દલિત કેબ ડ્રાઈવરની આત્મસન્માનની લડતની આ વાત છે. ગઈકાલે એકબાજુ દેશ 15મી ઓગસ્ટની ઉજવણી કરી રહ્યો હતો, બીજી તરફ એક એવી ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી હતી જેણે આઝાદ ભારતની સદીઓ જૂની સમસ્યાને ફરી એકવાર ઉજાગર કરી દીધી હતી. મામલો લખનઉનો છે. આઝાદીના આટલા વર્ષો પછી પણ દેશમાં જાતિવાદના મૂળ કેટલા ઊંડા અને ઝેરી ફેલાયેલા છે તેની આ ઘટના સાક્ષી પુરે છે. એક દલિત કેબ ડ્રાઈવરે જ્યારે પોતાની ગાડીમાં બેસેલા અસભ્ય પેસેન્જર્સ દ્વારા કરવામાં આવતી દલિત વિરોધી જાતિવાદી ગાળોનો વિરોધ કર્યો અને પોતાનું આત્મસન્માન જાળવવા તેમને વચ્ચે રસ્તે ઉતારી દીધા, તો તેની સજા રૂપે કેબ એગ્રીગેટર કંપની Rapido એ ડ્રાઈવરનું એકાઉન્ટ 99 વર્ષ અને 11 મહિના (લગભગ 100 વર્ષ) માટે સસ્પેન્ડ કરી દીધું. કંપનીની આ એકતરફી કાર્યવાહી સ્પષ્ટપણે દર્શાવે છે કે એક દલિત દ્વારા પોતાના હક અને સન્માન માટે અવાજ ઉઠાવવો કોર્પોરેટ સિસ્ટમને પણ હજમ થયો નથી.
મામલો શું હતો
ઘટનાની વિગતો અનુસાર, લખનૌના પીજીઆઈ વિસ્તારમાં રહેતો 30 વર્ષનો અંકિત કુમાર પોતાના પરિવારનું પોષણ કરવા માટે કેબ ચલાવે છે. અંકિત પાસે મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમાની ડિગ્રી છે, છતાં રોજગારીના અભાવે તે Rapido કેબ ડ્રાઈવર તરીકે કામ કરે છે. તેના પિતા દૈનિક મજૂર છે અને માતા ગૃહિણી છે, જેથી તે પરિવારનો એકમાત્ર કમાનાર સભ્ય છે. સોમવારે સવારે અંકિતે ઉતરહટિયા રેલવે સ્ટેશનથી ચારબાગ રેલ્વે સ્ટેશન જવા માટે 4 પેસેન્જર્સને પોતાની કેબમાં બેસાડ્યા હતા.

સફર દરમિયાન આ પેસેન્જર્સ કોઈ ઉચ્ચ અધિકારી વિશે વાત કરતા કરતા અચાનક અત્યંત ગંદી જાતિવાદી ગાળો બોલવા લાગ્યા હતા. શરૂઆતમાં અંકિતે આ બાબતને ગંભીરતાથી ન લીધી અને સહન કર્યું. પરંતુ જ્યારે પેસેન્જર્સે તે અધિકારીની ક્ષમતા પર સવાલ ઉઠાવીને ચોક્કસ દલિત સમાજને જ નિશાન બનાવીને ઝેરીલી ટિપ્પણીઓ કરવા માંડી, ત્યારે અંકિતથી રહેવાયું નહીં. કારણ કે તે પોતે પણ એ જ દલિત સમાજમાંથી આવે છે.
આ પણ વાંચોઃ દલિત મજૂરોને જાતિવાદી તત્વોએ ખેતરમાં મુર્ગા બનાવી માર માર્યો
અંકિતે અત્યંત નમ્રતાથી પેસેન્જર્સને વિનંતી કરી કે તેઓ આવી જાતિવાદી વાતો ન કરે અને સમજાવ્યું કે કોઈ પણ વ્યક્તિની કૌશલ્ય કે યોગ્યતાને તેની જાતિ સાથે કોઈ લેવાદેવા હોતી નથી. પરંતુ જાતિવાદી માનસિકતા ધરાવતા તે તત્વો માન્યા નહીં અને સતત દલિત સમાજનું અપમાન કરતા રહ્યા. જ્યારે સહનશક્તિની તમામ હદો પાર થઈ ગઈ, ત્યારે અંકિતે પોતાની ગાડી તેલીબાગ માર્કેટ પાસે આવેલી પોલીસ ચોકી નજીક રોકી દીધી અને ચારેય જાતિવાદી પેસેન્જર્સને તરત જ ગાડીમાંથી નીચે ઉતારી દીધા.
यूपी : लखनऊ में दलित कैब ड्राइवर अंकित कुमार ने भारतीय रेलवे के चार कर्मचारियों को कैब से उतार दिया। आरोप है कि उन चारों ने बार-बार जातिसूचक शब्दों का इस्तेमाल किया। pic.twitter.com/qSdNTtTa1V
— Sachin Gupta (@Sachingupta) August 15, 2026
કોર્પોરેટ કંપનીની દલિત વિરોધી અને એકતરફી માનસિકતા
પોતાની ભૂલ સ્વીકારવાના બદલે તે પેસેન્જર્સે રસ્તા પર હંગામો મચાવ્યો અને અંકિત સાથે દાદાગીરી કરી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જેમાં અંકિત પોતાના આત્મસન્માન અને સાચા પક્ષે અડીખમ ઊભેલો દેખાય છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, પેસેન્જર્સે આ અંગે કેબ કંપનીને ઓનલાઈન ફરિયાદ નોંધાવતા જ Rapido કંપનીએ આંધળું વલણ અપનાવ્યું.

કંપનીએ દલિત ડ્રાઈવર અંકિતનો પક્ષ જાણવાની કે તેનો સંપર્ક કરવાની સહેજ પણ તસ્દી ન લીધી. તેણે સીધું જ અંકિતનું ડ્રાઈવર એકાઉન્ટ 99 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધું. એક ગરીબ અને મહેનતુ દલિત યુવકે જ્યારે પોતાની જાતિ અને સમાજના સન્માન માટે અવાજ ઉઠાવ્યો, ત્યારે કંપનીએ તેને રોજીરોટી છીનવીને સજા આપી. આ એકતરફી નિર્ણય દર્શાવે છે કે આ કેસમાં દલિત હોવાને કારણે જ અંકિત સાથે અન્યાય કરવામાં આવ્યો છે.
यूपी : लखनऊ में रेलवे के चार कर्मचारियों को कैब से उतारने वाले रैपिडो ड्राइवर अंकित कुमार को 99 साल 11 महीने के लिए कंपनी ने सस्पेंड कर दिया है। अंकित का कहना है कि वह चारों बार-बार जातिसूचक शब्द बोल रहे थे, इसलिए उसने विरोध किया। https://t.co/GWepB0pjSF pic.twitter.com/5wg3WyDtzm
— Sachin Gupta (@Sachingupta) August 15, 2026
આઝાદીના પર્વે એક દલિત સાથે અન્યાય
આ ઘટનાએ 15 ઓગસ્ટના રોજ વાયરલ થઈને એ સાબિત કરી દીધું છે કે દેશ ભલે ડિજિટલ બનતો હોય, પરંતુ સામાજિક સ્તરે જાતિવાદના મૂળ હજુ પણ ઊંડા છે. આજે પણ દલિતોને પોતાના આત્મસન્માન સાથે જીવવા માટે સંઘર્ષ કરવો પડે છે. જો ડ્રાઈવર અંકિત જેવા યુવાનો અન્યાય અને અપમાન સામે અવાજ નહીં ઉઠાવે, તો આવા જાતિવાદી તત્વોની હિંમત વધતી રહેશે. દલિત સમાજે અને આત્મસન્માન પ્રેમી નાગરિકોએ આવા કિસ્સાઓમાં એક થઈને વિરોધ નોંધાવવો જ રહ્યો.
सभी साथी पोस्ट को अधिक से अधिक शेयर करें 👇🏻
हाल ही में लखनऊ में एक टैक्सी में सवार कुछ जातिवादी लोगों द्वारा एक जाति विशेष को लेकर अपमानजनक टिप्पणी की गयी, जिसके टैक्सी ड्राइवर ने उन्हें उतार दिया
अब खबर मिल रही है कि @rapidoapp_ द्वारा अंकित नामक उस दलित समाज के व्यक्ति को… pic.twitter.com/Wd3ho0FUSV
— Priyanshu Kumar (@priyanshu__63) August 15, 2026
હાલમાં અંકિતના પરિવાર સામે આજીવિકાનું મોટું સંકટ ઊભું થયું છે. આટલું ઓછું હોય તેમ, વાયરલ વીડિયો બાદ અંકિતને સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો દ્વારા ધમકીઓ અને ગાળો આપતા મેસેજ મળી રહ્યા છે. જ્યારે બીજી તરફ, આવી દલિત વિરોધી ક્રૂર કાર્યવાહી કરવા છતાં કેબ એગ્રીગેટર કંપની તરફથી કોઈ જ સત્તાવાર સ્પષ્ટતા આવી નથી. આ મામલે હવે કાનૂની અને સામાજિક સ્તરે અંકિતને ન્યાય મળે તે અત્યંત જરૂરી છે.
રેપિડો કંપની સામે લોકોમાં ભારે વિરોધ
દલિત કેબ ડ્રાઇવર અંકિત કુમાર સાથે થયેલા કથિત જાતિવાદી દુર્વ્યવહાર બાદ Rapido કંપનીએ તેમનું એકાઉન્ટ 99 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેતા સોશિયલ મીડિયા પર કંપની સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. અંકિત કુમારે રાઇડર પર જાતિગત અસંવેદનશીલતા અને દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો હતો, પરંતુ કંપનીએ ડ્રાઇવરનો પક્ષ સાંભળ્યા વગર જ આકરી કાર્યવાહી કરતા X (ટ્વિટર) પર #BoycottRapido ટ્રેન્ડ થવા લાગ્યું છે. યુઝર્સ આ નિર્ણયને અન્યાયી અને પક્ષપાતી ગણાવીને એપ અનઇન્સ્ટોલ કરી રહ્યા છે તેમજ અંકિત કુમારનું એકાઉન્ટ તાત્કાલિક રીએક્ટિવેટ કરીને તેમને યોગ્ય ન્યાય અપાવવાની માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ દલિત યુવકને જાતિવાદીઓએ લોટામાં પેશાબ ભરી પીવડાવ્યો!












સ્વતંત્રતા મળ્યા ને ૭૯. વર્ષ થયાં છતાં જાતિવાદી કીડાઓ પોતાની માનસિકતા છતી કર્યા વગર રહેતા નથી. આ બાબત દુઃખદ.તેમજ દરેક માટે આંખ ઉઘાડનારી છે. સરકારે અનુસુચિત જાતિ ના પિડીત નો પક્ષ લય તુરંત પગલાં ભરવા જોઇએ જેથી આવા બનાવો બનતા અટકે. તેમજ રિપીડો એ તપાસ કર્યા વગર જે પગલું લીધું તે અસહનીય છે. અનુસુચિત જાતિ ના લોકો એ રિપીડોનો બહિષ્કાર કરવો જોઈએ. તેમજ પુરા દેશભરના અનુસુચિત જાતિ જનજાતિ ના લોકો એ આ પિડિત ની રોજગારી છીનવાઈ ગઈ હોય તેને આર્થિક મદદ કરવી જોઈએ. તેવું મારું અંગત મંતવ્ય છે. વડોદરા ગુજરાત.