જિગ્નેશ મેવાણી(Jignesh Mevani)ના ‘પટ્ટા ઉતરી જશે’ વાળાના નિવેદનને લઈને કથિત પોલીસ પરિવારોએ સત્તાપક્ષના ઈશારે મેવાણીના વિરોધમાં રેલી(Rally) યોજી હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ હવે આ કથિત પોલીસ પરિવારોને જવાબ આપવા જિગ્નેશ મેવાણીના સમર્થનમાં પાટણ-વાવ-થરાદ સહિત ઉત્તર ગુજરાત અને કચ્છમાં અનેક જગ્યાએ ડ્રગ્સ અને દારૂબંધીના મામલે લોકો સ્વયંભૂ રસ્તા પર ઉતર્યા હતા.
પાટણ, વાવ-થરાદમાં રેલીમાં લોકો સ્વયંભૂ ઉમટ્યાં!
વડગામના ધારાસભ્ય(Vadgam MLA) જિગ્નેશ મેવાણીએ થરાદ પોલીસ મથકે દારૂ અને ડ્રગ્સના મામલે પોલીસની ઢીલી કામગીરીને લઈને તેમના પટ્ટા ઉતારી જશે તેવું નિવેદન કર્યું હતું, જેને લઈને રાજકારણ ગરમાયુ છે. કથિત પોલીસ પરિવારના આક્રોશ બાદ હવે જિગ્નેશ મેવાણીના સમર્થનમાં અનેક લોકો રસ્તા પર ઉતર્યા છે. પાટણ, વાવ અને થરાદમા મોટી સંખ્યામાં લોકોએ પોલીસ સ્ટેશનની બહાર મોરચો માંડ્યો હતો.
આ પણ વાંચો: બિહારના 90 % ધારાસભ્યો કરોડપતિ, 102 સામે ફોજદારી કેસ
ગેનીબેન ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત મેવાણીના ટેકામાં ઉતર્યા
જિગ્નેશ મેવાણીના સમર્થમાં નીકળેલી રેલી થરાદ કલેક્ટર કચેરીએ પહોંચી હતી. જેમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, બનાસકાંઠા કોંગ્રેસ અધ્યક્ષ ગુલાબસિંહ રાજપૂત સહિત અનેક કોંગ્રેસના નેતાઓ પણ જોડાયા હતા. લોકોએ થરાદ કલેક્ટર કચેરીમાં બેસીને દારૂ જુગાર અને હપ્તા બંધ કરાવવા સૂત્રોચ્ચાર કર્યા હતા. જિગ્નેશ મેવાણીના સમર્થનમાં રેલી થરાદ ચાર રસ્તાથી કલેક્ટર કચેરી સુધી રેલી નીકળી હતી. જેમાં ડ્રગ્સ અને દારૂબંધીના મામલે આવેદનપત્ર પાઠવાયું હતું.
પાટણમાં પણ મેવાણીના સમર્થન વિશાળ રેલી નીકળી
આ તરફ પાટણ જિલ્લામાં પણ જિગ્નેશ મેવાણીના સમર્થનમાં રેલી યોજાઈ હતી. પાટણ જિલ્લા કોંગ્રેસ અને દલિત અધિકાર મંચના આગેવાનો, કાર્યકરોએ રેલી યોજીને કલેક્ટરને મેવાણીએ પોલીસ અધિકારીઓ સામે કરેલા નિવેદનના સમર્થનમાં આવેદનપત્ર આપ્યું હતું. આ રેલીમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમર દેસાઈ, ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યાં. જેમાં લિસ્ટ આપ્યા બાદ પણ પોલીસ કાર્યવાહી નહીં કરે તો જનતા રેડ કરવાની ચીમકી આપવામાં આવી હતી.
આ પણ વાંચો: પોલીસ પરિવારોના વિરોધ વચ્ચે Jignesh Mevani એ મોટું એલાન કર્યું
કચ્છમાં પણ મેવાણીના સમર્થનમાં જંગી રેલી યોજાઈ
ઉત્તર ગુજરાતની જેમ કચ્છમાં પણ જિગ્નેશ મેવાણીના દારૂ અને ડ્રગ્સ નાબૂદી માટે સમર્થનમાં રેલી યોજાયા બાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા અહીં મેવાણીના નિવેદનના વિરોધમાં કથિત પોલીસ પરિવારો દ્વારા રેલી યોજીને વિરોધ નોંધાવાયો હતો. હવે તેના જવાબમાં મેવાણીના સમર્થકોએ તેનાથી પણ મોટી રેલી યોજીને દારૂ-ડ્રગ્સના દૂષણ વિરુદ્ધ પોલીસની ઢીલી કામગીરી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
મેવાણીના સમર્થકોએ કહ્યું કે, હવે દારૂ ડ્રગ્સના અડ્ડાઓ બંધ નહીં થાય તો તેઓ જનતા રેડ કરશે. રેલીમાં આવેલા લોકોએ કહ્યું કે, જિગ્નેશ મેવાણીનું નિવેદન સમગ્ર પોલીસતંત્ર વિરુદ્ધનું નહોતું, સરકારના ઈશારે આખી ઘટનાને ખોટી રજૂ કરવામાં આવી અને રાજકીય રંગ અપાયો છે. કચ્છમાં પણ મેવાણીના સમર્થનમાં રેલી અને આવેદનપત્ર અપાયું હતું.
આ પણ વાંચો: સાચું કોણ, હર્ષ સંઘવી કે જિગ્નેશ મેવાણી?













Users Today : 260