IAS Minakshi Singh: ભારતનું કથિત મુખ્યધારાનું મીડિયા સવર્ણ હિંદુઓની ચોક્કસ જાતિના લોકોથી ભરેલું છે અને તે દલિતો-આદિવાસીઓ અને ઓબીસી વિરોધી છે. – આવી વાતો આપણે ઘણી સાંભળી છે. પરંતુ તેનું તાજું ઉદાહરણ મધ્યપ્રદેશમાંથી સામે આવ્યું છે. અહીં જાતિવાદનો વિરોધ કરી રહેલા એક આદિવાસી મહિલા IASને જ મનુવાદી મીડિયાએ મળીને જાતિવાદી જાહેર કરી દીધા હોય તેમ સ્પષ્ટ લાગે છે.
જાતિવાદથી પીડિત અધિકારીને મનુમીડિયાએ જાતિવાદી ગણાવ્યા?
મધ્યપ્રદેશના આદિવાસી સમાજમાંથી આવતા IAS અધિકારી મીનાક્ષી સિંહે જાહેરમાં સવર્ણ હિંદુઓ કેવી રીતે તેમની સાથે જાતિવાદ દાખવે છે તેની વાત કરી હતી. એ દરમિયાન તેમણે કહ્યું હતું કે, હું આઈએએસ હોવા છતાં સવર્ણો તેમની અટક જોઈને તેમની સાથે ભેદભાવ દાખવે છે. તેમણે કહ્યું કે, સવર્ણ હિંદુઓ કદી સુધરવાના નથી, જાતિવાદી વિચારસરણી “હાલના સમયની જરૂરિયાત” છે કારણ કે “સવર્ણ સમાજ જાતિ જોઈને ભેદભાવ કરે છે.”

મીનાક્ષી સિંહનું આ નિવેદન બહુજન સમાજના લોકો સાથે સવર્ણ હિંદુઓ ભેદભાવ દાખવતા હોવાથી તેનો સામનો કરવા માટે બહુજન સમાજે પણ એક થવું જોઈએ તે સંદર્ભમાં હોવાનું સ્પષ્ટ રીતે સમજાય છે. તેમ છતાં મનુમીડિયાએ IAS મીનાક્ષી સિંહને જ જાતિવાદી ગણાવીને તેમની વિરુદ્ધ સ્ટોરી ચલાવવાનું શરૂ કરી દીધું હતું.
આ પણ વાંચો: મહિલા IAS એ દલિત વિદ્યાર્થીઓને કહ્યું, ‘ટોઈલેટ સાફ કેમ નથી કરતા?’

ઉલ્લેખનીય છે કે, મીનાક્ષી સિંહ પહેલા મધ્યપ્રદેશના અન્ય એક IAS અધિકારી સંતોષ વર્માને પણ મનુવાદી મીડિયાએ જાતિવાદી ગણાવ્યા હતા. બાદમાં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હવે, IAS મીનાક્ષી સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને મનુમીડિયા તેમની પાછળ પડી ગયું છે.
મીડિયા રિપોર્ટ મુજબ, IAS મીનાક્ષી સિંહનું આ નિવેદન 23 નવેમ્બરના રોજ ભોપાલના ડૉ.આંબેડકર પાર્ક ખાતે આયોજિત AJAX (મધ્યપ્રદેશ અનુસૂચિત જાતિ-જનજાતિ અધિકારીઓ અને કર્મચારી સંગઠન) સંમેલનમાં આપવામાં આવ્યું હતું. IAS સંતોષ વર્માએ પણ આ જ સંમેલનમાં નિવેદન આપ્યું હતું.
IAS મીનાક્ષી સિંહે નિવેદનમાં શું કહ્યું હતું?
કાર્યક્રમમાં હાજરી આપી IAS મીનાક્ષી સિંહે મંચ પરથી કહ્યું હતું, “આજના સમયમાં, જાતિગત ઓળખ અને જાતિવાદી વિચારસરણી સૌથી મહત્વપૂર્ણ જરૂરિયાત બની ગઈ છે. સવર્ણો અટક જોઈને ભેદભાવ કરે છે. તેથી આપણે પણ આ જ માનસિકતા અપનાવવી પડશે. તમારા સમાજના લોકોને ઓળખો અને તેમને મદદ કરો.”
આ પણ વાંચો: બ્રાહ્મણ’વાળા નિવેદન મુદ્દે IAS સંતોષ વર્માને પદ પરથી હટાવાયા!
IAS મીનાક્ષી સિંહે વધુમાં જણાવ્યું હતું કે અજાક્સ ફક્ત સંગઠન પૂરતું મર્યાદિત ન હોવું જોઈએ, પરંતુ સમગ્ર સમાજ સુધી પહોંચવું જોઈએ. તેમણે કહ્યું, “સમાજને જોડવાની પહેલી કડી પરિવાર છે. બાળકોને એ શીખવવું જરૂરી છે કે તેઓ આદિવાસી અથવા અનુસૂચિત જાતિ સમાજના છે અને તેમની જાતિ શું છે. આજના સમયમાં, જાતિગત ઓળખ અને જાતિવાદી વિચારસરણી જરૂરિયાત બની ગઈ છે.”
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, “ઘણા લોકો મોટા અધિકારીઓને મળવામાં ખચકાટ અનુભવે છે, પરંતુ એવું ન હોવું જોઈએ. જો તમે ભોપાલ આવો છો, તો મને મળવા ચોક્કસ આવો, તમારી સમસ્યાઓ શેર કરો.વાતચીત દ્વારા જ સમાજ મજબૂત બનશે.”
इसे बोलते है जातिवादी 👇
IAS मीनाक्षी SC दलित वर्ग से आती है।
जो यह बोल रही है।
क्या ऐसे कोई सवर्ण IAS IPS बोल सकता है अथवा बोलता हुआ कभी देखा ?
सवर्ण हमेशां से बदनाम किया गया इन लोगो ने कभी हाथ जोड़कर तो कभी भीड़ के दम पर केवल छीना ही छीना। कब तक अन्याय बर्दाश्त करोगे ? pic.twitter.com/JXA8g0BMUz— PankajDhavraiyya RspChief (@ChiefRspDhavrai) December 19, 2025
આ પણ વાંચો: IPS Puran Kumar આપઘાત કેસમાં 15 IAS-IPS સામે SC-ST Act નોંધાશે!
મનુમીડિયાએ IAS સંતોષ વર્માને પણ ફસાવ્યા હતા!
થોડા દિવસો પહેલા, આ જ કોન્ફરન્સમાં IAS સંતોષ વર્માએ અનામતનો વિરોધ કરતા બ્રાહ્મણોની જાતિવાદી માનસિકતાને ઉજાગર કરવા નિવેદન આપ્યું હતું કે, “અનામત ત્યાં સુધી ચાલુ રહેવી જોઈએ, જ્યાં સુધી મારા દીકરાને કોઈ બ્રાહ્મણ પોતાની દીકરી દાન નથી કરતો.(અહીં તેમનો કહેવાનો અર્થ આંતરજાતિય લગ્નના અર્થમાં હોવાનું સ્પષ્ટ સમજાય છે.) કે તેમની સાથે સંબંધ નથી રાખતો.”
આ નિવેદનથી તેમની સામે વ્યાપક વિરોધ થયો હતો. ભાજપની મોહન યાદવ સરકારે IAS સંતોષ વર્માને કૃષિ વિભાગમાંથી દૂર કર્યા હતા. બાદમાં, તેમના સસ્પેન્શનના સમાચાર સામે આવ્યા હતા. હવે, IAS મીનાક્ષી સિંહનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મનુમીડિયામાં બેઠેલા ચોક્કસ જાતિના લોકો આ નિવેદનને “જાતિવાદને પ્રોત્સાહન” આપનારું કહી રહ્યા છે, જ્યારે અન્ય લોકો તેને સામાજિક સંગઠનની જરૂરિયાત ગણાવી રહ્યા છે.
આ પણ વાંચો: ‘સિંહ કૂતરાનો શિકાર નથી કરતા…’ પૂર્વ CMએ દલિત IAS વિશે આવું કહ્યું










