IAS ટીના ડાબીને જાતિવાદી તત્વોએ સામાન્ય બાબતે ટ્રોલ કર્યા!

IAS ટીના ડાબીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા પછી અલગ દિશામાં ઉભા રહી સલામી આપતા જાતિવાદીઓએ ટ્રોલ કરવાનું શરૂ કર્યું.
IAS Tina Dabi viral video trolling

રાજસ્થાનના બાડમેર જિલ્લાના કલેક્ટર(badmer collector) અને દલિત બહુજન સમાજનું ગૌરવ ગણાતા IAS ટીના ડાબી(IAS Tina Dabi)ને જાતિવાદી તત્વોએ એક સામાન્ય બાબતે આજે આખો દિવસ ટ્રોલ(trolling) કર્યા હતા. આજે પ્રજાસત્તાક દિને(republic day) કલેક્ટર કચેરી પરિસરમાં ત્રિરંગો ફરકાવવામાં આવ્યો હતો અને સલામી અપાઈ હતી. એ દરમિયાન, ટીના ડાબી થોડી સેકન્ડ માટે વિરુદ્ધ દિશામાં સલામી આપતા જોવા મળ્યા હતા. આવું એટલા માટે થયું હતું કે, તેમની ચોતરફ લોકો ઉભા હતા. જેના કારણે તેમને કઈ દિશામાં ઉભા રહેવું તે નક્કી નહોતું થઈ શક્યું.

વીડિયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે બાદમાં તેમની પાછળ ઉભેલા સૈનિકે તેમને કઈ દિશામાં ઉભું રહેવું ઈશારામાં સમજાવ્યું હતું. એ પછી તેઓ એ મુજબ ઉભા રહ્યા હતા. પરંતુ આટલી સામાન્ય બાબતમાં સોશિયલ મીડિયા પર જાતિવાદી તત્વોએ IAS ટીના ડાભીને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. કેટલાક મનુવાદીઓએ આ નાનકડી ભૂલને સીધી IAS ટીના ડાભીની દલિત જાતિ અને અનામત સાથે જોડીને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. ટ્રોલરો એ પણ ભૂલી ગયા કે ટીના ડાભી વર્ષ 2015ના UPSC ટોપર છે અને તેમની અદ્દભૂત સ્કિલને કારણે તેમને ટ્રેનિંગ દરમિયાન પણ રાષ્ટ્રપતિના હસ્તે ગોલ્ડ મેડલ મળ્યો હતો.

આ પણ વાંચો: બ્રાહ્મણ’વાળા નિવેદન મુદ્દે IAS સંતોષ વર્માને પદ પરથી હટાવાયા!

મામલો શું હતો?

આજે 26 જાન્યુઆરી, 2026 ના રોજ, પ્રજાસત્તાક દિવસ નિમિત્તે રાજસ્થાનના બાડમેર જિલ્લામાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. એ દરમિયાન જિલ્લા કલેક્ટર ટીના ડાભીનો એક નાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં ત્રિરંગો ફરકાવ્યા પછી સલામી આપતી વખતે ટીના ડાભી થોડી ક્ષણો માટે વિરુદ્ધ દિશામાં ઉભા રહ્યા હતા. આવું એટલા માટે થયું હતું, કારણ કે તેમની ચોતરફ લોકો ઉભા હતા. જેના કારણે કઈ દિશામાં સલામી આપવા માટે ઉભા રહેવું તે નક્કી થઈ શક્યું નહોતું.

વીડિયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે પાછળ ઉભેલા એક સૈનિકના સંકેત પર તેણે તરત જ દિશા બદલી નાખી. ઘટનાસ્થળે હાજર મોટાભાગના લોકોએ તેને સામાન્ય ગણ્યું, ખાસ ધ્યાન આપ્યું નહીં. પરંતુ જ્યારે વીડિયો સોશિયલ મીડિયા પર પહોંચ્યો, ત્યારે તે કલાકોમાં જ વાયરલ થઈ ગયો. ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર જાતિવાદી-મનુવાદીઓ દ્વારા ટીના ડાબીને ટ્રોલ કરવાનું શરૂ કરાયું. કેટલાક યૂઝર્સે તેને અપમાનજનક ગણાવ્યું, જ્યારે કેટલાકે સીધી ટીના ડાભીની ક્ષમતા પર જ સવાલ ઉઠાવવાનું શરૂ કરી દીધું.

આ પણ વાંચો: ‘IAS-IPS દારૂ-ડ્રગ્સ-જુગારમાંથી કમાઈને દ્વારકામાં ધજા ચડાવે છે’

ટીના ડાબીએ શું સ્પષ્ટતા કરી?

આ ઘટનાને લઈને બાદમાં ટીના ડાબીએ મીડિયા સમક્ષ સમગ્ર બાબતનો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે કલેક્ટર કચેરી પરિસરમાં ધ્વજ ફરકાવતી વખતે તેમની બંને બાજુ કર્મચારીઓ ઉભા હતા. તેમને જોઈને જોઈને તે થોડી અલગ દિશામાં ઝુકી ગઈ હતી. પરંતુ બીજી જ ક્ષણે, તેમણે પાછળ ફરીને સાચી દિશામાં ઉભી રહી અને સલામી આપી હતી.

ટીનાએ તેને સંપૂર્ણપણે માનવીય ભૂલ ગણાવી અને કહ્યું કે રાષ્ટ્રધ્વજ પ્રત્યે બેદરકારી કે અનાદરનો કોઈ પ્રશ્ન જ નથી. ભૂલો દરેક વ્યક્તિથી થઈ શકે છે, પછી ભલે તે સામાન્ય નાગરિક હોય કે અધિકારી. પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ઉત્સાહ અને વ્યસ્તતામાં આવી નાની ભૂલો થઈ શકે છે, પરંતુ મહત્વની વાત એ છે કે તેને તાત્કાલિક સુધારી લેવામાં આવે.

આ પણ વાંચો: ‘હું IAS છું, છતાં સવર્ણો અટક જોઈને મારી સાથે ભેદભાવ કરે છે!’

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Narsinhbhai
Narsinhbhai
9 days ago

*જાતિવાદીઓ ખુબ જ ચકોર અને કોસવા સિવાય તેમની પાસે બીજો ધંધો બાકી રહ્યો નથી! આજનું રાષ્ટ્રીય ધ્વજ વંદન નાં કાર્યક્રમ સમયે, સૈનિકોની પરેડ વખતે મહેમાન મહિલાએ ભારતનાં મહિલા રાષ્ટ્રપતિ સાથે હોવા જોઈતા હતા પરંતુ તે પણ જાતિવાદીઓ દ્વારા Troll થઈ શકે તેમ છે, છતાં કોઈ પોતાની માતા ને
ડાકણ કહેવાની હિંમત કરશે નહીં, આવી દેશની અકળાવનારી પરિસ્થિતિ છે, જે ચાલતું હોય તેને નજરઅંદાજ કરવામાં જ શાણપણ છે.
જય સંવિધાન જય ભારત જય લોકતંત્ર!

તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
1
0
Would love your thoughts, please comment.x
()
x