દલિત બાળકી પર રેપનો પ્રયાસ કરનાર પૂજારીને બ્રાહ્મણોએ ટેકો આપ્યો!

10 વર્ષની દલિત બાળકી સાથે મંદિરમાં દુષ્કર્મનો પ્રયાસ કરનાર પૂજારીના સમર્થનમાં બ્રાહ્મણોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી હોબાળો મચાવ્યો. વાંચો રિપોર્ટ.
Brahmins surround police station in support of priest who tried to rape Dalit girl - AI Image
Brahmins surround police station in support of priest who tried to rape Dalit girl - AI Image

અત્ર નાર્યસ્તુ પૂજ્યતે, રમન્તે તત્ર દેવતાઃ – જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે, નારી સન્માનની જ્યારે પણ વાત નીકળે ત્યારે બ્રાહ્મણો દ્વારા હિંદુ ધર્મગ્રંથમાં ટાંકવામાં આવેલા આ વાક્યને વારંવાર ટાંકતા હોય છે. પરંતુ વાત જ્યારે દલિત, આદિવાસી કે ઓબીસી સમાજની નારીઓ, યુવતીઓ કે બાળકીઓની આવે, ત્યારે આ બ્રાહ્મણો નારી સન્માનની આ વાત ભૂલી જાય છે અને બળાત્કારીઓના સમર્થનમાં આવતા પણ ખચકાતા નથી. હિંદુ ધર્મને ધંધો બનાવી દેનાર બ્રાહ્મણોને મંદિરોમાં કાળા કામો કરનારા બળાત્કારી પૂજારીનું સમર્થન કરવામાં કશી નૈતિકતા જેવું નડતું નથી. આવી જ એક ઘટના ચોંકાવનારી ઘટનામાં એક દલિત બાળકી સાથે મંદિરમાં દુષ્કર્મનો પ્રયાસ કરનાર એક પૂજારીના સમર્થનમાં બ્રાહ્મણોએ પોલીસ સ્ટેશનને ઘેરીને હોબાળો મચાવ્યો હતો.

યુપીના સહારનપુરના એક ગામની ઘટના

મામલો ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લાના દેહાત કોતવાલી વિસ્તારના એક ગામનો છે. અહીં સામાજિક તણાવ અને કાયદો-વ્યવસ્થાને પડકારતી ગંભીર ઘટના સામે આવી છે. ગામમાં આવેલા શિવ મંદિરની અંદર એક 10 વર્ષની દલિત બાળકી સાથે મંદિરના પૂજારી વિજય પંડિત દ્વારા કથિત રીતે બળાત્કારનો પ્રયાસ અને છેડતી કરવામાં આવી હતી. આ ઘટના બાદ વિસ્તારમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. બીજી તરફ, પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધાયા હોવા છતાં, આરોપી પૂજારીના સમર્થનમાં બ્રાહ્મણોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરીને પ્રદર્શન કર્યું હતું, જેને પગલે સ્થાનિક સ્તરે સામાજિક વૈમનસ્ય અને તણાવની સ્થિતિ સર્જાઈ છે.

આ પણ વાંચોઃ પૂજારીનો મંદિરની જમીન અને મિલકત પર કોઈ અધિકાર નહીઃ હાઈકોર્ટ

મામલો શું હતો?

મળતી માહિતી મુજબ, શુક્રવારે પીડિત દલિત બાળકી મંદિર પરિસરમાં અન્ય બાળકો સાથે રમી રહી હતી. તે સમયે મંદિરમાં હાજર પૂજારી વિજય પંડિતે બાળકીને પકડી લીધી હતી અને તેની સાથે અડપલાં શરૂ કર્યા હતા. બાળકીએ પોતાનો બચાવ કરવા માટે બૂમાબૂમ કરતા અને રડવાનો અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગ્રામજનોએ આરોપી પૂજારીને રંગેહાથ ઝડપી લીધો હતો. ત્યારબાદ પીડિત બાળકીના પરિવારજનો અને ગ્રામજનો આરોપીને લઈને સીધા દેહાત કોતવાલી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા, જ્યાં બાળકીની માતાની સત્તાવાર ફરિયાદના આધારે પોલીસે આરોપી વિજય પંડિત વિરુદ્ધ પોક્સો એક્ટ અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

આ પણ વાંચોઃ OBC યુવકે પૂજારીની પરીક્ષા ટોપ કરતા બ્રાહ્મણોએ વિરોધ કર્યો

 

પોલીસે આરોપી પૂજારીને તરત છોડી મૂક્યો

આ કેસમાં વિવાદ ત્યારે વકર્યો જ્યારે શનિવારે સવારે ગ્રામજનોને ખબર પડી કે પોલીસે શુક્રવારે રાત્રે આશરે 12 વાગ્યે આરોપી પૂજારીને પોલીસ સ્ટેશનમાંથી જ જામીન આપીને મુક્ત કરી દીધો છે. આ સમાચાર ફેલાતા જ દલિત સમાજ અને ભીમ આર્મી ભારત એકતા મિશનના કાર્યકરોમાં ભારે રોષ વ્યાપ્યો હતો. ભીમ આર્મીના જિલ્લા પ્રભારી સન્ની ગૌતમની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં કાર્યકરો કોતવાલી પરિસરમાં એકઠા થયા હતા અને પોલીસ પ્રશાસન વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. પ્રદર્શનકારીઓએ આક્ષેપ કર્યો હતો કે પોલીસે ઉચ્ચ દબાણ હેઠળ કામ કરીને અને જાતિવાદી માનસિકતાના કારણે આરોપીને કાયદાકીય સંરક્ષણ પૂરું પાડ્યું છે. ભીમ આર્મીએ ચીમકી આપી છે કે જો 24 કલાકની અંદર આરોપીની પુનઃ ધરપકડ કરવામાં નહીં આવે તો સમગ્ર જિલ્લામાં મોટું આંદોલન છેડવામાં આવશે.

આ પણ વાંચોઃ બ્રાહ્મણ પડોશીને ‘હેપ્પી હોલી’ કહેતા દલિત યુવકની છરી મારી હત્યા!

બ્રાહ્મણોએ પોલીસ સ્ટેશનને ઘેરી હોબાળો મચાવ્યો

સામે પક્ષે, બ્રાહ્મણો પણ બળાત્કારના આરોપી વિજય પંડિતના સમર્થનમાં આગળ આવ્યા છે. બ્રાહ્મણ સમાજના અગ્રણીઓ અને લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરીને આરોપી પૂજારી સામેની કાર્યવાહીનો વિરોધ કર્યો હતો અને તેને નિર્દોષ ગણાવવાનો પ્રયાસ કર્યો હતો. જાતિના આધારે એક પોક્સો એક્ટના આરોપીના સમર્થનમાં ઊતરેલા આ જૂથના કારણે પોલીસ સ્ટેશન પરિસરમાં ભારે તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે વહીવટીતંત્ર દ્વારા ઘટનાસ્થળે વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરવી પડી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ બંને પક્ષોને શાંત પાડવા પ્રયાસો હાથ ધર્યા હતા.

પોલીસે અર્ણેશકુમાર કેસના જજમેન્ટ પર આરોપીને છોડી મૂક્યો

આ સમગ્ર મામલે દેહાત કોતવાલી પ્રભારી એચ.એન. સિંહે જણાવ્યું હતું કે પોલીસ દ્વારા કાયદાકીય પ્રક્રિયા અંતર્ગત જ કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે આરોપી વિજય પંડિત સામે જે કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, તેમાં કાનૂની જોગવાઈ મુજબ સાત વર્ષથી ઓછી સજાની વકી છે. નિયમોનુસાર આવી કલમોમાં પોલીસ સ્ટેશન કક્ષાએથી જામીન આપવાની જોગવાઈ હોવાથી આરોપીને મુક્ત કરવામાં આવ્યો છે. જો કે, પોલીસ તંત્ર હાલમાં સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે કટિબદ્ધ છે.

આ પણ વાંચોઃ દલિત કર્મચારીને પિસ્તોલ બતાવી બ્રાહ્મણ શખ્સે મફત પેટ્રોલ ભરાવ્યું

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Bipin solanki
Bipin solanki
7 hours ago

Good news

પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x