મહાકુંભની મોનાલીસાના પતિ વિરુદ્ધ POCSO અને એટ્રોસિટીની FIR નોંધાઈ

Kumbh viral girl Monalisa: કુંભની વાઈરલ ગર્લ મોનાલીસાના પતિ ફરમાન સામે પોક્સો હેઠળ ફરિયાદ. નકલી દસ્તાવેજો અને વિદેશી ફંડિંગની આશંકા વચ્ચે આરોપી ફરમાન વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
Kumbh viral girl Monalisa

Kumbh viral girl Monalisa: સોશિયલ મીડિયા પર પોતાની મારકણી આંખોને કારણે રાતોરાત પ્રખ્યાત થયેલી ‘કુંભ વાઈરલ ગર્લ’ મોનાલિસાના લગ્નનો મામલો હવે ગંભીર કાયદાકીય ગૂંચવણમાં ફસાયો છે. જે લગ્નને પ્રેમ લગ્ન તરીકે જોવામાં આવતા હતા, તે હવે પોક્સો એક્ટ હેઠળ ગુનો બની ગયો હોવાનું રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ (NCST) ની તપાસમાં સામે આવ્યું છે. આયોગની તપાસમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે, લગ્ન સમયે મોનાલીસા પુખ્ત વયની નહીં પરંતુ સગીર હતી. આ તપાસના આધારે મધ્યપ્રદેશની મહેશ્વર પોલીસે આરોપી ફરમાન ખાન વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વય મર્યાદાના પુરાવા સાથે ઘટસ્ફોટ

આ મામલે તપાસની કમાન જ્યારે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષ અંતર સિંહ આર્યએ સંભાળી હતી. આયોગે મહેશ્વર હોસ્પિટલના જન્મના મૂળ રેકોર્ડ્સ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના દસ્તાવેજોની તપાસ કરી હતી. રેકોર્ડ મુજબ, મોનાલીસાની સાચી જન્મ તારીખ 30 ડિસેમ્બર 2009 છે. જ્યારે કેરળમાં તેના લગ્ન 11 માર્ચ 2026 ના રોજ થયા, ત્યારે તેની ઉંમર માત્ર 16 વર્ષ અને 2 મહિના થતી હતી.

આ પણ વાંચો: ભેદભાવથી કંટાળી દલિત IAS એ 4 જ વર્ષમાં રાજીનામું આપી દીધું!

કાયદાકીય રીતે સગીરા હોવા છતાં તેને પુખ્ત બતાવી લગ્ન કરાવવા માટે નગરપાલિકા મહેશ્વરના નામે એક નકલી જન્મ પ્રમાણપત્ર ઉભું કરવામાં આવ્યું હતું. આ નકલી દસ્તાવેજના આધારે કેરળના પુઅર ગામમાં લગ્નની નોંધણી પણ કરાવી દેવામાં આવી હતી. આયોગના આદેશ બાદ હવે આ નોંધણી રદ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને દસ્તાવેજો બનાવનાર લોકો પર કાર્યવાહી કરાઈ રહી છે.

પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ

મહેશ્વર પોલીસ સ્ટેશનમાં પીડિતાના પિતાની ફરિયાદના આધારે આરોપી ફરમાન ખાન વિરુદ્ધ POCSO (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ) એક્ટ, એટ્રોસિટી એક્ટ અને અપહરણ તથા છેતરપિંડીની વિવિધ કલમો હેઠળ FIR દાખલ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીએ માત્ર લગ્ન જ નથી કર્યા પરંતુ સગીરાના પિતાને પણ અંધારામાં રાખ્યા હતા.

પિતાના નિવેદન અનુસાર, ફરમાન ખાને તેમની દીકરીને ફિલ્મ સ્ટાર બનાવવાની લાલચ આપી હતી. તેણે પોતે જ ઈન્દોરથી કેરળની ફ્લાઈટ ટિકિટ બુક કરાવી હતી. પિતાને એવી લાલચ આપી હતી કે તેમને ફિલ્મમાં ‘કર્નલ’નો રોલ મળશે અને તેમની દીકરી કરોડો રૂપિયા કમાશે. આ રીતે આખા પરિવારને વિશ્વાસમાં લઈને સગીરાને કેરળ લઈ જવામાં આવી અને ત્યાં તેને ફોસલાવીને નિકાહ કરી લેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: રામનગરી અયોધ્યામાં દલિત સગીરા પર અપહરણ બાદ દુષ્કર્મ

પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાનું કનેક્શન જોડી દેવાયું?

આ કેસમાં એડવોકેટ પ્રથમ દુબેએ આયોગ સમક્ષ અત્યંત ચોંકાવનારા મુદ્દાઓ ઉઠાવ્યા છે. આ લગ્ન પાછળ કેરળના અમુક કટ્ટરપંથી સંગઠનો અને પ્રતિબંધિત સંગઠન PFI (પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા) ની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ કેસમાં જે રીતે નાણાકીય વ્યવહારો થયા છે અને યુગલ છેલ્લા ત્રણ મહિનાથી દેશની મોંઘીદાટ વીઆઈપી હોટલોમાં રોકાઈ રહ્યું હતું, તેના પરથી વિદેશી ફંડિંગનો એંગલ પણ તપાસવામાં આવી રહ્યો છે. આયોગ આ મામલાને માત્ર લગ્ન નહીં પણ ‘હ્યુમન ટ્રાફિકિંગ’ (માનવ તસ્કરી) અને આદિવાસી દીકરીઓના ધર્માંતરણના મોટા એજન્ડા તરીકે જોઈ રહ્યું છે.

આ પણ વાંચો: દલિત મહિલાને રસોઈ બનાવતી રોકનાર 6 ને જેલમાં ધકેલી દેવાયા

બે રાજ્યોની પોલીસને તપાસના આદેશ કરાયા

મામલાની રાષ્ટ્રીય કક્ષાએ ગંભીરતા જોતા NCST એ કડક વલણ અખત્યાર કર્યું છે. આયોગે મધ્યપ્રદેશ અને કેરળ એમ બંને રાજ્યોના પોલીસ મહાનિર્દેશક (DGP) ને નોટિસ ફટકારી છે અને 22 એપ્રિલ 2026 ના રોજ દિલ્હી મુખ્યાલય ખાતે રૂબરૂ હાજર થવા આદેશ આપ્યો છે. આ ઉપરાંત, બંને રાજ્યોની પોલીસને દર ત્રણ દિવસે તપાસનો પ્રગતિ અહેવાલ સોંપવા જણાવાયું છે.

કુંભ વાઈરલ ગર્લનો આ કિસ્સો સોશિયલ મીડિયાની ઝાકઝમાળ પાછળ છુપાયેલા ગુનાહિત નેટવર્કનો પર્દાફાશ કરે છે. આદિવાસી સગીરાને લાલચ આપીને કઈ રીતે કાયદાકીય છટકબારીઓનો ઉપયોગ કરી નકલી દસ્તાવેજો બનાવવામાં આવ્યા, તે હવે તપાસનો મુખ્ય વિષય છે. મહેશ્વર પોલીસ હવે એવા લોકોની શોધમાં છે જેમણે આ નકલી જન્મ પ્રમાણપત્ર બનાવવામાં મદદ કરી હતી. આ કેસ આગામી દિવસોમાં મોટા રાજકીય અને સામાજિક વળાંકો લઈ શકે છે.

આ પણ વાંચો: મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરનાર દલિત પ્રોફેસરની સાસરીયાઓએ હત્યા કરી

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x