IPS Puran Kumar આપઘાત કેસમાં 15 IAS-IPS સામે SC-ST Act નોંધાશે!

IPS Puran Kumar એ 9 પાનાની સુસાઈડ નોટમાં હરિયાણાના 15 IAS-IPS અધિકારીઓ સામે ગંભીર આરોપ મૂકતા SC-ST Act હેઠળ કાર્યવાહી થશે!
IPS Puran Kumar suicide case

IPS Puran Kumar suicide case update: હરિયાણાના આઈપીએસ વાય. પૂરણ કુમારે 7 ઓક્ટોબર 2025ના રોજ ચંદીગઢના સેક્ટર 11 સ્થિત તેમના સત્તાવાર નિવાસસ્થાને આત્મહત્યા કરી લીધી હતી. હવે પોલીસને તેમના ઘરેથી 9 પાનાની સુસાઇડ નોટ મળી આવી છે. આ સુસાઇડ નોટના પહેલા 8 પાનામાં તેમણે વર્ષોથી થયેલા સતામણી, જાતિ ભેદભાવ અને અપમાનોનું વર્ણન કર્યું છે. જ્યારે છેલ્લા પાનામાં એક વસિયતનામું છે. તેમના પત્ની અમનીત કુમારે આ મામલે ડીજીપી, રોહતકના એસપી સહિતના જવાબદારો સામે SC-ST Act સહિત વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવા પોલીસ ફરિયાદ નોંધાવી છે.

હરિયાણા કેડરના વરિષ્ઠ IPS અધિકારી વાય. પૂરણ કુમારે(IPS Puran Kumar) પોતાની સુસાઇડ નોટ(suicide note)માં અનેક IPS અને IAS અધિકારીઓ સામે ગંભીર આરોપો લગાવ્યા છે. નવ પાનાની સુસાઇડ નોટમાં તેમણે 15 અધિકારીઓના નામ આપ્યા છે, જેમાંથી કેટલાક હજુ પણ સર્વિસમાં છે અને કેટલાક નિવૃત્ત છે. નોટમાં તેમણે આરોપ લગાવ્યો છે કે તેમને સતત જાતિ ભેદભાવ, જાહેર અપમાન અને ઇરાદાપૂર્વક માનસિક ત્રાસ અને અત્યાર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: દલિત ADGP એ ભેદભાવથી કંટાળી સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી!

નિવાસસ્થાને આત્મહત્યા કરી હતી

ઉલ્લેખનીય છે કે, 7 ઓક્ટોબર, મંગળવારના રોજ, IPS પૂરણ કુમારે ચંદીગઢના સેક્ટર 11 સ્થિત તેમના સત્તાવાર નિવાસસ્થાને આત્મહત્યા કરી હતી. પોલીસને તેમના ઘરેથી એક સુસાઇડ નોટ મળી આવી હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ, સુસાઇડ નોટના પહેલા આઠ પાનામાં, તેમણે વર્ષો સુધી થયેલા ત્રાસ, જાતિગત ભેદભાવ અને અપમાનનું વર્ણન કર્યું હતું. છેલ્લા પાનામાં એક વસિયતનામા હતું, જેમાં તેમની બધી જંગમ અને સ્થાવર મિલકત તેમની પત્ની, IAS અધિકારી અમનીત પી. કુમારને વારસામાં આપી હતી.

મુખ્ય સચિવ, પૂર્વ સચિવ, ડીજીપી સામે જાતિ ભેદભાવના આરોપ

તેમની પત્ની અમનીત હાલમાં હરિયાણા સરકારના વિદેશ સહકાર વિભાગમાં કમિશનર અને સચિવ છે. ઘટના સમયે, તેઓ હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની સાથે જાપાનના પ્રવાસે હતા. પૂરણ કુમારે તેમની નોંધમાં જે અધિકારીઓનો ઉલ્લેખ કર્યો છે તેમાં મુખ્ય સચિવ અનુરાગ રસ્તોગી, DGP શત્રુઘ્ન કપૂર, ભૂતપૂર્વ મુખ્ય સચિવ ટી.વી.એસ.એન. પ્રસાદ, ભૂતપૂર્વ ACS (ગૃહ) રાજીવ અરોરા, ભૂતપૂર્વ DGP મનોજ યાદવ અને પી.કે. અગ્રવાલનો સમાવેશ થાય છે. આ સિવાય 9 સિનિયર IPS અધિકારીઓના નામ પણ છે. આ અધિકારીઓ અમિતાભ ઢિલ્લોન, સંદીપ ખિરવાર, સંજય કુમાર, કલા રામચંદ્રન, માતા રવિ કિરણ, શિવ કવિરાજ, પંકજ નૈન, કુલવિંદર સિંહ અને રોહતકના SP નરેન્દ્ર બિજરનિયા છે.

DGP અને રોહતક SP સામે પણ આરોપો

પોતાની સુસાઇડ નોટના અંતિમ ફકરામાં IPS પૂરણ કુમારે હરિયાણાના DGP શત્રુઘ્ન કપૂર અને SP નરેન્દ્ર બિજરનિયાનો સીધો ઉલ્લેખ કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે DGP તેમની પ્રતિષ્ઠાને ખરાબ કરવા માટે તેમને ખોટા કેસોમાં ફસાવી રહ્યા છે અને બિજરાનિયાનો ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યા છે.

આ પણ વાંચો: એક દલિત નેતાને વિચાર આવ્યો અને દેશમાં રાજધાની એક્સપ્રેસ શરૂ થઈ

તેમણે આગળ લખ્યું છે કે, “બિજરાનિયા સામેની મારી ફરિયાદને અવગણવામાં આવી હતી. હું હવે સતત જાતિ આધારિત ઉત્પીડન, સામાજિક બહિષ્કાર, માનસિક વેદના અને ત્રાસ સહન કરી શકતો નથી. તેથી, મેં આ બધું સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. જેમ મેં આ નોંધમાં લખ્યું છે તેમ, ઉપરોક્ત આઈએએસ અને આઈપીએસ અધિકારીઓએ ત્રાસની બધી હદો વટાવી દીધી છે, અને હવે મારામાં તે સહન કરવાની તાકાત નથી. હું મારા અંતિમ પગલા માટે તેમને જવાબદાર માનું છું.”

IPS Puran Kumar suicide case

IPS Y Puran Kumar એ સુસાઈટ નોટમાં આરોપ લગાવ્યો છે કે, તેમને વારંવાર એવા હોદ્દાઓ પર પોસ્ટ કરવામાં આવ્યા જે અસ્તિત્વમાં જ નહોતા. તેમની અરજીઓને અવગણવામાં આવી હતી, તેમનું જાહેરમાં અપમાન કરવામાં આવ્યું હતું અને ખોટી કાર્યવાહી દ્વારા તેમને હેરાન કરવામાં આવ્યા હતા.

પિતાના મૃત્યુ સમયે અધિકારીઓએ રજા નહોતી આપી

પૂરન કુમારે લખ્યું હતું કે, આ બધી કાર્યવાહીઓએ તેમને આ આત્યંતિક પગલું ભરવા માટે મજબૂર કર્યા હતા. નોંધમાં, તેમણે મંદિરમાં જવા માટે પણ હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે તેમને તેમના મૃત્યુ પામેલા પિતાને છેલ્લી વાર જોવા જવા માટે રજા આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. તેમણે આને એક ભરપાઈ ન થઈ શકે તેવી ખોટ ગણાવી. તેમણે લખ્યું કે તેમની વારંવારની ફરિયાદોને અવગણવામાં આવી હતી, જેના કારણે જાતિ આધારિત અત્યાચારનો એક વણથંભ્યો દોર શરૂ થયો હતો.

IPS Puran Kumar suicide case

પૂરન કુમારના પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી

દરમિયાન, વાય. પૂરણ કુમારની પત્ની અમનીતે જાપાનથી પરત ફર્યા બાદ બુધવાર, 8 ઓક્ટોબરના રોજ હરિયાણાના DGP શત્રુજીત સિંહ કપૂર અને રોહતકના SP નરેન્દ્ર બજરાણિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેમણે હરિયાણાના મુખ્યમંત્રીને આત્મહત્યા માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવા પણ અપીલ કરી હતી.

તેઓ ચંદીગઢના સેક્ટર 11 પોલીસ સ્ટેશન પણ પહોંચ્યા હતા અને પૂરણ કુમારની આત્મહત્યા માટે ઉશ્કેરણી કરનારા અધિકારીઓ સામે BNS 2023 ની કલમ 108 અને SC-ST Act હેઠળ FIR નોંધવાની માંગ કરી હતી.

આ પણ વાંચો: IPS પૂરણ કુમારની સુસાઈડ નોટ મળી, 10 IPS અધિકારીઓ પર ગંભીર આરોપ

5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Narsinhbhai
Narsinhbhai
24 days ago

*પૂર્વ IPS પુરણ કુમારને તેમનાં તાકાતવર હોદ્દા પરથી ખતમ કરવાનું રાજનૈતિક ષડયંત્ર 💯% સફળ રહ્યું છે એટલે દલિત સમાજે અને બહુજન સમાજે આનબાનશાનમા હવે સમજી લેવાની ખાસ જરૂર છે કે
દેશમાં મનુસ્મૃતિનુ ક્રૂરતા પૂર્વક નાં શાસન સામે હવે બુધ્ધિ થી અને દિલો દિમાગથી વિચારવું જોઈએ, બ્રાહ્મણ વાદી મંદિરોથી દાન દક્ષિણા અને સન્માનથી દૂર રહેવું જોઈએ.

CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x