દલિત યુવકને માર મારી ડૉ. આંબેડકર વિરૂદ્ધ અપશબ્દો બોલાવ્યા

દલિત યુવકને જાતિવાદી તત્વોએ ઢોર માર મારી ડૉ. અંબેડકર વિશે અપશબ્દો બોલાવ્યા, વીડિયો વાયરલ થતાં હડકંપ મચ્યો. 2 ની અટકાયત.
Dalit youth beaten up

ઉત્તર પ્રદેશના જૌલોન જિલ્લામાં એક દલિત યુવક પર હુમલો કરી તેને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. આટલું જ નહીં, આરોપીઓએ યુવક પર દબાણ બનાવીને દેશના બંધારણના ઘડવૈયા અને મહાનાયક ડૉ. બી.આર. અંબેડકર તેમજ અન્ય મહાનુભાવો વિરૂદ્ધ આપત્તિજનક અને અપમાનજનક શબ્દો બોલવા માટે મજબૂર કર્યો હતો.

આ સમગ્ર ઘટનાનો કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ભારે હડકંપ મચી ગયો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તાત્કાલિક ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને 2 આરોપીઓની અટકાયત કરી છે, જ્યારે 1 ફરાર આરોપીની શોધખોળ ચાલુ છે.

દાદાગીરી કરી પગે પડાવી માફી મગાવી

આ ઘટના જૌલોનના ગોહન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા નાવર ગામની હોવાનું સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં કેટલાક અસામાજિક તત્વો એક દલિત યુવકને ઘેરીને તેની સાથે કથિત રીતે મારપીટ કરતા નજરે પડે છે.

આ પણ વાંચો: ‘કામ માંગીએ તો લોકો અમે ગાય કાપતાં હોઈએ તેમ જુએ છે’

આરોપ છે કે મારપીટ દરમિયાન આરોપીઓએ યુવકને ભય બતાવીને ડરાવ્યો હતો અને તેના પર માનસિક દબાણ બનાવ્યું હતું. ત્યારબાદ તેની પાસે બળજબરીથી ડૉ. અંબેડકર અને અન્ય મહાપુરુષો વિરૂદ્ધ અપશબ્દો બોલાવડાવ્યા હતા. અસામાજિક તત્વોનો અત્યાચાર અહીં જ ન અટક્યો, તેમણે યુવક પાસે પોતાના પગ પણ સ્પર્શ કરાવ્યા હતા અને માફી મંગાવી હતી. આ આખી ઘટનાનો આરોપીઓએ જાતે જ વીડિયો બનાવ્યો હતો અને બાદમાં તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો.

ભીમ આર્મીનો આક્રોશ અને પોલીસ ફરિયાદ

આ વાયરલ વીડિયો સામે આવ્યા બાદ દલિત સંગઠનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ભીમ આર્મી દ્વારા પોલીસને લેખિત અરજી આપીને દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

ઘટનાને પગલે વિસ્તારમાં તનાવપૂર્ણ વાતાવરણ સર્જાયું છે. વાયરલ વીડિયોના આધારે પોલીસે સંબંધિત ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને કાનૂની તપાસનો દોર શરૂ કર્યો છે. પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે તપાસમાં જે પણ તથ્યો સામે આવશે તેના આધારે આગળની સખત કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: NEET: SC-ST-OBC વિદ્યાર્થીઓને ડોક્ટર બનતા રોકવાનું કાવતરું!

2 આરોપી કસ્ટડીમાં, 1 ફરારની શોધખોળ જારી

આ મામલે માહિતી આપતાં અપર પોલીસ અધિક્ષક ડૉ. ઈશાન સોનીએ જણાવ્યું હતું કે, વાયરલ વીડિયોના આધારે 2 આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને તેમની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે.

જ્યારે ઘટનામાં સંડોવાયેલા 1 અન્ય ફરાર આરોપીને પકડવા માટે પોલીસની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. પોલીસ તેને ઝડપી પાડવા માટે તેના સંભવિત ઠેકાણાઓ પર સતત દરોડા પાડી રહી છે અને તેના સંપર્કમાં રહેલા લોકો પાસેથી પણ વિગતો એકત્ર કરી રહી છે.

આ પણ વાંચો: ન્યૂયોર્કે પહેલીવાર 14મી એપ્રિલને Dr.Ambedkar Day જાહેર કર્યો

જાતિગત હુમલા સાંખી લેવાશે નહીં: પોલીસ

પોલીસ પ્રશાસને આ મામલે આકરું વલણ અપનાવ્યું છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ચેતવણી આપી છે કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગાડવાનો પ્રયાસ કરનાર કે જાતિના આધારે કોઈ પણ વ્યક્તિનું ઉત્પીડન કરનાર તત્વો સામે કડક કાનૂની પગલાં ભરવામાં આવશે.

કોઈપણ નાગરિક સાથે સમાનતા અને સન્માનના અધિકારનું હનન સહન કરવામાં આવશે નહીં. હાલ નાવર ગામમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસ સતર્કતા વર્તી રહી છે અને ફરાર આરોપીઓને વહેલી તકે ઝડપી પાડવાનો દાવો કરી રહી છે.

આ પણ વાંચો: માનગઢ ધામને રાષ્ટ્રીય સ્મારક ગણવાનો મોદી સરકારે ઈનકાર કર્યો

 

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
  • Add your answer
0
Would love your thoughts, please comment.x
()
x