દલિત બાળકીને મહિલા આચાર્યે બે જગ્યાએ ફ્રેક્ચર કરી નાખ્યા!

દલિત બાળકીને શાળાની મહિલા આચાર્યે જાતિસૂચક ટોણાં મારીને ઢોર માર માર્યો. 13 વર્ષની દલિત બાળકીનો હાથ ભાંગી ગયો!
dalit news

દલિત સમાજના બાળકો સાથે પણ જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોને કેટલી ધ્રુણા હોય છે તેની આ ઘટના સાક્ષી પુરે છે. ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાના રસૂલપુર ઔરંગાબાદ ગામમાં આવેલી એક શાળાના મહિલા પ્રિન્સિપાલ પર 13 વર્ષની દલિત બાળકીને બેફામ માર મારીને તેનો હાથ ભાંગી નાખવાનો ગંભીર આરોપ લાગ્યો છે. પીડિત બાળકીના પિતાએ આરોપ લગાવ્યો છે કે પ્રિન્સિપાલે બાળકી દલિત સમાજમાંથી આવતી હોવાના કારણે તેની યોગ્ય સારવાર કરાવવાનો પણ ઇનકાર કરી દીધો હતો અને તેને જાતિસૂચક અપશબ્દો કહ્યા હતા.

માસૂમ બાળકીના હાથમાં બે જગ્યાએ ફ્રેક્ચર

ઘટનાની વિગતો અનુસાર, રસૂલપુર ઔરંગાબાદ ગામમાં આવેલી સીઆરકે હાઇસ્કૂલમાં અભ્યાસ કરતી 13 વર્ષની દલિત વિદ્યાર્થીની પર શાળાના પ્રિન્સિપાલ અફસા રાનીએ ગત 6 ઓક્ટોબરના રોજ વિના વાંકે અત્યાચાર ગુજાર્યો હતો. પીડિત બાળકીના પિતા આદેશના જણાવ્યા મુજબ, પ્રિન્સિપાલ અફસા રાનીએ બાળકીને ક્રૂરતાપૂર્વક ઢોર માર માર્યો હતો. આ હુમલામાં બાળકીના હાથના હાડકા 2 જગ્યાએથી તૂટી ગયા હતા. બાળકી અસહ્ય વેદનાથી તરફડી રહી હોવા છતાં શાળા સત્તાધીશો કે પ્રિન્સિપાલના પેટનું પાણી હલ્યું નહોતું.

આ પણ વાંચો: માયાવતીનો મોટો નિર્ણય: આકાશ નહીં, આ યુવતી સંભાળશે BSP!

સારવાર કરાવવાની ખાતરી આપીને ફરી ગયા

બાળકીના પિતા આદેશે મીડિયા અને પોલીસ સમક્ષ પોતાની આપવીતી રજૂ કરતા જણાવ્યું હતું કે, જ્યારે તેઓ પોતાની દીકરીની આ ગંભીર હાલત વિશે વાત કરવા શાળાએ પહોંચ્યા, ત્યારે પ્રિન્સિપાલે શરૂઆતમાં બાળકીની સારવારનો તમામ ખર્ચ ઉઠાવવાનું વચન આપ્યું હતું. પરંતુ સમય વિતવાની સાથે પ્રિન્સિપાલ પોતાની વાતથી ફરી ગયા હતા. તેમણે બાળકીને મેરઠની હોસ્પિટલમાં સારવાર અપાવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. આટલું જ નહીં, પ્રિન્સિપાલે દલિત હોવાના કારણે પરિવારનું અપમાન કર્યું હતું અને જાતિસૂચક ટિપ્પણીઓ કરીને તેમને શાળામાંથી તુમાખીભેર ભગાડી મૂક્યા હતા. યોગ્ય સારવારના અભાવે બાળકી ભારે પીડામાંથી પસાર થઈ રહી છે.

પ્રિન્સિપાલના પતિનો ગુનાહિત ઇતિહાસ, જેલમાં થયું હતું મોત

આ મામલે સામે આવેલા અન્ય ચોંકાવનારા તથ્યો મુજબ, આરોપી પ્રિન્સિપાલ અફસા રાનીના પતિ ઇદ્રીસનો ગુનાહિત ઇતિહાસ રહ્યો છે. ઇદ્રીસ પોલીસ ચોપડે હિસ્ટ્રીશીટર જાહેર થયેલો હતો. ધર્માંતરણના એક ગંભીર ગુનાહિત મામલામાં અટકાયત બાદ આગ્રા જેલમાં તેનું શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજ્યું હતું. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, શાળામાં પ્રિન્સિપાલનો વહીવટ અને વર્તન પણ શરૂઆતથી જ વિવાદસ્પદ રહ્યું છે.

આ પણ વાંચો: સૌથી વધુ વસ્તી છતાં પંજાબમાં દલિતો રાજકીય રીતે નબળાં કેમ?

પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી

આ ઘટના અને સતત મળતી ધમકીઓ બાદ આખરે ભયભીત પિતાએ હિંમત ભેગી કરીને 19 ઓક્ટોબરના રોજ ભાવનપુર પોલીસ સ્ટેશન પહોંચીને પ્રિન્સિપાલ સામે લેખિત ફરિયાદ નોંધાવી હતી. પોલીસ અધિકારી પ્રતાપ સિંહે જણાવ્યું હતું કે પીડિત પરિવાર તરફથી ફરિયાદ પત્ર મળી ગયો છે અને ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મામલાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.

બીજી તરફ, આરોપી પ્રિન્સિપાલ અફસા રાનીએ પોતાના પર લાગેલા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવીને તેને પોતાની સામેનું મોટું કાવતરું ગણાવ્યું છે. પોલીસે બાળકીનું મેડિકલ પરીક્ષણ કરાવીને આગળની કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં મેદસ્વી મહિલાઓની સંખ્યામાં 41.4 ટકાનો તોતિંગ ઉછાળો

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x