઠવા કેલદરા ગામમાં ખેતીની સાથે ખાનગી પશુ ચિકિત્સક તરીકે ગામડે-ગામડે ફરીને પશુઓની સારવાર કરે છે અને માતા ગૃહિણી છે. રૂ. 50 લાખની રકમ એકઠી કરવા માટે પિતાએ બેન્કમાં એજ્યુકેશન લોનની અરજી કરી હતી, જેમાં સરકારની ભલામણ બાદ બેન્કમાંથી રૂ. 25 લાખની લોન મંજૂર થઈ હતી.
બાકીના રૂ. 25 લાખ એકઠા કરવા માટે માતા-પિતાએ પોતાના ઘરના ઘરેણાં અને ખેતીની જમીન ગીરવે મૂકી દીધી હતી તેમજ સગા-સંબંધીઓ પાસેથી આર્થિક મદદ મેળવી હતી. દીકરીને આકાશમાં ઊડતી જોવા માટે પરિવારે પોતાની તમામ મૂડી અને સંપત્તિ દાવ પર લગાવી દીધી હતી.

આ પણ વાંચો: તમે જે પેકેઝ્ડ ફૂડ ખાઓ છો તે કેટલું સુરક્ષિત છે?

દિવસે 12 કલાકની કડી મહેનત અને સમાજનું ગૌરવ

શીતલ રાઠવાએ દરરોજ 12 કલાક જેટલી સખત મહેનત કરીને વિમાન ચલાવવાની તાલીમ મેળવી છે. અંતરિયાળ ગામડાની આદિવાસી દીકરીની આ આકાશી ઉડાન આજે સમગ્ર છોટાઉદેપુર પંથક અને બહુજન સમાજ માટે ભારે ગૌરવની ક્ષણ બની ગઈ છે. ‘અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી’ એ ઉક્તિને શીતલે પોતાના પરિશ્રમથી સાચે જ ચરિતાર્થ કરી બતાવી છે.

આ પણ વાંચો: ‘મોહન ભાગવતના વિઝા રદી RSS પર પ્રતિબંધ મૂકી દો!’

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x