special story: ભારતના દરેક શહેરમાં રસ્તા પર જ્યાં-ત્યાં પાન-મસાલા, ગુટકા ખાઈને થૂંકીને ગંદા કરવાની ભારતીયોની ટેવે હવે વૈશ્વિક ફજેતી નોતરી છે. ગુજરાતીઓ સહિત ભારતીયોની ગમે ત્યાં પાનની પિચકારી મારી દેવાની ટેવથી હવે ભારતીયો જ નહીં વિદેશીઓ પણ હેરાન થવા લાગ્યા છે. બ્રિટનમાં ભારતીયોની વસ્તી ધરાવતો લેસ્ટર વિસ્તાર ભારતીયોની જાહેરમાં થૂંકવાની ટેવના કારણે કુખ્યાત થઈ ગયો છે. અહીં ભારતીયોની આ રીતે ગમે ત્યાં થૂંકવાની ટેવના કારણે બ્રિટિશરો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.
લેસ્ટરમાં થૂંકવા બદલ 150 પાઉન્ડ દંડ
શિસ્તબદ્ધ રહેવા ટેવાયેલા બ્રિટિશરો માટે આ બધુ અસહ્યનીય છે. તેથી જ અહીં ગુજરાતીમાં ‘અહીં થૂંકવું નહીં’ તેવા બોર્ડ લાગ્યા છે. લેસ્ટર પરગણામાં સ્થિતિ એટલી હદે વકરી છે કે સિટી કાઉન્સિલે તો થૂંકવા પર કે પાનની પિચકારી મારવા પર 150 પાઉન્ડનો દંડ રાખવો પડયો છે. આશ્ચર્યની વાત એ છે કે કે આ દંડ છતાં પણ આખા વિસ્તારને થૂંકદાની સમજતા લોકોની માનસિકતામાં કોઈ ફરક પડયો નથી.

આ પણ વાંચો: UNESCO માં ડૉ. આંબેડકરની પ્રતિમા લાગી, મનુવાદીઓને લપડાક!
લેસ્ટરે થૂંક સાફ કરવા 30 હજાર પાઉન્ડ બજેટ ફાળવ્યું
આજે તેના કારણે સ્થિતિ એવી આવી ગઈ છે કે ભારતીયોનું થૂંકેલું સાફ કરવા માટે લેસ્ટર કાઉન્સિલને વર્ષે 30 હજાર પાઉન્ડનું બજેટ અલગથી ફાળવવું પડયું છે. બ્રિટિશરોએ કદાચ કલ્પના પણ નહીં કરી હોય કે ભારતીયોને ગુલામ બનાવ્યા તેનો બદલો ભારતીયો તેમની પાસેથી આ રીતે થૂંકીથૂંકીને લેશે એવું ઘણા લોકો કટાક્ષમાં કહી રહ્યા છે.

પાન પાર્લર ધરાવતા ગુજરાતીઓ પણ પરેશાન
આ અંગે બ્રિટનમાં પાન પાર્લરના ગુજરાતી માલિકની પણ ફરિયાદ છે કે મેં પોતે મારા પાર્લરની જોડે ડસ્ટબિન રાખ્યું છે, તો પણ થૂંકનારાઓ તેમા થૂંકવાની તસ્દી લેતા નથી. તેમને જાણે દિવાલ પર કે રોડ પર પિચકારની મારવાની કે થૂંકવાની મજા આવતી હોય તેમ લાગે છે. આ જોઈને એમ કહી શકાય કે કોઈ યહાં થૂંકા, કોઈ વહાં થૂંકા, કોઈ જહાં જગહ મિલી વહાં થૂંકા, પર થૂંકા જરૂર. આજે બ્રિટનમાં વેસ્ટ લંડનમાં વેમ્બલી, બ્રેન્ટ કાઉન્સિલ, સરે વગેરે વિસ્તારોમાં થૂંકવાની આ બાબત એક મોટો મુદ્દો બની ગઈ છે.
આ પણ વાંચો: માણસાના 4 લોકોનું ઈરાનના તહેરાનમાં અપહરણ, 2 કરોડની ખંડણી માંગી
ભારતીયોઓએ થૂંકવા સામે અભિયાન શરૂ કર્યું
સ્થાનિક કાઉન્સિલે થૂંકવાનું રોકવા માટે અને થૂંકેલુ સાફ કરવા માટે સફાઈ અભિયાન ચલાવવું પડી રહ્યું છે. તેની સામે વિપક્ષનું કહેવું છે કે ચૂંટણી આવતા જ શાસકને હવે શહેરની ખરાબ થયેલી ગલીઓ યાદ આવવા લાગી છે અને તે સાફ કરવાની ક્રેડિટ લેવા માંગે છે. આ બધા વચ્ચે બ્રિટિશ નાગરિક લુઇસનું કહેવું છે કે તે જ્યારે કોઈને આ રીતે પાનની પિચકારી મારતા જુએ છે ત્યારે તેની સ્થિતિ ઘણી ખરાબ થઈ જાય છે.
જો કે હવે તો ગુજરાતીઓ અને ભારતીયોએ પોતે જ થૂંકવાની આ ટેવ સામે બાંયો ચઢાવી છે અને જાગૃતિ અભિયાન આદર્યુ છે, કેમકે તેમને ડર છે કે જો આમ જ ચાલતું રહ્યું તો તેમના વિસ્તારની મિલકતોના ભાવ તળિયે બેસી જશે.
આ પણ વાંચો: Golden Visa: અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ…










