મેવાણીએ કહ્યું, ‘દારૂ-જુગારમાંથી કમાતા હોય તેના પટ્ટા ઉતરશે જ!’

જિગ્નેશ મેવાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું, દારૂ-જુગારની ફરિયાદ માટે હેલ્પલાઈન નંબર જાહેર કરશે.
Jignesh Mevani

ગુજરાતમાં દારૂ, જુગાર અને ડ્રગ્સની વધતી જતી બદ્દીને લઈને કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી(Jignesh Mevani)એ રાજ્ય સરકાર સામે મોરચો માંડ્યો છે. હપ્તાખોર પોલીસ અધિકારીઓ અને સરકારના ઉચ્ચ અધિકારીઓની મીલિભગત હોવાનો પણ મેવાણીએ આક્ષેપ કર્યો હતો. હપ્તાખાઉ પોલીસ કર્મચારીઓના પટ્ટા ઉતરી જશે જેવા નિવેદનને લઈને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ કરેલા નિવેદનને લઈ છેલ્લા કેટલાક દિવસથી વિવાદ છેડાયેલો છે ત્યારે આજે મેવાણીએ કોંગ્રેસ ભવન ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી પોતાના નિવેદન પર મક્કમ હોવાનું જણાવ્યું હતું.

મેવાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી વધુ એકવાર કહ્યું કે, જે દારૂ-જુગારથી કમાતા હોય તેવા પોલીસ અધિકારીઓના પટ્ટા ઉતરશે તે વાત પર આજે પણ અડગ છું. દારૂ-જુગારની લડતને આગળ લઈ જવા માટે કોંગ્રેસે આગામી સમયમાં હેલ્પલાઈન નંબર જાહેર કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત મેવાણીએ લોકોને અપીલ કરતા કહ્યું કે, તમે મને અથવા કોંગ્રેસના શહેર-જિલ્લા પ્રમુખને ટેગ કરી સોશિયલ મીડિયામાં વીડિયો અપલોડ કરો અમે તમને મદદ કરીશું.

આ પણ વાંચો: અમદાવાદમાં પૂના કરાર પર રાજ્ય સ્તરની ચિંતન શિબિર યોજાઈ

મેવાણીએ વધુમાં કહ્યું હતું કે, દારૂ-જુગારથી જે પોલીસકર્મીઓ કમાય છે, તેના પટ્ટા ઉતરશે જ, અને બાબત પર હું આજે પણ અડગ છું. દારૂ-જુગાર સામે લડતને વધુ મજબૂત કરવા કોંગ્રેસ આગામી સમયમાં હેલ્પલાઈન નંબર જાહેર કરશે. મેવાણીએ લોકોને દારૂ-જુગારના વીડિયો સોશિયલ મીડિયા પર પોતાને અથવા કોંગ્રેસના નેતાને ટેગ કરી અપલોડ કરવા અપીલ કરી છે.

ગુજરાતમાંથી ઝડપાયેલા ડ્રગ્સ અંગે સરકાર શ્વેતપત્ર જાહેર કરે મેવાણીએ કહ્યું કે, ગુજરાતના દરિયાકાંઠેથી હજારો કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. મારી માગ છે કે, સરકાર આ બાબતે ખાસ સત્ર બોલાવી શ્વેતપત્ર જાહેર કરે. મેવાણીએ દ્વારકા અને સોમનાથ જેવા ધાર્મિક ક્ષેત્રોની આસપાસની 3 કિમીની ત્રિજ્યામાં પણ દારુ વેચાતો હોવાનો આક્ષેપ કર્યો છે.

આ પણ વાંચો: દલિતને મજૂરીના પૈસા માંગતા મોત મળ્યું, હૈયુ હચમચાવી દેતી ઘટના

ઉલ્લેખનીય છે કે, આખો મામલો વાવ-થરાદના ઢીમા ગામેથી કોંગ્રેસે ગત 22 નવેમ્બરથી શરૂ કરેલી જનઆક્રોશ રેલીની શરૂ થયો હતો. રેલી દરમિયાન થરાદના શિવનગર ખાતે દારૂના દૂષણને લઇ વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી લોકો સાથે થરાદ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને થરાદ એસ.પી. સહિતના પોલીસ સ્ટાફને દારૂનું દૂષણ દૂર કરવાની નહીંતર પટ્ટા ઉતારી દેવાની વાત કરી હતી. એમાં તેમણે જણાવ્યું હતું કે, બધા પોલીસવાળા ધ્યાન રાખી લેજો.

પટ્ટા તમારા છે, તમારા ઉતરશે મારા નહીં. આ વડગામનો ધારાસભ્ય કહી રહ્યો છે. હું પાછળ પડીશ એટલે છોતરા કાઢી નાંખીશ. તમે કહો તો 24 કલાકમાં વર્તમાન અને ભૂતકાળના તમામ વહીવટદારોનાં નામ સાથેનું લિસ્ટ આપીશ. આ ઘટના બાદ આખું પોલીસતંત્ર મેવાણીના વિરોધમાં ઉતરી પડ્યું હતું. હવે આ મામલો સમગ્ર રાજ્યમાં ચર્ચાની એરણે ચડ્યો છે.

આ પણ વાંચો: જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આખું ઉત્તર ગુજરાત મેદાનમાં ઉતર્યું

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x