સુરતમાં BLO યુવતીનું શંકાસ્પદ મોત, અત્યાર સુધીમાં 4ના મોત

ગુજરાતભરમાં SIR અંતર્ગત કરવામાં આવતી BLO કામગીરીને લઈને સરકારી કર્મચારીઓમાં ભારે રોષ છે. સુરતમાં વધુ એક BLO યુવતીનું શંકાસ્પદ મોત થયું છે.
surat blo death news

ગુજરાતમાં SIR અંતર્ગત BLO કામગીરીને લઈને સરકારી કર્મચારીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. કામના દબાણને કારણે અત્યાર સુધીમાં 4 બીએલઓના મોત થઈ ચૂક્યા છે. ત્યારે આજે સુરતમાં વધુ એક બીએલઓ યુવતીનું શંકાસ્પદ સ્થિતિમાં મોત થયું છે. જ્યારે જામનગર અને અમદાવાદમાં બે બીએલઓની તબિયત લથડતા તેમને હોસ્પિટલ ખસેડાયા હતા.

સુરત મહાનગરપાલિકામાં ટેક્નિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતી અને BLO તરીકે વધારાની જવાબદારી સંભાળતી 26 વર્ષીય ડિન્કલ શીંગોડાવાલાનું શંકાસ્પદ મોત નીપજ્યું છે. બીજી તરફ અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં BLO તરીકે ફરજ બજાવતી મહિલાની અચાનક તબિયત લથડતા હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ ઉપરાંત જામનગરમાં શિક્ષિકા BLO તરીકે ફરજ બજાવી રહ્યા હતા ત્યારે અચાનક ચક્કર આવતા તેઓ બેભાન થઈ ગયા હતા.

આ પણ વાંચો: ભારતમાં 4 નવા શ્રમ કાયદા લાગુ, જાણો તેનાથી શું શું બદલાયું

સુરતમાં BLO નું મોત, અમદાવાદ-જામનગરમાં તબિયત લથડી

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના માસમા ગામમાં 26 વર્ષીય ડિન્કલ મહેશભાઈ શીંગોડાવાલા પરિવાર સાથે રહેતી હતી. તે હાલ સુરત મનપાના વરાછા ઝોનમાં ટેક્નિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતી હતી. ચૂંટણીપંચ દ્વારા તેને SIRની કામગીરી માટે BLO તરીકે વધારાની જવાબદારી સોંપી હતી, જોકે આજે ડિન્કલ પોતાના ઘરે બાથરૂમમાં બેભાન અવસ્થામાં મળી આવી હતી. આ અંગે પરિવારને જાણ થતાં જ ડિન્કલને તાત્કાલિક સુરતની ખાનગી હોસ્પિટલ લઈને આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

surat blo death news

BLO કામગીરીને લઈને સરકારી કર્મીઓમાં ભારે તાણ

યુવાન મહિલા અધિકારીના અચાનક મોતને કારણે અનેક સવાલો ઊભા થયા છે. રાજ્યમાં અગાઉ પણ BLOની કામગીરીના વધતા ભારણને કારણે શિક્ષકોના આત્મહત્યા અને હૃદયરોગના કારણે મોતના કિસ્સા સામે આવી ચૂક્યા છે. પોલીસ અને વહીવટી તંત્ર માટે આ મોત તપાસનો વિષય બન્યો છે કે શું BLO તરીકેની વધારાની અને અત્યંત દબાણવાળી કામગીરીના માનસિક-શારીરિક ભારણને કારણે તેમનું મોત થયું? શું બાથરૂમમાં કોઈ અકસ્માત, લપસી જવું કે અન્ય કોઈ તબીબી કારણ જવાબદાર છે? પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે. PM રિપોર્ટ બાદ જ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે.

આ પણ વાંચો: કોડીનારમાં SIR ની કામગીરીથી કંટાળી શિક્ષકે ગળેફાંસો ખાઈ લીધો

ડિન્કલ શીંગોડાવાલાના અકાળે મોતથી તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ ઉપરાંત BLO તરીકેની કામગીરી કરતા અન્ય કર્મચારીઓ અને મહાનગરપાલિકાના સ્ટાફમાં પણ ગમગીની છવાઈ ગઈ છે. રાજ્યમાં BLOના સતત મોતના બનાવોથી કર્મચારીઓમાં ભય અને રોષની લાગણી પ્રવર્તી રહી છે.

સુરત ડેપ્યુટી કલેક્ટરે શું કહ્યું?

આ મામલે સુરતના ડેપ્યુટી કલેક્ટર નેહા સવાણીએ જણાવ્યું હતું કે, તેઓ BLO હતા. અમારા વિભાગ નંબર 9 શાહપોર પણ અમારૂં બૂથ છે. ડિન્કલ મહેશબાઈ શીંગોડાવાલા ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે પૂર્વ ઝોન વરાછામાં ફરજ બજાવતા હતા અને એમનું સરનામું માછીવાડ શાહપોર હતું. એટલે એમને એ બૂથ BLO તરીકે ફાળવવામાં આવ્યું હતું. ઉંમર એમની આશરે 26 વર્ષ જટેલી હતી અને પર્ફોર્મન્સ ખૂબ જ સારૂં હતું. લગભગ 45 ટકા જેટલું કામ તો એમણે કરી નાખ્યું હતું. આ ખૂબ જ દુ:ખદ ઘટના છે. અત્યાર સુધી અમારી સાથે સારા પરફોર્મર તરીકે એમણે કામ કર્યું છે.

આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લાં 4 દિવસમાં 4 બૂથ લેવલ ઓફિસરના મોત થયા

 

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x