ગુજરાતની ધરતી હંમેશા સામાજિક સુધારા અને અનોખા વિચારોની જનક રહી છે. આ પરંપરાને વધુ ઉજ્જવળ બનાવતા ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વડનગર ગામે એક ઐતિહાસિક અને પ્રેરણાદાયી ઘટના આકાર પામી છે. વર્ષ 2026ના અનુસૂચિત જાતિના સમૂહ લગ્નોત્સવમાં, જેનું આયોજન સંપૂર્ણપણે બૌદ્ધ સંસ્કાર વિધિ અનુસાર કરવામાં આવ્યું હતું, ત્યાં પરંપરાગત ભેટ-સોગાદોની સાથે ‘ભારતીય સંવિધાન’ ભેટ આપવાની પ્રથા શરૂ કરવામાં આવી છે.
ગુજરાત સમન્વય શેડ્યુલ્ડ કાસ્ટ સંગઠન સોમનાથના અધ્યક્ષ ભગવાનભાઈ સોલંકી દ્વારા પોતાના પિતાના સ્મરણાર્થે આ નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. તેઓ હવે ગુજરાતમાં કોઈપણ જગ્યાએ યોજાતા દલિત-બહુજન સમાજના સમૂહલગ્નોમાં ઉપસ્થિત રહીને ઉપસ્થિત દરેક દાતાઓ, ટ્રસ્ટીઓ અને નવદંપતીઓને ભારતીય બંધારણની નકલ ભેટમાં આપે છે. આ પગલાનો મુખ્ય હેતુ એ છે કે નવી પેઢી લગ્ન જીવનની શરૂઆતની સાથે જ દેશના સર્વોચ્ચ કાયદા અને તેના પવિત્ર મૂલ્યોથી વાકેફ થાય.

આ પણ વાંચો: સવર્ણોના ઘર સામેથી ચંપલ પહેરીને નીકળેલા દલિત વર-કન્યાને માર્યા
જ્યારે કોઈ નવદંપતી પોતાના નવા ઘરનો ઉંબરો ઓળંગે છે, ત્યારે તેમની પાસે સંવિધાન જેવો અમૂલ્ય ગ્રંથ હોય તે માત્ર એક પુસ્તક નથી, પણ તેમના હકો અને ફરજોનું રક્ષણ કરતું કવચ છે. આ અનોખી ભેટ દ્વારા નવવધૂઓને ભારતીય સંવિધાનના મૂળભૂત મૂલ્યો – સમાનતા, ન્યાય અને સ્વાતંત્ર્ય – ની પ્રેરણા મળે છે. આ પ્રક્રિયા તેમના નવા જીવનની શરૂઆતને વધુ અર્થપૂર્ણ અને આત્મનિર્ભર બનાવે છે.
બંધારણ ભેટ અભિયાન એટલે સામાજિક પરિવર્તનનું વાહક
ભગવાનભાઈ સોલંકીનો આ પ્રયાસ માત્ર એક કાર્યક્રમ પૂરતો મર્યાદિત નથી. તેમણે સમગ્ર ગુજરાતમાં દલિત-બહુજન સમાજના સમૂહલગ્નોમાં વર-કન્યાને ભારતનું બંધારણ ભેટ આપવાનું એક વ્યાપક અને સક્રિય અભિયાન છેડ્યું છે. અત્યાર સુધીમાં તેમણે રાજ્યના અનેક શહેરોમાં યોજાયેલા લગ્નોમાં સેંકડો નવદંપતીઓને આ બંધારણીય ભેટ સુપરત કરી છે. તેમના મતે, સંવિધાન એ માત્ર કાયદાનો શુષ્ક દસ્તાવેજ નથી, પરંતુ તે ગૌરવપૂર્ણ જીવન જીવવાનો માર્ગ છે.
આ પણ વાંચો: આઝાદીના 78 વર્ષ બાદ દલિત વરરાજા હાથમાં બંધારણ સાથે ઘોડે ચડ્યાં

ભગવાનભાઈની પહેલની ચોતરફ પ્રશંસા
આ અભિયાનને સમાજના દરેક સ્તરેથી વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. સમૂહ લગ્ન સમિતિ દ્વારા ભગવાનભાઈ સોલંકીના આ પ્રેરણાદાયી વિચારને હૃદયપૂર્વક આવકારવામાં આવ્યો છે અને આ નોંધપાત્ર યોગદાન બદલ તેમને ધન્યવાદ પાઠવ્યા છે. લોકો માની રહ્યા છે કે આવા પ્રયાસો સમાજમાં સમાનતા અને સામાજિક એકતાને વધુ મજબૂત કરે છે.
જ્યારે ઘરમાં બંધારણ સ્થાન પામે છે, ત્યારે તે આવનારી પેઢીઓમાં વૈજ્ઞાનિક અભિગમ અને બંધારણીય નૈતિકતાનું સિંચન કરે છે. ભગવાનભાઈની આ ઉમદા કામગીરીની આજે ગુજરાતભરમાં નોંધ લેવાઈ રહી છે. આ પહેલ સાબિત કરે છે કે જો ઈચ્છાશક્તિ મજબૂત હોય, તો પરંપરાગત પ્રસંગોને પણ સામાજિક જાગૃતિના મજબૂત મંચમાં ફેરવી શકાય છે.
આ પણ વાંચો: પાટણવાડા વણકર સમાજે લગ્નમાં DJ-વરઘોડા પર પ્રતિબંધ મૂક્યો













क्या बौद्ध धम्म मार्ग में अनु जाती स्वीकार्य कैसे बनी, जब बौद्ध धम्म में कोई जाति व्यवस्था नहीं है तब यह एक समाज को विज्ञान की सोच विकसित करने से पहले फिर से वही मनुवादी मानसिकता से आजाद काल में वर्ण व्यवस्था बहार के मानव समुदाय को एकी कृत करने के लिए बनाई अनुक्रमणिका को बौद्ध धम्म मार्ग में बिठा के वर्षच्व वादी का हिस्सा और दिखावे क्यों?? और मानव उत्थान के लिए हमारे क्रांति सूर्य बाप डॉ आंबेडकर साहिब जी ने दिया संविधान हर आदमी की जिम्मेदारी है, और वह हर साल समूह लग्न जीवन की समय में कई भी प्रस्तुत करते आए हैं।। वो उसीका समाज के प्रति कर्तव्य और आत्म सम्मान और समर्पण है। तब जब समाज वो किताब को तार्किक रूप से पढ़े नहीं और मनुवादी मानसिकता के कारण ढोंगी धर्म भ्रम के ग्रंथ जैसे सिर्फ गोख में रख कर धूप लगाके पूजने लग जाए तब भी बाप डॉ आंबेडकर साहिब जी का स्वप्न और हमारा आत्म सम्मान के खातिर स्वाभिमान रूप जीवन कैसे बन पाएंगे।। इसलिए दिखावे से ज्यादा वास्तविक कर्तव्य जो मिला है महान क्रांति सूर्य बाप डॉ आंबेडकर साहिब जी की बत दौलत से वो पहला स्तंभ शिक्षा खत्म किया जा रहा है वहां हमे क्या करना चाहिए।। सभी प्रयत्न शील कर्तव्य निष्ठ को वास्तविक सोच बिना दिखावे की प्रस्थापित करनी चाहिए।। जय भीम 🙏 नमो बुद्धाय।।