બિહારમાં ડે.કલેક્ટર વન-કન્યાએ બંધારણની સાક્ષીએ બૌદ્ધ રીતિ રિવાજથી લગ્ન કર્યા

બિહારમાં યાદવ સમાજમાંથી આવતા Class-1 અધિકારી વર-કન્યાએ જાતિવાદી હિંદુ ધર્મ ફગાવી બંધારણની સાક્ષીએ બૌદ્ધ રીતિ રિવાજથી લગ્ન કર્યા.
Bihar Buddhist ritual wedding viral video

ભારતીય સમાજમાં લગ્ન એ માત્ર બે વ્યક્તિઓનું મિલન નથી, પરંતુ વર્ષો જૂની પરંપરાઓ અને રૂઢિચુસ્તતાનું પ્રદર્શન પણ છે. જોકે, બિહારના બે પ્રતિભાસંપન્ન અધિકારીઓએ આ પ્રથાને પડકારીને એક નવી ક્રાંતિની શરૂઆત કરી છે. બિહાર લોક સેવા આયોગ (BPSC) ના બે અધિકારીઓ, અનંત અને શિખા યાદવ, તાજેતરમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. તેમણે કોઈ પંડિત કે કર્મકાંડ વગર, કેવળ ભારતીય બંધારણ અને બૌદ્ધ ધર્મની ‘બુદ્ધ વંદના’ સાથે લગ્ન કરીને સમાજને જાગૃતિનો સંદેશ આપ્યો છે.

જાતિવાદી હિંદુ ધર્મની પરંપરાઓને ફગાવી બૌદ્ધ રીતિ રિવાજથી લગ્ન

યાદવ સમાજમાંથી આવતા આ બંને અધિકારીઓ રાજ્યના જવાબદાર પદો પર બિરાજમાન છે. તેમણે તેમના લગ્ન પ્રસંગે પરંપરાગત હિંદુ વિધિઓ, જે ઘણીવાર જ્ઞાતિવાદ અને ઊંચ-નીચના ભેદભાવ પર આધારિત હોય છે, તેનો સંપૂર્ણપણે ત્યાગ કર્યો હતો. આ લગ્નને “સંવિધાન વાળા લગ્ન” તરીકે ઓળખવામાં આવી રહ્યા છે. દંપતીનું માનવું છે કે સાચું શિક્ષણ એ જ છે જે વ્યક્તિને માનસિક ગુલામીમાંથી મુક્ત કરે. તેમણે સમાનતા, કરુણા અને ભાઈચારા પર આધારિત બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોને અપનાવીને સાબિત કર્યું છે કે પરિવર્તન પોતાનાથી જ શરૂ થાય છે.

Bihar Buddhist ritual wedding viral video

આ પણ વાંચો: દલિત વરરાજાના વરઘોડા પર પથ્થરમારો, 4 મહેમાનો ઘાયલ

સમગ્ર લગ્ન મંડપમાં બહુજન મહાપુરુષોના ફોટા લગાવ્યા

આ લગ્ન સમારોહમાં દેવી-દેવતાઓના ફોટાઓને બદલે બહુજન સમાજના પ્રણેતા અને વિચારકોને વિશેષ સ્થાન આપવામાં આવ્યું હતું. મંડપમાં વિશ્વરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર, જ્યોતિબા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે અને પેરિયાર રામાસામી જેવા ક્રાંતિકારી મહાનુભાવોની પ્રતિમાઓ અને ચિત્રો રાખવામાં આવ્યા હતા. નવદંપતીએ આ મહાપુરુષોને પુષ્પાંજલિ અર્પી હતી. તેમણે સંદેશ આપ્યો હતો કે જે મહાપુરુષોએ આપણને શિક્ષણ અને સન્માન અપાવ્યું, તેમના વિચારોને જ લગ્ન જેવા પવિત્ર પ્રસંગે કેન્દ્રમાં રાખવા જોઈએ.

શપથ અને વિધિમાં બંધારણ જ સર્વોપરી

લગ્નમાં કોઈ વેદ કે મંત્રોચ્ચારને બદલે ભારતીય બંધારણની પ્રસ્તાવનાનું પઠન કરવામાં આવ્યું હતું. નવદંપતીએ દેશના બંધારણના સાક્ષી માનીને એકબીજા સાથે જીવન વિતાવવાના શપથ લીધા હતા. આ અનોખા લગ્નમાં બૌદ્ધ ભિક્ષુઓની હાજરીમાં ‘બુદ્ધ વંદના’ કરવામાં આવી હતી, જે શાંતિ અને અહિંસાનો માર્ગ દર્શાવે છે. આ લગ્ન દ્વારા તેમણે સામાજિક સમાનતા (Equal Society) ના નિર્માણનો પાયો નાખ્યો છે.

આ પણ વાંચો: માંગરોળની દીકરીએ પાલી ભાષામાં ‘ધમ્મલિપિ પરિચય’ પુસ્તક લખ્યું

અનંત અને શિખા યાદવે બહુજન સમાજ પ્રેરણા પુરી પાડી

અનંત અને શિખા યાદવે દલિત-બહુજન સમાજના યુવાનોને આહવાન કર્યું છે કે તેઓ ડો. આંબેડકર અને પેરિયાર જેવા મહાપુરુષોને વાંચે. તેમણે સ્પષ્ટ કર્યું કે જો ભણેલો-ગણેલો અને ઉચ્ચ હોદ્દા પર રહેલો વર્ગ આવી પહેલ કરશે, તો જ સામાન્ય જનતામાં જાગૃતિ આવશે. જાતિવાદી પ્રથાઓ અને અંધશ્રદ્ધા પાછળ થતા આંધળા ખર્ચને રોકીને તે નાણાં શિક્ષણ અને સમાજ ઉત્થાનમાં વાપરવા જોઈએ.

લગ્નના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

આ લગ્નનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. બહુજન સમાજમાં આ એક મોટી જીત તરીકે જોવામાં આવી રહી છે. જ્યારે બે અધિકારીઓ પોતાની જ્ઞાતિની ઓળખ છોડીને ‘બૌદ્ધ’ અને ‘ભારતીય’ તરીકેની ઓળખ સ્થાપિત કરે છે, ત્યારે તે સમાજમાં પરિવર્તનની લહેર લાવે છે. આ ઘટના સાબિત કરે છે કે ઓબીસી બહુજન સમાજ પણ હવે મનુવાદી ધર્મની જાતિવાદી રૂઢિચુસ્તતાની બેડીઓ તોડીને બંધારણીય મૂલ્યો તરફ આગળ વધી રહ્યો છે.

આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં પહેલીવાર દલિત વરરાજા હેલિકોપ્ટરમાં પરણવા નીકળ્યા

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x