ગેસ પર બનેલી રોટલી ખાવાથી પુરુષોમાં દમ નથી રહ્યો’- દેવકીનંદનનો બફાટ

દેશમાં LPG ના ભાવવધારા અને સંભવિત અછત વચ્ચે મોદી સરકારની નિષ્ફળતા છુપાવવા હવે કથાવાચક દેવકીનંદન ઠાકુરે મેદાનમાં આવી હાસ્યાસ્પદ તર્ક આપ્યો છે.
Narrator Devkinandan Thakurs

મિડિલ ઈસ્ટમાં વધતા તણાવ અને યુદ્ધની સ્થિતિને કારણે દેશમાં ગેસ સિલિન્ડરની અછતની આશંકા સેવાઈ રહી છે. જ્યારે સામાન્ય જનતા મોંઘવારી અને ગેસની અછતથી ત્રસ્ત છે, ત્યારે મથુરાના પ્રસિદ્ધ કથાવાચક દેવકીનંદન ઠાકુર એક નવો તર્ક લઈને આવ્યા છે. તેમણે કહ્યું છે કે, ગેસ પર બનેલી રોટલી ખાવાથી પુરુષોમાં દમ નથી રહ્યો. તેમણે હાસ્યાસ્પદ દાવો કર્યો કે જેમ ગેસની રોટલી ફૂલી જાય છે, તેમ આજના પુરુષો પણ ફૂલી ગયા છે.

દેવકીનંદન ઠાકુરનું એ બાબતની સાબિતી છે કે, ધર્મ અને અધ્યાત્મની વાતો કરનારા કથાવાચકો હવે સીધી રીતે રાજકીય એજન્ડા સેટ કરવા મેદાનમાં ઉતર્યા છે. ગેસ સિલિન્ડર માટે લાંબી લાઈનો અને વધતા ભાવો વિશે સરકારને આકરા પ્રશ્નો પૂછવાને બદલે દેવકીનંદન ઠાકુર લોકોને ફરીથી પછાત ગણાતા ચૂલાના જમાનામાં પાછા ફરવાની સલાહ આપી રહ્યા છે. આ નિવેદન સ્પષ્ટપણે કેન્દ્રની ભાજપ સરકારની આર્થિક નીતિઓ પરથી લોકોનું ધ્યાન ભટકાવવા અને મુશ્કેલીઓને ‘પરંપરા’ સાથે જોડીને ન્યાયી ઠેરવવાનો એક સુનિયોજિત પ્રયાસ છે.

પુરુષોની શક્તિ વિશે વિચિત્ર તર્ક આપ્યો

દેવકીનંદન ઠાકુરે ગેસની રોટલી ખાવાથી પુરુષોમાં શક્તિ નથી રહી તેવું કહીને તબીબી વિજ્ઞાનને પણ પડકાર ફેંક્યો છે. તેમણે હાસ્યાસ્પદ દાવો કર્યો કે જેમ ગેસની રોટલી ફૂલી જાય છે, તેમ આજના પુરુષો પણ ફૂલી ગયા છે અને તેમનામાં પહેલા જેવું સામર્થ્ય રહ્યું નથી. આ પ્રકારના નિવેદનો માત્ર તર્કહીન નથી પરંતુ સ્ત્રીઓના સ્વાસ્થ્ય પ્રત્યેની ગંભીર સંવેદનહીનતા પણ દર્શાવે છે. દાયકાઓથી જે ચૂલાના ધુમાડાને કારણે દેશની લાખો ગરીબ મહિલાઓને ફેફસાં અને આંખની ગંભીર બીમારીઓ થતી હતી, તેને કથાવાચક ‘સતયુગ’ અને ‘નિર્દોષ’ ગણાવી રહ્યા છે. સરકારના બચાવમાં ઉતરેલા કથાવાચકો એ ભૂલી જાય છે કે આધુનિક સુવિધાઓ છીનવાઈ રહી છે તે સરકારની આંતરરાષ્ટ્રીય અને આર્થિક નીતિઓની નિષ્ફળતા છે, કોઈ કુદરતી રમત નથી.

આ પણ વાંચો: ભાજપના મંત્રીએ કહ્યું, ‘ગાયનું દૂધ બુદ્ધિશાળી બનાવે છે, ભેંસનું ભ્રષ્ટ’

સરકારની નિષ્ફળતા ઢાંકવાનો લૂલો પ્રયાસ

જ્યારે પણ દેશમાં પેટ્રોલ, ડીઝલ કે ગેસના ભાવ આસમાને પહોંચે છે અથવા અછત સર્જાય છે, ત્યારે સત્તાધારી પક્ષના કહેવાતા સમર્થક કથાવાચકો જનતાને સમજાવવા નીકળી પડે છે. દેવકીનંદન ઠાકુરે પણ એ જ જૂનો રાગ આલાપ્યો છે કે જો યુદ્ધ ચાલતું રહેશે તો આપણે ફરી સતયુગમાં આવી જઈશું અને માટીના ચૂલા પર જ રોટલી બનાવવી પડશે. આ પ્રકારના નિવેદન પાછળનો મુખ્ય હેતુ એ છે કે લોકો સરકાર પાસે ગેસની પૂર્તિ માટે માંગણી કરવાને બદલે એવું માની લે કે આ તો ઈશ્વરની લીલા છે અથવા પ્રકૃતિનો ખેલ છે. પ્રજાને પડતી અસુવિધાઓ સહન કરવાની આદત પાડવા માટે ધર્મનો ઢાલ તરીકે ઉપયોગ કરવો એ લોકશાહીમાં અત્યંત ચિંતાજનક બાબત છે. કથાવાચકો જાણે કે સરકારના પ્રવક્તા હોય તેમ વર્તી રહ્યા છે.

ઉજ્જવલા યોજનાના ફિયાસ્કાને છુપાવવાનો પ્રયાસ

સરકારે કરોડો રૂપિયા ખર્ચીને ‘ઉજ્જવલા યોજના’ હેઠળ ગેસ કનેક્શન આપ્યા અને ધુમાડામુક્ત ભારતનો દાવો કર્યો હતો. પરંતુ આજે મોંઘવારીને કારણે સામાન્ય માણસ સિલિન્ડર ભરાવી શકતો નથી અને હવે તો અછત પણ વર્તાઈ રહી છે. કથાવાચક દ્વારા ચૂલાના ગુણગાન ગાવા એ સીધી રીતે સરકારની આ ફ્લેગશિપ યોજનાની નિષ્ફળતાને ઢાંકવા જેવું છે. કથાવાચક કહે છે કે હવે આપણે ફરીથી છાણા અને લાકડા પર નિર્ભર થવું પડશે, જે પ્રગતિને બદલે દેશને પચાસ વર્ષ પાછળ લઈ જવાની વાત છે. સરકારના અણઘડ વહીવટને કારણે જનતા જે કષ્ટ ભોગવી રહી છે તેને ‘ભક્તિ’ અને ‘પરંપરા’ સાથે જોડી દેવામાં આવી રહી છે.

આ પણ વાંચો: કથાકારે સગીરા પર રેપ કર્યો  અને બે વાર ગર્ભપાત કરાવ્યો!

ગાય અને ગોબર થકી ભાવનાત્મક માહોલ ઉભો કરવા પ્રયાસ

દેવકીનંદન ઠાકુરે ગાયના છાણા અને લાકડાનો ઉપયોગ વધારવાની વાત કરીને તેને ગાય માતાની સેવા સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કટાક્ષમાં કહ્યું કે હવે લોકો ગાયને ફરીથી પાળશે કારણ કે ગેસ નથી એટલે છાણા થાપવા પડશે. આ રીતે મૂળ સમસ્યા જે સંપૂર્ણપણે આર્થિક અને રાજકીય છે, તેને ભાવનાત્મક અને ધાર્મિક વળાંક આપી દેવામાં આવ્યો છે.

સરકારની પ્રાથમિક જવાબદારી બને છે કે તે ગમે તેવા સંજોગોમાં જનતાને સસ્તું ઈંધણ પૂરું પાડે, પરંતુ તેના બદલે આવા કથાવાચકો લોકોને પથ્થર યુગ તરફ ધકેલવાની વાતો કરીને મોદી સરકારની તમામ ખામીઓ પર પડદો પાડવાનું કામ કરી રહ્યા છે. જનતાએ સતર્ક થઈ સમજવાની જરૂર છે કે કથાવાચકોના આવા નિવેદનો માત્ર સત્તાધારી પક્ષનો બચાવ કરવાની એક સોશિયલ મીડિયા રણનીતિનો જ ભાગ છે.

આ પણ વાંચો: સયાજીરાવ ગાયકવાડ: જેમના શાસનમાં ‘પ્રજા ધર્મ’ એ જ ‘રાજ ધર્મ’ હતો

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x