ગુજરાતના યુવાનો લાંબા સમયથી જેની રાહ જોઈ રહ્યા હતા તે પોલીસ ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક (LRD) કેડરની 13,591 ખાલી જગ્યા પર ભરવા માટેની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના યુવાનો માટે પોલીસ વિભાગમાં જોડાવાની આ એક મોટી તક છે. આ ભરતી માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા આગામી 3 ડિસેમ્બર, 2025થી શરૂ થશે. ઉમેદવારો 3 જાન્યુઆરી, 2026 સુઘી ઓનલાઈન અરજી કરી શકશે.
PSIની 858 ખાલી જગ્યા ભરાશે
પોલીસ સબ ઇન્સ્પેકટરની 858 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે, જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર, હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર અને જેલર ગૃપ-2નો સમાવેશ થાય છે. ગ્રેજ્યુએશન(સ્નાતક) કરેલું હશે તે ઉમેદવારો PSI માટે અરજી કરી શકશે.

આ પણ વાંચો: ‘અકસ્માત વધે તો સરકાર શું કરે? ગ્રહોની ચાલ જોઈને ઘરેથી નીકળો?’
LRDની 12733 ખાલી જગ્યાઓ ભરાશે
લોકરક્ષક(LRD)ની 12733 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આમાં મુખ્યત્વે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF) અને જેલ સિપોઈ (પુરૂષ/મહિલા)ની જગ્યાઓનો સમાવેશ થાય છે. ધો.12 પાસ કરેલું હોવું તેવા ઉમેદવારો લોકરક્ષક(LRD) માટે અરજી કરી શકશે.

અરજી કેવી રીતે કરશો?
ઉપરોક્ત ભરતી માટે ઉમેદવારો 3 ડિસેમ્બર, 2024થી 3 જાન્યુઆરી, 2026 સુઘી ઓનલાઈન અરજી કરી શકશે. ઉમેદવારો ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ https://gprb.gujarat.gov.in તેમજ https://ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારોને વિનંતી કરવામાં આવે છે કે, અરજી કરતા પહેલા ભરતી સંબંધિત સંપૂર્ણ સૂચનાઓ અને માર્ગદર્શિકા વેબસાઇટ પરથી ધ્યાનપૂર્વક વાંચી લેવી. ભરતી બોર્ડના અધ્યક્ષ IPS નિરજા ગોટરૂ દ્વારા 29 નવેમ્બરના રોજ સતાવાર જાહેરાત કરવામાં આવી હતી.
આ પણ વાંચો: મેવાણીએ કહ્યું, ‘દારૂ-જુગારમાંથી કમાતા હોય તેના પટ્ટા ઉતરશે જ!’











