ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાના ટિકૈતનગર વિસ્તારના સિહોરિયા ગામમાંથી અંધશ્રદ્ધાની એક અત્યંત ચોંકાવનારી ઘટના(Barabanki superstition case) સામે આવી છે. અહીં બીમારી અને ભૂતપ્રેતની કથિત હેરાનગતિ દૂર કરવાના બહાને એક મૌલવીએ 22 વર્ષીય દલિત યુવકની માંસ કાપવાના કોયતા વડે જીભ કાપી નાખી હતી (Maulvi cuts tongue). અતિશય લોહી વહી જવાને કારણે અને અસહ્ય પીડાને લીધે યુવકનું ઘટનાસ્થળે જ તરફડી તરફડીને મોત નીપજ્યું હતું (Dalit youth death UP). આ કેસમાં ટિકૈતનગરના સિહોરિયા ગામના મૃતક સુકઈ ગૌમતના પરિવારજનોની ફરિયાદના આધારે મુખ્ય આરોપી મૌલવી હિદાયત રસૂલ અને તેના સહયોગી મૈનુદ્દીન વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેઓ હાલ ફરાર થઈ ગયા છે.
તાંત્રિક વિધિના નામે ખેલાયો મોતનો ખેલ
મળતી માહિતી મુજબ, સિહોરિયા ગામનો રહેવાસી સુકઈ ગૌતમ નામનો યુવક છેલ્લા કેટલાક દિવસોથી તીવ્ર તાવથી પીડાતો હતો અને તેની તબિયત સતત બગડી રહી હતી. આ દરમિયાન તેના પડોશમાં રહેતા મૈનુદ્દીન નામના વ્યક્તિએ અંધશ્રદ્ધાનો સહારો લઈ પરિવારને જાદુટોણા કરાવવાની સલાહ આપી હતી (Tantrik vidhi murder Barabanki). મૈનુદ્દીને આ કામ માટે મૌલવી હિદાયત રસૂલને બોલાવ્યો હતો (Maulvi Hidayat Rasool). મૌલવીએ યુવકનું ઘર જોઈને એવો દાવો કર્યો હતો કે ઘર પર કોઈ અદ્રશ્ય પ્રેતનો પડછાયો છે અને મોહર્રમના દિવસથી તાંત્રિક વિધિ શરૂ કરવાથી આ સંકટ હંમેશા માટે દૂર થઈ જશે.

આ પણ વાંચોઃ આણંદમાં સંતાનપ્રાપ્તિ માટે 5 વર્ષની બાળકીની બલી ચડાવી દેવાઈ
પરિવારની ગેરહાજરીનો ઉઠાવ્યો લાભ
ગુરુવાર, 25 જૂન 2026ના રોજ સવારથી જ સુકઈના ઘરે મૌલવી દ્વારા તંત્ર-મંત્ર અને ઝાડ-ફૂંકની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી (Tikaitnagar crime). મોડી રાત્રે જ્યારે સુકઈનો ભાઈ રાજેશ સૂવા ચાલ્યો ગયો અને પરિવારના અન્ય સભ્યો ગામમાં તાજિયા જોવા ગયા હતા, ત્યારે મૌલવી હિદાયત રસૂલ અને તેના સહયોગી મૈનુદ્દીને આ ભયાનક કૃત્યને અંજામ આપ્યો હતો. મૌલવીએ તંત્ર-મંત્રના નામે અચાનક માંસ કાપવાના ધારદાર ચાપડથી સુકઈની જીભ મૂળમાંથી કાપી નાખી હતી (superstition tongue cutting case). સુકઈ પીડાથી ચીસો પાડતો રહ્યો અને તડપી તડપીને આખરે તેણે દમ તોડી દીધો હતો. ઘટના બાદ મૌલવી હિદાયત અને મૈનુદ્દીન બંને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
Barabanki
Man Dies After Tongue Cut Off in Occult Ritual
Muslim Maulvi Hidayat Rasool cut off his tongue on Muharram
Muslim Maulvi was performing occult practice
Muslim Maulvi is famous as Gulle Baba
A shocking incident has been reported from Barabanki, Uttar Pradesh,… pic.twitter.com/JglhzYyNEx
— Atulkrishan (@iAtulKrishan1) June 27, 2026
પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ
જ્યારે પરિવારના સભ્યો ઘરે પરત ફર્યા ત્યારે સુકઈ લોહીલુહાણ હાલતમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. આ ભયાનક દ્રશ્ય જોઈને પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. મૃતક સુકઈના પરિજનોએ તાત્કાલિક સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો હતો અને મૌલવી હિદાયત રસૂલ તથા પડોશી મૈનુદ્દીન વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધાવ્યો છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને ફરાર થઈ ગયેલા બંને આરોપીઓની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
વૈજ્ઞાનિક અભિગમ અપનાવો
આ ઘટના સમાજ માટે એક લાલબત્તી સમાન છે. એકવીસમી સદીમાં પણ ઝાડ-ફૂંક, જાદુટોણા અને અંધશ્રદ્ધાના કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવવો પડી રહ્યો છે. શારીરિક બીમારીઓનો ઈલાજ માત્ર તબીબી વિજ્ઞાન અને ડૉક્ટરો પાસે જ શક્ય છે, કોઈ તાંત્રિક કે મૌલવી પાસે નહીં. સમાજે આવા તત્વોથી સાવધ રહીને અંધશ્રદ્ધાના દૂષણથી દૂર રહેવું જોઈએ અને તાર્કિક તેમજ વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો અનિવાર્ય છે.

આ પણ વાંચોઃ વિધિના નામે તાંત્રિકે મહિલાને ટોઈલેટનું ગંદુ પાણી પીવડાવતા મોત











